Only Gujarat

Bollywood

ખૂબ જ લક્ઝુરિયર્સ ફ્લેટમાં રહેતો સુશાંત, ઘરને સજાવવાનો હતો ખૂબ શોખ

સુશાંત સિંહે રવિવારે મુંબઈમાં આવેલા પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. સુશાંતે ઉઠાવેલા આ પગલાએ તમામ લોકોને હચમચાવીને રાખી દીધા છે અને તમામ લોકોના મનમાં એ સવાલ ઉભો થયો છે કે હંમેશા હસતા રહેતા સુશાંતે આખરે આવું પગલું કેમ ભર્યું? જો કે, સુશાંતનું આત્મહત્યા કરવાનું કારણ તેનું ડિપ્રેશનમાં હોવું બતાવવામાં આવી રહ્યું છે. બિહાર સાથે સંબંધ ધરાવતા સુશાંત સિંહ અહીં સુધી ઘણી મહેનત બાદ પહોંચ્યા હતા. તેમણે મુંબઈમાં આવેલા પોતાના ઘરને પોતાની મહેનતથી સજાવ્યું હતું.

સુશાંત 6 મહિના પહેલાં બાન્દ્રાના ડુપ્લેક્ષ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયો એ પહેલાં પણ એક લક્ઝુરિયર્સ ફ્લેટમાં રહેતો હતો. આ ફ્લેટને સુશાંતે પોતાના હાથે હાથોથી સજાવ્યો હો. તેમણે ઘરના એક એક ખૂણાને એવી રીતે સજાવ્યો હતો જેવા ઘરનું તેણું સપનું જોયું હતું. સુશાંતે જ્યારે ટીવી પર ડેબ્યૂ કર્યું હતું ત્યારથી જ તેમણે પોતાના સપનાનું આશિયાનું લેવાનું સપનું જોયું હતું.

સુશાંતે પોતાના સપનાને પુરું કર્યું અને પોતાના આશિયાનાને, જેવી રીતે તેઓ ઈચ્છતા હતા તેવી રીતે સજાવ્યું. સુશાંતને એન્ટીક ચીજોનો ખૂબ જ શોખ હતો. તેમના ઘરમાં અનેક એવી વસ્તુઓ છે, જે જૂના જમાનાની હોય, જે હવે એટલી જોવા નથી મળતી. સુશાંતને આકાશ અને તારા જોવાનો ખૂબ જ શોખ હતો.

સુશાંતના ઘરમાં એક રૂમ પણ હતો, જેમાં તેણે એક ટેલિસ્કોપ રાખ્યું હતું. જેના માધ્યમથી તે આકાશમાં તારામંડળોને જોયા કરતા હતા. સુશાંતને અંતરિક્ષમાં ખૂબ જ રસ હતો. જેના માટે તેણે ટેલિસ્કોપ ખરીદ્યું હતું. પરંતુ હવે એ ટેલિસ્કોપમાંથી કોઈ આકાશ નહીં જુએ. સુશાંત સિંહ રાજપૂતને પુસ્તકો વાંચવાનો પણ ખૂબ જ શોખ હતો.

સુશાંતના સ્ટડી રૂમમાં ઘણા બધા પુસ્તકો હતા. જેને સુશાંત સમય મળે ત્યારે વાંચતા હતા. સુશાંતનો સ્વભાવ ઈન્ટ્રોવર્ટ હતો. તેઓ બહુ કોઈ સાથે વાત નહોતા કરતા. જેથી તેમણે પુસ્તકોને પોતાના મિત્ર બનાવી રાખ્યા હતા. સુશાંતના ઘરમાં એક ગિટાર પણ હતું, જે તેઓ સમય મળતા વગાડતા હતા. જો કે, તે ગિટાર વગાડવામાં એટલા નિપુણ પણ નહોતા. પરંતુ, તેમ છતાં સુશાંતને શોખ હતો. પોતાનો શોખને પૂરો કરવા માટે સુશાંતે ગિટાર પણ લઈને રાખ્યું હતું.

સુશાંતે પોતાના બેડરૂમને પણ સારી રીતે સજાવીને રાખ્યો હતો. તેમના રૂમમાં એક પ્રોજક્ટર પણ હતું, જેના માધ્યમથી તેઓ ફિલ્મો, કાર્ટૂન અને ટીવી શો જોતા હતા. કારણ કે તેમને મોટા પડદા પર જ જોવાનું પસંદ હતું. સુશાંતને પીળો રંગ ખૂબ જ પસંદ હતો એટલે તેણે પોતાના સ્ટડી ટેબલનો રંગ પીળો રાખ્યો હતો. સુશાંત ત્યાં બેસીને પુસ્તકો વાંચતા રહેતા હતા. પરંતુ, તેના ઘરનો એક ખૂણો હવે સૂનો જ રહેશે. હવે સુશાંત તેમાં ક્યારેય નહીં દેખાય.

સુશાંત સિંહ રાજપૂતના એક રૂમમાં કેટલાક ફોટોસ પણ છે, જે જૂના જમાનાના છે. જેને સુશાંતે ખૂદ પસંદ કરીને લગાવ્યા હતા. સુશાંતના ઘરની બાલ્કનીમાંથી ખૂબ જ સારો વ્યૂ જોવા મળે છે. તેમની બાલ્કનીમાંથી આખો સમુદ્ર દેખાય છે. જ્યાં સુશાંત ઉભા રહીને ચા/કૉફી પીતા હતા. સુશાંતે ખૂબ જ પ્રેમથી આ ઘરને સજાવ્યું હતું. પરંતુ, આ ઘરમાં થોડો સમય જ રહી શક્યા. આ ઘરમાં હવે તઓ નથી, પણ હા….તેમની યાદો જરૂર છે.

You cannot copy content of this page