Only Gujarat

FEATURED National

4 મિત્રોએ અન્ય મિત્રની હત્યા કરી ખેતરમાં દાટી લાશ પછી જે કર્યું તે કલ્પના બહારનું હતું

ઉત્તરપ્રદેશના મેરઠના જિટોલા ગામમાં ચાર મિત્રોએ સાથે મળી સાથીની હત્યા કરી દીધી. આ ઘટનાને દારૂ પાર્ટી દરમિયાન અંજામ આપી દીધો. પ્લાન અંતર્ગત મિત્રોએ તેના મૃતદેહને ખેતરમાં દાટી દીધો. પરંતુ પકડાઇ જવાના ડરથી તેના મૃતદેહને કાઢી ટૂકડા ટૂકડા કરી દીધા. ત્યારબાદ મૃતદેહને એક બોરવેલમાં ફેંકી દીધો. પરંતુ જતી વખતે તે એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા. તો પરિવારજનોનો આરોપ અને સીસીટીવીના રેકોર્ડ જોયા બાદ પોલીસે ત્રણ મિત્રોને પકડી લીધા. બાદમાં આરોપીઓને સાથે રાખી બોરવેલમાંથી મૃતદેહ કાઢવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ફાઝલપુર ગામમાં રહેતા રુપક 25 જુને પોતાના મિત્રો સાથે પાર્ટી કરવાની વાત કરી ઘરેથી નીકળ્યો હતો. પરંતુ તે ફરી ઘરે પરત ફર્યો ન હતો. ત્યારબાદ પરિવારજનોએ તલાશ હાથ ધરી હતી અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી.

મેરઠના એસપી સિટી અખિલેશ નારાયણ સિંહે જણાવ્યું કે પુછપરછમાં એવી વાતો સામે આવી છે કે મુખ્ય આરોપી વિકાસ અને રુપક વચ્ચે વિવાદ થયો. રૂપકની બહેનને લઈને શરૂ થયેલી વાતે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું.

મેરઠના એસપી સિટી અખિલેશે જણાવ્યું કે આરોપીઓએ રૂપકને ગોળી મારી અને પછી લાશને ઇંટના ભઠ્ઠા નજીક એક ખેતરમાં દાટી દીધી. પરંતુ પકડાઇ જવાના ડરથી ફરી લાશને બહાર કાઢી હતી.

રામવીર ફૌજીના ખેતરના મલકુપના 250 ફૂટ ઉંડા 8 ઇંટ બોરવેલમાં મૃતદેહના નાના-નાના ટૂકડા કરવામાં આવ્યા. પરંતુ રૂપકને લઇ જતા મિત્રો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા.

ફરિયાદના આધારે આરોપીઓમાંથી કેટલાકની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તપાસ કરવામાં આવી તો સમગ્ર ચોંકાવનારી હકિકત સામે આવી ગઇ.

તપાસ દરમિયાન સીસીટીવી કેમેરામાં આરોપીઓ જતા દેખાઇ ગયા. જેના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઇ. જો કે મુખ્ય આરોપી પોલીસની પકડથી દૂર છે.

પોલીસ બોરવેલમાં તપાસ કરી તો તેમાં પાણી નાખવાથી દુર્ગંધ આવવા લાગી જેના કારણે 250 ફૂટ ઉંડા બોરવેલથી મૃતદેહ કાઢવા માટે જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જો કે હજુ સુધી મૃતદેહ બહાર નીકળ્યો ન હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page