Only Gujarat

Gujarat TOP STORIES

પિતાએ ઘણાં સમયથી પુત્રના કંકાલને સાચવીને રાખ્યા છે ઘરમાં, કારણ જાણીને સ્તબ્ધ થઈ જશો

ફોટામાં દેખાતો વ્યક્તિ જે સામાનનું પોટલું સંભાળીને રાખી રહ્યો છે તે પોટલામાં કોઈ સામાન્ય વસ્તુ નથી એક પુરુષનું હાડપિંજર છે. તેને અમુક લોકો પાગલ કહેશે, તો કેટલાક લોકો એક પિતાની વેદના. પુત્રનાં હત્યારાને પકડવાની એક આશાએ એક પિતા પોતાના પુત્રનું હાડપિંજર છેલ્લાં 21 મહિનાથી સંભાળીને રાખ્યુ છે. મામલો આબુ રોડની બાજુમાં જ આવેલાં ગુજરાતનાં એક ગામડાનો છે. યુવક 27 ઓગષ્ટ 2018એ ઘરમાંથી નીકળ્યો હતો. પરંતુ પાછો ફર્યો ન હતો. 5 સપ્ટેમ્બર 2018નાં રોજ તેની સડેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસે તપાસ કરીને કેસને બંધ કરી દીધો હતો. માનવામાં આવે છેકે, યુવકનું મોત સામાન્ય ઘટના હતી. પરંતુ પિતાએ જીદ પકડી છેકે, જ્યાં સુધી પુત્રનાં હત્યારાઓને સજા નહી આપે ત્યાં સુધી તેનાં અંતિમ સંસ્કાર કરશે નહી. પોલીસ અને અન્ય લોકો બહુજ સમજાવી ચૂક્યા છે પરંતુ પિતા માનવા માટે તૈયાર નથી.

પરંતુ પાછો ફર્યો ન હતો. 5 સપ્ટેમ્બર 2018નાં રોજ તેની સડેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસે તપાસ કરીને કેસને બંધ કરી દીધો હતો. માનવામાં આવે છેકે, યુવકનું મોત સામાન્ય ઘટના હતી. પરંતુ પિતાએ જીદ પકડી છેકે, જ્યાં સુધી પુત્રનાં હત્યારાઓને સજા નહી આપે ત્યાં સુધી તેનાં અંતિમ સંસ્કાર કરશે નહી. પોલીસ અને અન્ય લોકો બહુજ સમજાવી ચૂક્યા છે પરંતુ પિતા માનવા માટે તૈયાર નથી.

ટોયલેટમાં બોરીમાં ભરીને રાખે છે હાડપિંજર
આ હગરાભાઇ છે. તેઓ સિરોહી જિલ્લાના આબુરોડને અડીને આવેલા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના જામરૂ ગામમાં રહે છે. તેમણે પુત્રના હાડપિંજરને શૌચાલયમાં એક બોરીમાં બંધ રાખ્યું છે. હગરાભાઇને કેટલાક લોકો પર શંકા હતી. તેઓએ પોલીસ તેમના નામ પણ લીધા હતા. પોલીસે તપાસ કરી પણ કોઈની સામે પુરાવા મળ્યા નથી. તેથી કેસ બંધ કરાયો હતો. હાગરાભાઇ દરરોજ થોડા સમય માટે હાડપિંજરને એક ટોકરીમાં બહાર રાખે છે, જેથી તેને હવા લાગે બાદમાં તેને ફરીથી બોરીમાં બંધ કરીને ટોઈલેટમાં રાખી દે છે.

પોલીસનું તર્ક
હદાડના પીએસઆઈ મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ કેસ આવ્યો ત્યારે પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.આર. પારગી હતા. આ પછી, તેઓએ આ કેસની પણ તપાસ કરી હતી. પીએમ રિપોર્ટ્સ અને એફએસએલ તપાસમાં મામલો સામાન્ય મોતનો હતો.

કહેવાય છે કે મૃતક નટુભાઇ કાકા સાથે ઘરેથી નીકળ્યા હતા. કાકા ઘરે પરત ફર્યા, પરંતુ તે પાછો ફર્યો નહીં. આ પછી તેનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો. તેને પ્રાણીઓએ ચૂંથી નાખ્યો હતો. કાકાએ પોલીસને નિવેદન આપ્યું હતું કે ખેતરમાં ચાર લોકોએ દારૂની મહેફિલ કરી હતી. બીજા બધા પાછા ફર્યા, પણ નટુ ખેતરમાં જ રોકાઈ ગયો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page