Only Gujarat

FEATURED National

પત્નીના પ્રેમીએ પુત્રીની હત્યા કરતાં જ પિતાને લાગ્યો મોટો આઘાત પછી…..

હૈદરાબાદમાં એક પિતા પોતાની પાંચ વર્ષિય પુત્રીની હત્યાનો આઘાત સહન કરી શક્યો નહીં અને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. એસ કલ્યાણ રાવે કથિત રીતે ટ્રેન નીચે આવી જીવ આપી દીધો કારણ કે 2 જુલાઇએ તેની પાંચ વર્ષની પુત્રીની હત્યા થઇ ગઇ હતી. જે બાળકીના કારણે પિતાએ આપઘાત કર્યો તેનું નામ અધિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઇંડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે ઘટનાને લઇને ભોંગીરના રેલવે પોલીસ ઇંસ્પેક્ટર એસ કાંતા રાવે કહ્યું કે ગ્રામજનોએ કલ્યાણના મૃતદેહને પાટા પર પડ્યો જોયો અને ભોંગીર સ્ટેશન માસ્ટરને આ અંગે જાણકારી આપી હતી.

અધિયાના મૃત્યુ બાદ કલ્યાણ રાવે ઘાટકેસર છોડી દીધું અને ભોંગીર શહેરમાં પોતાના ભાઇઓ સાથે રહેવા લાગ્યો. તે ખુબ જ પરેશાન હતા અને અચાનક શાંત રહેવા લાગ્યો. શનિવાર 11 જુલાઇની સવારે કલ્યાણ 9.30ની આસપાસ ઘરેથી નીકળી ગયો અને થોડા કલાક બાદ તેના ભાઇઓને આસપાસ રહેતા લોકોએ પાટા પર એક મૃતદેહ પડ્યો હોવાની જાણકારી આપી. બાદમાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને મૃતદેહની ઓળખ તેમના ભાઇ કલ્યાણનો હોવાની કરી.

ભોંગીર જિલ્લામાં ગ્રામ રાજસ્વ અધિકારી તરીકે કામ કરતાં 37 વર્ષિય કલ્યાણ, પોતાની પત્ની અનુષા અને પુત્રીની સાથે ઘાટકેસરમાં ટ્રાંસફર થયા બાદ રહેવા ગયા હતા. રિપોર્ટ પ્રમાણે ત્યાં તેમની પત્ની અનુષાની મુલાકાત કરુણાકર નામના શથખ્સ સાથે થઇ ત્યારબાદ બંને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.

ભોંગીર જિલ્લામાં ગ્રામ રાજસ્વ અધિકારી તરીકે કામ કરતાં 37 વર્ષિય કલ્યાણ, પોતાની પત્ની અનુષા અને પુત્રીની સાથે ઘાટકેસરમાં ટ્રાંસફર થયા બાદ રહેવા ગયા હતા. રિપોર્ટ પ્રમાણે ત્યાં તેમની પત્ની અનુષાની મુલાકાત કરુણાકર નામના શથખ્સ સાથે થઇ ત્યારબાદ બંને એક બીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.

ક્રોધિત થઇને કરુણાકરે સર્જિકલ ચાકુથી અનુષાની પુત્રી અધિયાનું ગળું કાપી નાખ્યું અને આત્મહત્યાના ઇરાદેથી પોતે પણ ઘાયલ થઇ ગયો. હોસ્પિટલ લઇ જતી વખતે અધિયાનું મૃત્યુ થઇ ગયું અને કરુણાકરને અસ્માનિયા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. કરુણાકર વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો અને તેને 7 જુલાઇએ હોસ્પિટલમાં રજા થયા બાદ જેલમાં ધકેલી દેવામાં આવ્યો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page