Only Gujarat

National

સુશાંતની આત્મહત્યાની લાગ્યો હતો ઊંડો આઘાત, બે લોકોએ ટૂંકાવી લીધું જીવન

પટનાઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપુતના મોત પછી ફેન્સ ખૂબ જ આઘાતમાં છે. એવામાં પટનામાં એક કિશોરે સ્યૂસાઈડ કર્યાના સમાચાર સામે આવ્યા હતા. એવાં પણ સમાચાર સામે આવ્યા છે કે, એક છોકરીએ પણ સુશાંત સાથે જોડાયેલો એક વીડિયો જોઈ તેની માની સાડીથી ફંદો બનાવી આત્મહત્યા કરી છે, ‘એમ. એસ. ધોની અનટોલ્ડ સ્ટોરી ફિલ્મ જોયા પછી આત્મહત્યા કરી હતી. જોકે, આ બંને ઘટના અલગ-અલગ છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

રાજેન્દ્રનગર રોડ નંબર 12માં રહેતી વિદ્યાર્થીની ઇશિકા કુમારીએ 10માં ધોરણની પરીક્ષા આપી હતી. તે છેલ્લાં બે દિવસથી ડિપ્રેશનમાં જતી રહી હતી. પરિવાર મુજબ, ઇશિકાએ દિવસ દરમિયાન એક્ટર સુશાંત સિંહ રાજપુતના સ્યૂસાઇડથી અંતિમ સંસ્કાર સુધીની સ્ટોરી ટીવી અને મોબાઇલ પર જોઈ હતી.

ઇશિતા એક્ટર સુશાંત સિંહની ફિલ્મ પણ જોતી હતી. તે સમયે તેની મા ગૌરી સોમવારે ધાબા પર ચાલવા ગઈ હતી. રાતે 10.50 જ્યારે તેની મા નીચે આવી તો તેને જોયું કે તેમની જ સાડીથી ઈશિકાએ પંખે ફંદો લગાવી ગળેફાંસો ખાધો હતો.

ગૌરીની માએ તેમની દીકરી ઈશિકાને ફંદા પરથી ઉતારી હતી. આ પછી સંબંધીઓને ફોન કરી તે દીકરી ઈશિકાને પીએમસીએચ લઈ ગયા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી.

ઈશિકાના પિતા રંજન કુમાર પ્રાઇવેટ કામ કરે છે. મા ગૌરી પટનામાં એક પબ્લિશિંગ કંપનીમાં કામ કરે છે. ઈશિકા બંને બહેનોમાં મોટી હતી. મા ગૌરી દેવીએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે, ‘મેં ઈશિકાને સુશાંતના સ્યૂસાઇડની સ્ટોરી મોબાઇલ અને ટીવી પર જોવાની ના પાડી હતી પણ, તે માની નહીં.’

આ તરફ ચંડીના લોદીપુર ગામમાં ઉમા શંકર લાલના દીકરા ગૌતમ કુમારે એક્ટર સુશાંત સિંહ રાજપુતનો મોટો ફેન્સ હતો. પરિવારના જણાવ્યા મુજબ, મંગળવારે તેણે એક્ટર સુશાંત સિંહ રાજપુતની ફિલ્મ ‘એમ. એસ. ધોનીઃ અનટોલ્ડ સ્ટોરી’ જોઈ હતી. આ પછી ગામમા ગયો અને પાછા આવી તે ખુદ રૂમમાં પૂરાઈ ગયો હતો.

ઘણીવાર સુધી ગૌતમ કુમાર રૂમમાંથી બહાર ન આવતા પરિવારના લોકો તેને બોલાવવા ગયા હતાં. બહારથી રૂમ ખોલવા માટે કહેતા તેને કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. પરિજનોએ બારીમાંથી જોયું તો ગૌતમ કુમારે ગળેફાંસો ખાધો હતો. આ મામલે પોલીસ ઇન્સપેક્ટર રિતુ રાજ કુમારે જણાવ્યું હતું કે, મૃતકના પરિજનોનું કહેવું છે કે, ગૌતમ કુમાર સુશાંત સિંહના મોતથી ખૂબ જ આઘાતમાં હતો. જેને લીધે તેને આત્મહત્યા કરી છે. આ મામલે તપાસ થઈ રહી છે.

You cannot copy content of this page