Only Gujarat

Bollywood FEATURED

ખિલાડી કુમારને કારણે આ જાણીતી બોલિવૂડ એક્ટ્રેસના તૂટી ગયા હતા લગ્ન

મુંબઈઃ અનિલ કપૂર સાથે ફિલ્મ ‘વિરાસત’થી બોલિવૂજમાં પોતાના કરિયરની શરૂઆત કરનારી એક્ટ્રસ પૂજા બત્રા મંગળવારે 44 વર્ષની થઈ ગઈ છે. તેમનો જન્મ 27 ઑક્ટોબર, 1976માં ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં થયો હતો. સિનેમા જગતમાં પૂજા વધારે સમય સુધી ટકી શકી નહીં, પણ તેમણે ઓછાં સમયમાં એકથી એક ચઢિયાતી ફિલ્મો કરી છે. અત્યારે તે ફિલ્મોથી ઘણી દૂર છે અને તેમના પતિ સાથે ટાઇમ સ્પેન્ડ કરે છે. એવામાં તેમના જન્મદિવસે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો કરીએ. ઉલ્લેખનીય છે કે, 43 વર્ષની ઉંમરે એક્ટ્રસે બીજા લગ્ન કર્યાં છે.

પૂજા બત્રાએ 43 વર્ષની ઉંમરમાં વર્ષ 2019માં બીજા લગ્ન નવાબ શાહ સાથે કર્યાં છે. આ પહેલાં તેમણે વર્ષ 2002માં NRI પતિ સોનૂ સાથે લગ્ન કર્યાં હતાં, પણ તેમના લગ્ન વધુ દિવસ સુધી ચાલ્યાં નહીં અને બંનેએ 9 વર્ષ પછી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો અને વર્ષ 2011માં છૂટાછેડા માટે અરજી દાખલ કરી.

ઉલ્લેખનીય છે કે, લગ્ન પછી એક્ટ્રસે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દૂરી બનાવી લીધી હતી, આ ઉપરાંત તે પોતાનું લગ્ન જીવન બચાવી શકૂ નહીં અને છૂટાછેડા થઈ ગયાં. રિપોર્ટ્સ મુજબ, તેમના લગ્ન તૂટવાનું કારણ અક્ષય કુમારને કહેવામાં આવે છે.

કહેવામાં આવે છે કે ફિલ્મોમાંથી ડેબ્યુ કર્યાં પહેલાં અક્ષય અને પૂજા મોડેલિંગના દિવસોમાં એકબીજાની ખૂબ જ નજીક હતાં, પણ અક્ષયને સ્ટારડમ મળ્યાં પછી બંનેના સંબંધમાં તિરાડ પડી ગઈ અને બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો.

તો બીજી એવી વાત કહેવામાં આવી રહી છે કે, પૂજા અને તેમના વિદેશી પતિ સોનૂ વચ્ચે એટલે મતભેદ થવા લાગ્યા કે સોનૂ પૂજાને મા બનવા માટે ફોર્સ કરી રહ્યો હતો પૂજા મા બનવા માટે તૈયાર નહોતી. એટલે તેમના છૂટાછેડા થયાં. જોકે, આ બાબતે એક્ટ્રસે ક્યારેય વાત કરી નથી.

પૂજાએ છૂટાછેડાના 8 વર્ષ પછી વર્ષ 2019માં મુસ્લિમ એક્ટર નવાબ શાહ સાથે લગ્ન કર્યાં. રિપોર્ટ્સ મુજબ કહેવામાં આવે છે કે બંને એકબીજાને ઘણાં સમયથી જાણતાં હતાં અને તેમની ઘણાં અવસરે મુલાકાત પણ થઈ છે.

એક ઇન્ટરવ્યૂમાં નવાબ શાહે કહ્યું હતું કે, ‘તેમની પહેલી મુલાકાતમાં જ પૂજાને દિલ આપી બેઠા હતા અને જીવનસાથી બનાવવાનો નિર્ણય કર્યો હતો.’ ઉલ્લેખનીય છે કે, શાહ તે સમયે પરિણીત હતાં અને તેમને બાળકો પણ હતાં. આ કારણે તે પરિવારને આ વાત જણાવવામાં અચકાઈ રહ્યાં હતાં.

પણ, તેમની પત્નીને જ્યારે આ વાત ખબર પડી ત્યારે તેમણે લગ્ન માટે મંજૂરી આપી દીધી અને બાળકોની ચિંતા ના કરવાની વાત પણ કહી. આ પછી બંનેએ લગ્ન કરી લીધા. ઉલ્લેખનીય છે કે, નવાબ પૂજા કરતાં પાંચ વર્ષ મોટા છે. નવાબની ઉંમર 48 અને પૂજાની ઉંમર 44 વર્ષ છે.

You cannot copy content of this page