Only Gujarat

FEATURED National

વિકાસ દુબે ભયાનક કૃત્ય કર્યું, ખબર હોત તો જાતે ગોળી મારી દેત: પત્ની

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ગેંસ્ટર વિકાસ દુબેની પત્ની ઋચા દુબે પહેલીવાર ટીવી પર આવી. જાણીતી હિન્દી ન્યૂઝ ચેનલ સાથે એક્સક્લુસિવ વાતચીતમાં ઋચાએ પોતાના પતિની કાળી કરતૂતો અંગે ખુલીને વાત કરી. વાતચીતમાં ઋચાએ ત્યાંસુધી કહીં દીધું કે 17 ઘર બરબાદ થઇ ગયા છે જો મને ખબર હોત તો હું ખુદ વિકાસ દુબેને ગોળી મારી દેત. ઋચા દુબેએ આ વાત કાનપુરના બીકરુમાં 8 પોલીસકર્મી શહીદ થવાની ઘટના પર કહી. તેણીએ કહ્યું કે શહીદ પોલીસકર્મીઓની પત્નીઓ તરફે મારી સંવેદના છે. વિકાસે ખોટું કામ કર્યું તેના પર હું માફી માગું છે. જો આવી ઘટના બાદ વિકાસ મારી સામે હોત તો હું ખુદ જ તેને ગોળી મારી દેવાની ક્ષમતા રાખું છું. કારણ કે 17 ઘર બરબાદ થવા કરતાં સારું છે કે એક ઘર બરબાદ થઇ જાય.

ઋચાએ જણાવ્યું કે વિકાસ તેના ભાઇનો મિત્ર હતો. તેની મુલાકાત ઘરે જ થઇ હતી. વિકાસ તેના ઘરે આવતો-જતો રહેતો. ત્યારે લાગ્યું કે સાથે રહી શકાય અને 1996માં લગ્ન કરી લીધા પરંતુ ગામનો માહોલ સારો ન હતો. વિકાસ અવાર નવાર ઝઘડા કરતો રહેતો હતો. જ્યારે વિકાસને રોકવાનો પ્રયાસ કરતી તો તે અભદ્ર વર્તન કરતો આજ કારણે 1998માં તે પોતાના પિયર જતી રહી હતી. પછી 7 વર્ષ સુધી ત્યાં રહી આ દરમિયાન વિકાસ દુબે બાળકોને મળવા માટે ત્યાં આવતો રહેતો.

ઋચા દુબે જણાવે છે કે 2-3 જુલાઇ દરમિયાન રાત એટલે કે બીકરુ શૂટઆઉટની રાતે વિકાસે 2 વાગ્યે ફોન કર્યો. વિકાસે તેણીને કહ્યું કે ગામમાં ઝઘડો થઇ ગયો છે. તું ઘરેથી બાળકોને લઇને નીકળી જાવ. તે વિચાર કર્યા વગર અડધી રાતે ઘરેથી નીકળી ગઇ. તે એક પ્લાઝામાં આસરો લીધો. તે પ્લાઝાની છત પર આમ તેમ આટા મારી 7 દિવસ ગુજાર્યા હતા.

ઋચાએ જણાવ્યું કે આ દરમિયાન તેને કોઇ મદદ મળી નહીં. કોઇ ગાડી મળી ન હતી, ગાડીની વાત ફેક ન્યૂઝ છે. જ્યારે તે બહાર ફરી રહ્યાં હતા એક હોટલમાં ભોજન પણ કર્યું. ત્યાં ટીવી પર ન્યૂઝ જોઇને જાણ થઇ કે વિકાસે 8 લોકોની હત્યા કરી છે. ઋચાનું કહેવું છે કે વિકાસ તેને કંઇ જણાવતો ન હતો તેની સાથે ચર્ચા પણ કરતો નહીં માત્ર પૈસા મોકલતો રહેતો.

ઋચા દુબેનું સ્પષ્ટ કહેવું છે કે તેને ખબર ન હતી કે ત્યાં શું થયું. બંદુકો અંગે પણ જાણ ન હતી જ્યારે હું ત્યાં ગઇ તો ઘરમાં બધા ખુશ રહેતા હતા. ત્યાં સુધી કે વિકાસે તેણીને જણાવ્યું કે લોકડાઉન દરમિયાન ત્રણ મહિના સુધી 15 પોલીસકર્મીઓને ભોજન કરાવી રહ્યો હતો. ઋચા દુબેએ જણાવ્યું કે વિનય તિવારીને ચહેરાથી ઓળખતી હતી. બાકી કોઇ અંગે કંઇ ખબર નથી.

ઋચા દુબેએ વિકાસના ઘર એટલે કે સાસરિયા અંગે જણાવ્યું કે તે ત્યાં ફોર્સફૂલીજતી હતી. સાસરિયામાં 50 ટકા લોકોને તે ઓળખતી ન હતી. તે બાળકોને લઇને ત્યાં જતી હતી. સવારે જતી અને રાતે પરત ફરી જતી. તેણીનું કહેવું છે કે તે પોતાના બાળકોને ગેંગસ્ટરની સંતાનો કહેડાવવા નહોતી ઇચ્છતી. તેના જીવનનું ધ્યેય બાળકોને ગુનાહિત દુનિયાથી દૂર રાખવાનું હતું. એક પુત્ર મેડિકલમાં છે અને બીજાએ પણ સારા માર્ક્સ મેળવ્યા છે. તેના જીવનનું એક જ ધ્યાય માત્ર બાળક જ હતા.

બીકરુ શૂટઆઉટની રાતે જ્યારે વિકાસે પોતાની પત્ની ઋચા દુબેને ફોન કર્યો હતો ત્યારે કે તે કહે છે કે તેણીએ વિકાસને કહ્યું હતું કે તેનું ઘર બરબાદ કરી નાખ્યું છે. આ વાત સાંભળી વિકાસે ઋચા સાથે ગાળા-ગાળી કરી હતી જેનાથી ગુસ્સે થઇને ઋચાએ ફોન પછાડી દીધો હતો.8 પોલીસકર્મીની હત્યાના સવાલ પર ઋચાએ વિકાસ અંગે ખુલાસો કરતા કહ્યું કે તે હેવી એનજાઇટીનો શિકાર હતો. જેની સારવાર ચાલી રહી હતી. પરંતુ યોગ્ય ઉપચાર ન થઇ શક્યો. કારણ કે તેની પાસે ઓછો આવતો હતો. તેની એનજાઇટી અટેકના કારણે જ તેણે આ કૃત્ય કર્યું. આ પહેલા તે બોલી કે ગુનેગાર કોઇ જન્મથી હોતા નથી. વિકાસની આસપાસના લોકોએ તેને ગુનેગાર બનાવ્યો હતો.

ઋચા દુબેનું કહેવું છે કે તેનો વિકાસ સાથે માત્ર ભારતીય નારી, પત્ની હોવાને કારણે જ સંબંધ હતો. તે બસ પોતાના બાળકોને ઉછેર રહી હતી. નેતાઓ અને અધિકારીઓ સાથે વિકાસના સંબંધો પર ઋચા દુબેનું કહેવું છે કે તેને આ બધુ ન્યૂઝપેપરથી જાણવા મળ્યું. મીડિયામાં આવતા ન્યૂઝથી જાણકારી મળતી હતી કે તે ક્યાં ગયા અથવા જ્યારે તેનો ફોટો છપાતો. એક મહિલા સાથે વિકાસના સંબંધ અને તેની સાથે ઉભા રહેવાના સવાલ પર ઋચા દુબેએ ભરપૂર આત્મવિસ્વાસ સાથે કહ્યું કે વિકાસનું ચરિત્ર ખરાબ ન હતું. તે જીદ્દી માણસ હતો. ગુસ્સાવાળો હતો પરંતુ ચરિત્ર ખરાબ ન હતું. એક પત્નીથી વધુ પતિના ચરિત્રને કોઇ ઓળખી શકે નહીં.

બીકરુ શૂટઆઉટ પર તે કહે છે કે આ દંડનીય અપરાધ હતો. તેને ટીવી પર ન્યૂઝ જોઇ કહ્યું હતું કે હવે તે એક છતની નીચે નહીં રહે. આ કૃત્ય ભયાનક હતું. 200 વર્ષમાં આવું ક્યારેય થયું ન હતું. ઋચા કહે છે કે એ રાતે જ્યારે વિકાસને પાંચ કલાક પહેલા જ ખબર મળી ચૂકી હતી કે પોલીસ તેને પકડવા આવી રહી છે તો તે દશ મિનિટ માટે ત્યાંથી હટી શકતાં હતા બાદમાં પોતાની વાત કાયકાદીય રીતે રાખી શકતાં હોત પરંતુ ત્યાં જે થયું તે ભયાનક કૃત્ય હતું. વિકાસ દુબેનું એન્કાઉન્ટર કરવાના સવાલ પર ઋચા દુબેએ જણાવ્યું કે તેને ન્યાયપાલિકા પર સંપર્ણ ભરોસો છે. જે નિર્ણય કોર્ટ આપશે તેનો સ્વીકાર કરશે. ઋચાએ કહ્યું કે પોલીસે કોઇ ખોટું કૃત્ય નથી કર્યું. પોલીસે યોગ્ય જ કર્યું. જે તેઓએ કર્યું તેની સજા મળી ગઇ.

ઋચા દુબેએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેનું દુખ કોઇને પણ શેર કરી શકે તેમ નથી. તેણીને આજ સમાજમાં રહેવાનું છે. તે સામાજિક મહિલા છે. સમાજને અપીલ છે કે લોકો તેનો સાથ આપે. બાળકોને ભણાવવામાં મદદ કરે. બાળકો શોકમાં છે. નાનો પુત્ર વાત કરવાથી પણ બચી રહ્યો છે. જય વાજપેયી અને વિદેશમાં વિકાસ દુબેની સંપત્તિના સવાલ પર ઋચા દુબેએ કહ્યું કે તે તેના વિશે વધુ નથી જાણતી. તે તેને એક વખત જ મળી હતી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં. જો કરોડોની સંપત્તિ-પ્રોપર્ટી હોત તો 1600 ફૂટના મકાનમાં રહેવાને બદલે વિદેશમાં રહેતી હોત. સંપત્તિ અંગે બધા ન્યૂઝ ખોટા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page