Only Gujarat

FEATURED National

ભારતનું માથું ઊંચુ રાખનાર સૈન્યને કોણ બચાવે છે જીવ? મળો તે વ્યક્તિને જે જવાનોને આપે છે સુરક્ષા

ભારતીય સેનાના જવાનો માટે સિયાચિનમાં ડ્યૂટી કરવી સૌથી મુશ્કેલ ટાસ્ક હોય છે. સમુદ્ર કિનારાથી 22 હજાર ફીટની ઊંચાઈ અને -40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં દેશની રક્ષા કરતા જવાનોને અમારા સલામ. સિયાચિનમાં તૈનાત જવાનો માટે માત્ર ડ્યૂટી જ નહીં, પરંતુ શ્વાસ લેવો, હાલવું ચાલવું અને ખાવું-પીવું જેવા કામ કરવા પણ મુશ્કેલ હોય છે.

સિયાચિનમાં તૈનાત જવાનોને સતત બદલતા મોસમનો સામનો કરવો પડે છે. હિમસ્ખલન જેવી ઘટનાઓ દરમિયાન જવાનોએ ખૂબ જ સતર્ક રહેવું પડે છે. જવાનો દરેક પળે પોતાનો જીવ જોખમમાં નાખીને દેશની રક્ષા કરે છે. જો કોઈ એવી ઘટના બને તો એવામાં જવાનોને તપાસ અને બચાવ કાર્ય કરવામાં અનેક મુશ્કેલીઓ પડે છે.

જણાવી દઈએ કે લદ્દાખના મોટાભાગના યુવાનો સિયાચિનમાં ભારતીય સેના સાથે પોર્ટર્સ (ગાઈડ અને સ્કાઉટ્સ)નું કામ કરે છે. આ લોકો મુશ્કેલ સ્થિતિમાં જવાનોની મદદ કરવા દરેક સમયે હાજર રહે છે. જવાનોને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો આ લોકો નિઃસ્વાર્થ સેવા કરવા માટે સૌથી આગળ ઉભા રહે છે, પરંતુ દુર્ભાગ્યવશ આ દરમિયાન અનેક લોકો જીવ પણ ગુમાવે છે.

31 વર્ષિય સ્ટૈંજિન પદ્મા પણ તેમાંથી જ એક છે. વ્યવસાયે ગાઈડ સ્ટૈંજિન અનેક વર્ષોથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં ભારતીય જવાનોની મદદ કરતા આવ્યા છે. સ્ટૈંજિન પોતાની સૂઝબૂઝથી ભારતીય સેનાના જવાનોના જીવ બચાવી ચુક્યા છે. આ દરમિયાન તેઓ અનેક મૃત સૈનિકો અને સાથી પોર્ટરોના મૃતદેહને પણ લઈને આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રાલયે વર્ષ 2014માં તેમને આ કામ માટે ‘જીવન રક્ષા પદક’થી પણ સન્માન કર્યું છે.

લદ્દાખના નુબ્રા વેલીમાં સ્થિત ફુક્કપોશી ગામના નિવાસી સ્ટૈંજિન એક ખૂબ જ સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. 14 વર્ષ પહેલા લેહમાં ‘જવાહર નવોદય વિદ્યાલય’થી હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ સ્ટૈંજિને પહેલીવાર 2006માં સિયાચિનમાં ભારતીય સેના માટે કુલી તરીકે કામ કર્યું. જે બાદ કેટલાક વર્ષો સુધી માર્ખા વેલી અને જાંસ્કરમાં ટૂરિસ્ટ ગાઈડના રૂપમાં કામ કર્યું.

ધ બેટર ઈન્ડિયા સાથેની વાતચીતમાં સ્ટૈંજિને કહ્યું કે, મારા માતા-પિતા બંને ખેડૂત હતા, પરંતુ પિતા ક્યારેક સિયાચિનમાં કુલીનું કામ પણ કરી લેતા હતા. જ્યારે હું 10માં હતો તો મારો પરિવાર નાણાંકીય સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો. એટલે મે સિયાચિનમાં કુલીના રૂપમાં કામ કરવાનો નિર્ણય લીધો. મને આ કામ સારું લાગ્યું કારણ કે તેના માધ્યમથી હું થોડું ઘણું દેશ માટે પોતાનું યોગદાન આપી રહ્યો હતો. વર્ષ 2008થી લઈને 2016 સુધી મે નિયમિત રૂપથી ભારતીય સેનાની સાથે કામ કર્યું.

સિયાચિનમાં ભારતીય સેનાની સાથે કેઝ્યુઅલ પેડ લેબરના રૂપમાં કાર્ય કરતા આ પોર્ટર્સના પોસ્ટ ગ્રેડ અનુસાર તેમને દૈનિક વેતન આપવામાં આવે છે. સિયાચિન ગ્લેશિયર પર પોર્ટર્સ માટે લગભગ 100 પદ છે, જેમને તેમની ઉંચાઈ અને ત્યાં કામ કરવાના જોખમોના આધાર પર પાંચ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હાયર પોસ્ટ પર કામ કરનારને 857 રૂપિયા, જ્યારે બેઝ કેમ્પમાં કામ કરનારને રોજાના 694 રૂપિયા ચૂકવવામાં આવે છે.

આ પોર્ટર્સ સિયાચિન ગ્લેશિયરમાં માત્ર 3 મહિના સુધી બરફના મોસમની સ્થિતિમાં, હિમસ્ખલન અને બરફ ખસવાના કારણે પોતાની સેવા આપી શકે છે. સીપીએલના સ્થાયી પદો માટે યોગ્ય છે અને સતત 90 દિવસ સુધી કામ કર્યા બાદ વેતન મેળવવાના પાત્ર છે, એટલે સેના આ પોર્ટર્સને 89 દિવસના સર્કલમાં તૈનાત કરે છે.

ઘણીવાર એવું થાય છે કે સતત 89 દિવસ સુધી કામ કર્યા બાદ જ્યારે સ્ટૈનજિન કેટલાક દિવસો માટે ઘરે આવે છે, તો આ દરમિયાન તેમણે સ્થાનિક સરકારી હૉસ્પિટલમાં પોતાની મેડિકલ તપાસ કરાવવી પડે છે. જે બાદ તેઓ સિયાચિન ગ્લેશિયર પાછા ફરી જાય છે. સ્ટૈન્ઝિન વર્ષમાં 3-3 મહિનાના સર્કલમાં ઓછામાં ઓછા 3 થી 4 વાર સિયાચિનમાં જ રહે છે.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ લોકો નિઃસ્વાર્થ ભાવથી દેશની સેવા કરી રહ્યા છે. તેઓ પર્વતારોહણમાં તાલીમ પામેલા હોય છે અને જ્યાં અમારા જવાનો નથી પહોંચી શકતા ત્યાં તેઓ મદદ માટે સૌથી આગળ ઉભા રહે છે. જો જવાનોનો કોઈ મેડિકલ ઈમરજન્સીની જરૂર હોય તો, આ સૈનિકો મદદ કરનારા પહેલા લોકો હોય છે. આ સાથે તેઓ ગ્રાઉન્ડ પર લોજિસ્ટિક્સનું પણ ધ્યાન રાખે છે.

You cannot copy content of this page