Only Gujarat

International TOP STORIES

iPhoneનો ચસકો એવો લાગ્યો કે આ યુવકે રાતોરાત વેચી નાખી કિડની ને હવે છે પથારીમાં!

હુનાનઃ ગત મહિને એપલે પોતાનો નવા iPhone 12ના વિવિધ મોડલ લોન્ચ કર્યા હતા. તેની કિંમત જોઈ લોકો લોન લેવા કે કિડની વેચવા જેવી વાતો કરવા લાગ્યા હતા. જોકે આ વાત ઘણા લોકોએ મજાકમાં કહી હશે.

આજથી 9 વર્ષ અગાઉ ચીનમાં એક યુવકે આઈફોન 4 ખરીદવા માટે વાસ્તવમાં પોતાની કિડની વેચી હતી. પરંતુ ત્યારથી આજ સુધી તે પથારીવશ છે અને જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.

2011માં ચીનના હુનાનમાં રહેતા વેંગ શેંગકુએ આઈફોનની ઘેલછામાં કિડની બ્લેક માર્કેટમાં વેચી હતી. તેણે સોશિયલ મીડિયા પર હ્યુમન ટ્રાફિકર્સનો સંપર્ક કર્યો હતો. જે પછી તેણે પોતાની એક કિડની 4500 ડૉલરમાં વેચી હતી. જે પછી એક ગેરકાયદે સર્જરી થઈ હતી. કિડની વેચાયા બાદ મળેલા પૈસાથી વેંગે આઈફોન 4 અને આઈપેડ 2 ખરીદ્યા હતા.

સર્જરી યોગ્ય રીતે ના થતા તેના શરરીમાં ઈન્ફેક્શન થયું હતું અને તેની બીજી કિડની પણ ખરાબ થઈ ગઈ હતી. બીમાર થવા પર તેની માતાને શંકા ગઈ ત્યારે તેણે માતાને વાસ્તવિકતા જણાવી હતી. ત્યારથી આજસુધી વેંગ પથારીવશ છે. તેણે રોજ લોહી ફિલ્ટર કરાવવા ડાયાલિસિસ કરાવવું પડે છે.

આ ઘટના અંગે જાણ થયા બાદ તેની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે પછી 2012માં અંગોની તસ્કરી કરતા કુલ 9 લોકોને જેલ ભેગા કરવામા આવ્યા હતા. તેમાં 5 સર્જન પણ સામેલ હતા. આરોપીઓને સજા તો થઈ પરંતુ વેંગનું જીવન નર્ક બની ગયું. વાસ્તવમાં આ યુવકને આઈફોન કિંમત કરતા ઘણો મોંઘો પડ્યો.

You cannot copy content of this page