Only Gujarat

FEATURED National

Pics: મહિના બાદ નીકળ્યાં હતા બાળપણનાં 6 મિત્રો ફરવા ને કારનો થયો ભયાનક અકસ્માત

રાજસ્થાનમાં હ્રદય કંપાવનારી ઘટના સામે આવી છે. જ્યાં માર્બલથી ભરેલો એક ટ્રક કાર ઉપર પલટી ગયો હતો, આ દર્દનાક ઘટનામાં કારમાં સવાર 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા હતા. ઘટનાની જાણકારી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતકોની ઓળખ કરી. બધાં જ મૃતકો હરિયાણાનાં રહેવાસી હતા.

વાસ્તવમાં, આ દર્દનાક અકસ્માત બુધવારે રાત્રે નાગોર જીલ્લામાં ઝાડેલી ગામના બાઈપાસ પર થયો હતો. કહેવાઈ રહ્યુ છેકે, આ ઘટના ગાયને બચવતા થયો છે. આ દરમ્યાન સામેથી આવી રહેલાં ટ્રક અને કાર સાથે અથડામણ થઈ હતી. ટક્કર એટલી જબરદસ્ત થઈ હતીકે, ટ્રક બેલેન્સ ખોઈને પલટી ગયો હતો. જ્યારે કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.

રાહદારીઓએ જણાવ્યુકે, દુર્ઘટના એટલી જબરદસ્ત હતીકે, મૃતકોનાં શબને કાઢવામાં પોલીસને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 3 ક્રેનો અન એક જેસીબીની મદદથી 4-5 કલાક બાદ લાશોને બહાર કાઢી શકાઈ હતી. કારની બધી રીતે કુચ્ચો બોલી ગયો હતો.

પોલીસ મુજબ, પાંચ મૃતકો હરિયાણાનાં ફતેહાબાદ અને એક હિસારનો રહેવાસી હતો. જેમાંથી બે તો સગા ભાઈઓ હતા. બધા જ લોકો બાળપણનાં મિત્રો હતા. તેઓ 5 મહિના બાદ પહેલીવાર એક સાથે નીકળ્યા હતા.

બુધવારે બપોરે 12 વાગ્યે તેમના ઘરે જોધપુર ફરવા જવાનું કહ્યુ હતુ. પરંતુ તેમને શું ખબર હતીકે, તે તેમની અંતિમ મુલાકાત હશે. મૃતકોની ઉંમર 35થી 40 વર્ષની નજીક હોવાનું કહેવાઈ રહ્યુ છે.

દુર્ઘટનાની જાણ થતાં જ મૃતકોનાં પરિવારનાં લોકો કિડદાનથી નાગોર માટે રવાના થયા હતા. સાથે જ ઘટના સ્થળ પર કલેક્ટર-એસપી સહિત અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

હ્રદય કંપાવનારી ઘટના: ટાઈલ્સોથી ભરેલું આખે આખું ટ્રેલર નીચે આવી ગઈ કાર, બાળકપણના 6 મિત્રોના ઘટનાસ્થળે જ નિપજ્યાં મોત, કારનો બોલી ગયો ભુક્કો

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page