Only Gujarat

Sports

એક સમયે હાર્દિક પંડ્યા પાસે બેટ ખરીદવાના પૈસા નહોતા ને આજે કંઈક આવી જીવે છે રજવાડી LIFE

આઇપીએલ 2015થી કરિયરની શરૂઆત કરનાર હાર્દિક પંડ્યાએ માત્ર પાંચ વર્ષમાં જ સફળતાના શિખર સર કરી લીધા છે. વડોદરાથી ડોમેસ્ટિક ક્રિકેટ રમીને તેમણે આઇપીએલમાં ખરા અર્થમાં સ્ટારડમ મેળવ્યું. હાર્દિકની જેમ તેમનો ભાઇ કૃણાલ પંડ્યા પણ સ્ટાર પ્લેયર છે. શું તમે જાણો છો કે, જે હાર્દિક પંડ્યા આજે તેમની લેવિશ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. તે હાર્દિક પાસે એક સમયે બેટ ખરીદવાના પણ પૈસા ન હતા. આજે તેમણે તેમના દમ પર ટોપ પ્લેયરમાં સ્થાન મેળવ્યું છે. તો તળેટીથી લઇને શિખર સુધીનો હાર્દિક પંડ્યાનો સફર કેવો રહ્યો આવો જાણીએ…..

11 ઓક્ટોબર 1993 સુરતમાં જન્મેલા હાર્દિક પંડ્યા આજે કોઇ પરિચયના મોહતાજ નથી. આજે હાર્દિક તેમની લેવિસ લાઇફને લઇને જ નહીં પરંતુ તેમના શાનદાર ક્રિકેટના કારણે પર ચર્ચામાં રહે છે..

જો કે હાર્દિંક માટે અહીં સુધી પહોંચવાનો સફર સરળ ન હતો. જ્યારે તે પાંચ વર્ષનો હતો ત્યારે તેમના પિતાજીનો વ્યવસાય ભાંગી પડ્યો. આ સમયે પરિવારમાં ખાવાના પણ ફાંફાં હતા. તેમનો પરિવાર એક સમય જ જમીને દિવસો પસાર કરવા લાચાર હતો.

આ સમયે ઘરની આર્થિક સ્થિતિને જોતા હાર્દિકે અભ્યાસ પણ વચ્ચે જ છોડી દેવો પડ્યો. આવા સંજોગોના કારણે તેમણે માત્ર નવમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે.

આ તમામ પરિસ્થિતિ હોવાછતાં પણ તેમના પિતાએ બંને દીકરાનો ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ જોતા. બંનેનું એડમિશન કિરણ મોરે ક્રિકેટ એકેડમીમાં કરાવી દીધું.

એક ઇન્ટરવ્યુમાં હાર્દિકે જણાવ્યું હતું કે, શરૂઆતના દિવસોમાં તેમની પાસે બેટ ખરીદવાના પણ પૈસા ન હતા. તે અન્ય લોકોનું બેટ માંગીને પ્રેકટિસ કરતા હતા.

દીકરાની ક્રિકેટમાં રૂચિને જોતા પિતાએ વડોદરાથી મુંબઇ શિફ્ટ થવાનું વિચાર્યું. આ રીતે હાર્દિકે ક્રિકેટમાં કુશળતા પ્રાપ્ત કરતા માત્ર 22 વર્ષની ઉંમરે જ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ડેબ્યૂ કર્યું.

દીકરાની ક્રિકેટમાં રૂચિને જોતા પિતાએ વડોદરાથી મુંબઇ શિફ્ટ થવાનું વિચાર્યું. આ રીતે હાર્દિકે ક્રિકેટમાં કુશળતા પ્રાપ્ત કરતા માત્ર 22 વર્ષની ઉંમરે જ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ડેબ્યૂ કર્યું.

ક્રિકેટ જગતનો આ ચમકતો સિતારો આજે શિખર પર છે. મેદાનમાં ચોગ્ગા, છગ્ગા લગાવવાના હોય કે પછી ફાસ્ટ બોલિંગ કરવી હોય. હાર્દિક કરી બતાવે છે. હાર્દિક તેમની ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી છે.

હાલ તે આઇપીએલ 2020 દુબઇમાં રમી રહ્યો છે અને મંબઇ ઇન્ડિયન્સમાં ધુવાંધાર બેટિંગ કરી રહ્યો છે. તેમની ટીમ આ સીરિઝમાં પણ પ્રબળ દાવેદાર જોવા મળી રહી છે.

You cannot copy content of this page