Only Gujarat

Bollywood Sports

90ના દાયકાના ટીવીના આ પાંચ સુપર સ્ટાર આજે કેવા દેખાય છે? જુઓ તસવીરો

મુંબઈ: બોલીવૂડ હોય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ બંનેમાં 90ના દાયકાના કેટલાક અભિનેતા અને અભિનેત્રીઓએ રાજ કર્યું છે. કેટલાક તો આજે પણ ટેલિવિઝન અથવા બોલીવૂડ પર કબજો જમાવીને બેઠા છે. તો કેટલાક કલાકાર એવા પણ છે જે હવે ટીવીની દુનિયાથી દૂર એક અલગ જીવન જીવી રહ્યાં છે. પરંતુ તેમની ઓળખ ત્યારથી લઇને અત્યાર સુધી એજ છે. તેઓને આજે પણ ટેલિવિઝનના શક્તિમાન, અનુરાગ અને ચંદ્રકાંતાના નામથી ઓળખવામાં આવે છે. આવા જ 90ના દાયદાના પાંચ સ્ટાર અંગે જાણીએ જે આજે ટેલિવિઝનથી દૂર અલગ જીવન જીવી રહ્યાં છે.


મુકેશ ખન્ના:
મુકેશ ખન્ના આજેપણ શક્તિમાન નામથી ઓળખાય છે. 90ના દાયકામાં મુખેશ ખન્નાનો જેવો ક્રેઝ હતો તે આજસુધી જોવા મળ્યો નથી. બાળકો મુકેશ ખન્નાના રોલ શક્તિમાન માટે ખુબ જ ઘેલા બન્યા હતા. શક્તિમાનની ડ્રેસ તેમની સ્ટાઇલ દરેકને દીવાના બનાવી દેતા. મુકેશ ખન્નાએ લાંબા સમય સુધી ટેલિવિઝન પર અનેક ભુમીકા નીભઆવી પરંતુ તેમના દરેક રોલ પર શક્તિમાનનું પાત્ર ભારે પડ્યું. હાલ મુકેશ ખન્ના ટેલિવિઝનની દુનિયાથી દૂર છે અને મુંબઇમાં પોતાની એક એક્ટિંગ સ્કૂલ ચલાવી રહ્યાં છે.


શિખા સ્વરૂપ:
આમ તો ચંદ્રકાંતાની ભુમીકા અત્યારસુધી અનેક અભિનેત્રી નીભાવી ચૂકી છે, પરંતુ આ પાત્રમાં અભિનેત્રી શિખા સ્વરૂપને અત્યારસુધી કોઇ ભૂલી શક્યું નથી. 90ના દાયકામાં શિખાએ ટીવી સીરિયલ ચંદ્રકાંતામાંથી ઓળખ બનાવી હતી. લોકો તેને ચંદ્રકાંતાના નામથી જ ઓળખવા લાગ્યા હતા. શિખા 1988માં મિસ ઇન્ડિયાનો ખિતાબ પણ જીતી ચૂકી છે. ચંદ્રકાંતા બાદ શિખા રામાયણમાં પણ નજર આવી ચૂકી છે. પરંતુ આજેપણ તેને ચંદ્રકાંતાની ભૂમીકા માટે કોઇ ભૂલ શક્યું નથી.


સીજેન ખાન:
નાના પરદા પર કસોટી જીંદગી કીમાં અનુરાગની ભુમિકા નિભાવી પ્રખ્યાત થયેલા અભિનેતા સીરજેન ખાન હાલ પોતાનો બિઝનેસ સંભાળી રહ્યાં છે. સીજેને વર્ષ 2009માં સીતા ઔર ગીતા સીરિયલમાં કામ કર્યું હતું. ત્યારબાદથી સીજેન લાઇમ લાઇટથી દૂર થઇ ગયા. સીજેન પોતાની પ્રથમ સીરિયલથી ખુબ ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ સીજેને ‘ક્યા હાદસા ક્યા હકીકત’, ‘પિયા કે ઘર જાના હેં’ જેવી અનેક સીરિયલ્સમાં કામ કર્યું. પરંતુ સીજેનને આજેપણ લોકો અનુરાગના નામથી જ જાણે છે.


અરુણ ગોવિલ:

ટેલિવિઝનની દુનિયામાં સૌથી સુંદર રામાયણમાં રામની ભુમીકા કરનાર અભિનેતા અરુણ ગોવિલ આજે પણ પોતાના પાત્ર માટે પ્રખ્યાત છે. અરુણ ગોવિલમાં લોકોએ સૌથી પહેલા ભગવાન રામની છબી દેખાઇ હતી. ત્યારબાદથી લોકો રામના પાત્રને વધુ નજીકથી સમજ્યા હતા. કહેવામાં આવે છે કે લોકો અરુણ ગોવિલને 90ના દાયકામાં રામ જ સમજવા લાગ્યા હતા. રામાયણ સિવાય અરુણ અનેક નવી સીરિયલ્સમાં નજર આવ્યા હતા. પરંતુ તેઓ આજેપણ પોતાના રામના પાત્ર માટે જાણીતા છે. હાલ અરુણ ટેલિવિઝનની દુનિયાથી દૂર જીવન પસાર કરી રહ્યાં છે.


શ્વેતા ક્વાત્રા:
કહાની ઘર ઘર કી સીરિયલમાં પલ્લવીની ભુમીકા નિભાવી જાણીતી બનેલી અભિનેત્રી શ્વેતા ક્વાત્રાને કોઇ નથી ઓળખતું. શ્વેતાએ આ સીરિયલ બાદ અનેક ટીવી સીરિયલ્સમાં નજર આવી ચૂકી છે. છેલ્લે શ્વેતા સબ ટીવી પર આવતી સીરિયલ બાલવીરમાં નજર આવી હતી. ત્યારબાદથી શ્વેતા ટીવીની દુનિયાથી ગાયબ થઇ ગઇ છે.

You cannot copy content of this page