Only Gujarat

International

કોરોનાના નવા લક્ષણોને નજરઅંદાજ કરવું પડી શકે છે ભારે, ક્લિક કરીને વાંચો પૂરી વિગત

વધતા જતા મામલાની સાથે-સાથે કોરોનાના નવા-નવા લક્ષણો પણ સામે આવી રહ્યા છે. કોરોનાથી સંક્રમિત થતા દરેક વ્યક્તિને અલગ-અલગ અનુભવ થાય છે. વાયરસના શરૂઆતના દિવસમાં માનવામાં આવી રહ્યું હતું કે તે શ્વાસની બીમારી ધરાવતા લોકોને વધુ શિકાર બનાવી રહ્યું છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. તે શરીરના કોઈપણ અંગને નિશાન બનાવે છે.

તાવ, કફ કે શ્વાસ લેવામાં તકલીફ સિવાય પણ અનેક લક્ષણો છે, જેના વિશે જાગૃત થવાની જરૂર છે. લક્ષણો વગરના દર્દીઓએ પણ તેનું ધ્યાન રાખવાની જરૂર છે. બ્રિટેનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાએ નવા નિર્દેશો જાહેર કર્યા છે. જેમાં સંક્રમિત થતા લોકોના ચાર અસામાન્ય લક્ષણો વિશે જણાવ્યું છે. આવો જાણીએ તેના વિશે.

કોરોનાના લક્ષણો દેખાતા 2 થી 14 દિવસનો સમય લાગે છે. NHSની નવી એડવાઝરી પ્રમાણે આ લક્ષણો એક દિવસ રહી શકે છે, વારંવાર રહી શકે છે કે પછી સંક્રમણથી સાજા થયા બાદ પણ જોવા મળી શકે છે. તેમને નજરઅંદાજ ન કરવા જોઈએ.

આંખોની સમસ્યા- એડવાઈઝરીમાં આંખોમાં ખંજવાળ, લાલ થવી કે સોજી જવી જેવા નવા લક્ષણો જણાવવામાં આવ્યા છે. આ લક્ષણો ખૂબ જ ઓછા દેખાય છે અને લોકો તેના પર ધ્યાન નથી આપી રહ્યા. કેટલાક મામલામાં આંખની આસપાસની નસ સોજી જાય છે અથવા તો આંખોમાં ખૂબ જ પાણી આવે છે. જો કે આ લક્ષણો ખૂબ જ અસામાન્ય છે પરંતુ વિશેષજ્ઞોનું કહેવું છે કે ગંભીર સંક્રમણના મામલામાં આ લક્ષણો જોવા મળી શકે છે.

બેહોશી અને દુવિધા જેવી સ્થિત- કોરોનાનો પ્રભાવ માનસિક રીતે પણ પડી રહ્યો છે, જેની સીધી અસર મગજ પર થઈ રહી છે. જો કે આ લક્ષણો સાજા થયેલા દર્દીઓમાં જ જોવા મળી રહ્યા છે. NHSનું કહેવું છે કે માથાનો દુઃખાવો અને થાકવાની સમસ્યાની સાથે બેચેની અને દુવિધા જેવા લક્ષણો અનુભવાય છે. આ લક્ષણો ગંભીર રૂપથી બીમાર દર્દીઓમાં જ જોવા મળ્યા છે.

સતત ખાંસી આવવી- જો કે સૂકી ખાંસી કોરોના વાયરસના મુખ્ય લક્ષણોમાંથી એક છે પરંતુ ડૉક્ટર્સનું કહેવું છે કે સતત ખાંસી આવવી વાયરસની અસરની શરૂઆતનો સંકેત હોય શકે છે. યૂકેમાં એક સર્વેમાં ખબર પડી છે કે કોરોના વાયરસના તમામ દર્દીઓમાં એક થી ચાર કલાક સુધી સતત ખાંસી આવવાની ફરિયાદ પણ હતી.

સ્કિનમાં ફેરફાર થવો- કોરોના વાયરસના કેટલાક દર્દીઓની ચામડીમાં સોજા અને ચકામા પણ જોવા મળી શકે છે. જો કે નવી એડવાઈઝરીમાં ત્વચાના રંગમાં ફેરફારની વાત પણ કહેવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આવા લક્ષણો મોટાભાગે યુવાનોમાં જોવા મળી રહ્યા છે, જેમને પહેલા કોઈ જ ફરિયાદ નહોતી. કેટલાક મામલામાં પગમાં ઘા જેવા લક્ષણો પણ દેખાયા છે.

શું કરવું જોઈએ- તમારે નાના-નાના લક્ષણો પર પણ ધ્યાન આપવું જોઈએ. જો તમને કોઈ અસામાન્ય લક્ષણ નજર આવે છે તો ડૉક્ટરનો તરત જ સંપર્ક કરો. ડૉક્ટરની સલાહ પર ટેસ્ટ કરાવો. જો તમારામાં કોરોનાના શરૂઆતના લક્ષણો છે તો તેનો ઈલાજ ઘરે ક્વોરન્ટાઈન થઈને પણ કરી શકાય છે. હાથને સતત સાફ કરતા રહો અને ઈમ્યુનિટી વાધરવાનો પ્રયાસ કરો. ડૉક્ટરની સલાહ વિના કોઈ જ દવા ન લો.

 

You cannot copy content of this page