Only Gujarat

Bollywood National

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેના શ્વાનની થઈ આવી હાલત

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને આત્માહત્યા કરી હતી. સુશાંતના જવાથી તેના પરિવારની સાથે તેના ફેન્સ પણ બહુજ દુખી છે. પરંતુ એવું કોઈક છે જેનું દુખ જોઈને તમારી આંખોમાં આંસૂ આવી જશે. તે છે સુશાંત સિંહ રાજપૂતનો ડોગ ફઝ. સુશાંતનાં જવાથી તેનો શ્વાન બહુજ ઉદાસ છે. સોશિયલ મીડિયા પર તેના બહુજ બધા વિડીયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. લોકો તેને જોઈને ઉદાસ થઈ રહ્યા છે.

સુશાંતનો ડોગ વીડિયો અને ફોટામાં પોતાના માલિકને શોધતો દેખાઈ રહ્યો છે. તે દરેક જગ્યાએ તેને શોધવાનાં પ્રયાસો કરી રહ્યો છે. જ્યારે તે મળતો નથી તો ઉદાસ થઈને સૂઈ જાય છે. સુશાંતનાં નોકર તેને ફોનમાં સુશાંતનાં ફોટા બતાવે છે. જેને એકીટસે જોયા રાખે છે અને ચાટવા લાગે છે.

બિગબોસ સીઝન 10નાં વિજેતા મનવીર ગુર્જરે પણ સુશાંતનાં ડોગના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. મનવીરે લખ્યુ છે,સુશાંત સિંહ રાજપૂત કોઈ અન્યને ભલે ના હોય આ તો તારી વેલ્યૂ આજે પણ જાણે છે.

સુશાંત સિંહ રાજપૂતે રવિવારે પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તો ગુરૂવારે પટનામાં તેના પરિવારે તેનાં અસ્થિઓનું વિસર્જન કર્યુ હતુ. સુશાંતનું શ્રાદ્ધ પણ ત્યાં જ કરવામાં આવ્યુ હતુ.

સુશાંતનાં નોકર તેને ફોનમાં સુશાંતનાં ફોટા બતાવે છે. જેને એકીટસે જોયા રાખે છે અને ચાટવા લાગે છે.

સુશાંત સિંહ રાજપૂતે રવિવારે પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તો ગુરૂવારે પટનામાં તેના પરિવારે તેનાં અસ્થિઓનું વિસર્જન કર્યુ હતુ.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page