Only Gujarat

National

એન્જિનિયર્સ પણ આ ખેડૂતને લાગે છે પગે, એક ઘટનાએ બદલી નાંખી ખેડૂતની જિંદગી

જોધપુર, રાજસ્થાન: કેટલાક લોકો હાયર સેકેન્ડરી કે ગ્રેજ્યુએશન બાદ પણ માત્ર 20થી 25 હજારની નોકરી માટે ફાંફા મારતા હોય છે. જો કે 11 ધોરણ પાસ ખેડૂતે દેશી જુગાડથી એવી-એવી કારગર મશીન તૈયાર કરી છે કે, લોકો તેને એન્જિનિયરનો પણ ગુરુ માને છે. આ ખેડૂતે તેમનો પોતાનો જ એક વર્કશોપ બનાવ્યો છે. જેમાં તે દેશી ટેકનિકથી ખેતી માટે ઉપયોગી મશીન તેમજ સાધનો તૈયાર કરે છે. જોધપુર જિલ્લાના મથાનિયામાં વર્કશોપ ચલાવતા અરવિંદ સાંખલાએ જણાવ્યું કે, તેમનું વાર્ષિક ટર્નઓવર 2 કરોડથી પણ વધુ છે. જાણીએ ખેડૂત અરવિંદ સાંખલાએ કયા ક્યા આવિષ્કાર કર્યાં છે.

પરિવારમાં ભાઇ-બહેનોમાં સૌથી મોટા અરવિંદે જણાવ્યું કે, 1991માં તેમણે 11મું પાસ કર્યું. તે આગળ અભ્યાસ કરવા ઇચ્છતા હતા. જો કે એ સમયે ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી તેથી માતા-પિતા તેમને આગળ ભણાવી ન શક્યા. અભ્યાસ છોડીને તે ખેતરમાં જ કામ કરવા લાગ્યાં. 1993માં એક ઘટના ઘટી. જેના કારણે અરવિંદ સાખલાની કિસ્મત બદલાઇ ગઇ. તેમના ખેતરના કૂવાની મોટર ખરાબ થઇ ગઇ. ત્યારબાદ તેમણે બોરિંગ કરાવી.

સામાન્ય રીતે મોટર ખરાબ થાય તો તેમને દોરડાથી ખેંચીને કાઢવામાં આવે છે અને ફરી અંદર સેટ કરવામાં આવે છે. આ કામમાં મહેનત અને સમય વધુ જોઇએ છે. આ કારણે આ સમય દરિયાન પાકને પાણી ન મળવાથી પાકને પણ નુકસાન થાય છે. આ બધી જ સમસ્યાને જોતા તેમણે દેશી જુગાડથી એક મશીન બનાવી. આ મશીન મોટરને ઉપર લાવવમાં અને નીચે લઇ જવામાં માત્ર થોડી મિનિટનો જ સમય લે છે. જેથી આજે તેનું ખૂબ જ વેચાણ થઇ રહ્યું છે.

આ છે અરવિંદ સાંખલાના દેશી એન્જિનિયરિંગથી બનેલી બોરિંગ મશીન. આ મશીન બોરિંગથી મોટરને ખેંચવામાં અને મોટરને ફરી સેટ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. આ કામ આ મશીનના કારણે સરળતાથી થઇ જાય છે. આ કારણે જ તેમની આ મશીનની ખૂબ જ ડિમાન્ડ છે.

ગાજર ધોવાની મશીન આ રીતે બનાવ્યું
પહેલા અરવિંદ તેમના ખેતરમાં મરચા ઉગાડતા હતા. મથાનિય મરચાના ઉત્પાદનમાં સમગ્ર રાજસ્થાનમાં પ્રસિદ્ધ છે. જો કે અરવિંદે જોયું કે, મરચાના પાકમાં રોગ આવી ગયો છે. જળસ્તર પણ નીચે જઇ રહ્યું હતું. જેના કારણે તેમણે મરચાના બદલે ગાજર વાવવાનું શરૂ કરી દીધું. અરવિંદના ખેતરમાં ગાજરનું સારૂ ઉત્પાદન થયું લગભગ 25 ટ્રક ગાજર તેમના ખેતરમાંથી ભરાતા હતા. હવે સમસ્યા ગાજરની માટી સાફ કરવાની અને ધોવાની હતી. આ કામ પણ હાથથી કરવાથી ખૂબ જ સમય જતો હતો અને મહેનત પણ વધી જતી હતી. આ સમસ્યા બાદ અરવિંદે ડ્રેમ અને એન્જિનના જુગાડથી બનાવ્યું ગાજર ધોવાનું મશીન

જયારે બોરિંગ અને ગાજર ધોવાની મશીનની ડિમાન્ડ વધવા લાગી તો તેમણે વિજયલક્ષ્મી એન્જનિયરિંગ વકર્સના નામથી એક વર્કશોપ ખોલ્યો. ત્યારબાદ તેમણે લસણ, ફુદીના, મરચા સાફ કરવાનું પણ મશીન બનાવ્યું.

અરવિંદે લસણ કાઢવા માટેની મશીન બનાવ્યું છે. સામાન્ય રીતે લસણ કાઢવું ખૂબ જ મુશ્કેલ કામ છે. તેનાથી હાથમાં પણ બળતરા થાય છે. 15000 રૂપિયાના ખર્ચે બનેલું આ મશીન સરળતાથી લસણ કાઢી દે છે.

આ છે મરચા સાફ કરવાનું મશીન. આ મશીનથી 250 કિલો મરચા માત્ર એક કલાકમાં સાફ થઇ જાય છે. આ મશીન 4000થી 75000 રૂપિયામાં વેચાઇ રહ્યાં છે. અરવિંદ સાખલાએ સાબિત કર્યું છે કે, કંઇકને કંઇ નવું સર્જન કરવા માટે ક્રિએટિવ બનવું જરૂરી છે. આજે અરવિંદ દેશી ટેકનિકથી કૃષિ કરતા ડિગ્રી વિનાના સફળ એન્જિયર અને ખેડૂત છે.

You cannot copy content of this page