ઘરમાં આગ લાગતા ઈન્સ્પેક્ટરની પત્ની, બહેન અને ભાણીનું દર્દનાક મોત, જોનારાઓ રડી પડ્યા

જબલપુરઃ મધ્યપ્રદેશના જબલપુરમાં હાલમાં જ એક એવી ઘટના બની કે માત્ર આસપાસના લોકો જ નહીં, પોલીસની આંખોમાંથી પણ પાણી વહેવવા લાગ્યું હતું. એક ઘરમાં અચાનક આગ લાગવાને કારણે બહેન, પત્ની તથા ભાણીનું મોત થયું હતું. 70 વર્ષીય માતાને બચાવી લેવામાં આવી હતી. તેમને બચાવનાર ગાર્ડ રાહુલ વિશ્વકર્માએ આખી ઘટના અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે લોકોને બચાવવા માટે દોડીને ઘરમાં ગયો હતો અને હથોડા મારીને દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણવાર હથોડા માર્યા પછી દરવાજો તૂટ્યો હતો. તે ઘરડા માજીને તો બચાવી શક્યો પરંતુ તેમની દીકરી, ભાણી તથા વહુને બચાવી શક્યો નહીં.

જબલપુરમાં આઈટીઆઈ માઢોતાલમાં રહેતા સુરક્ષા ગાર્ડ રાહુલ વિશ્વકર્મા (28 વર્ષ)એ સૌ પહેલાં આગને કારણે બૂમો પાડતા આદિત્યને નજરે જોયો હતો. પશ્ચિમ મધ્ય રેલવે પ્રોટોકોક ઇન્સ્પેક્ટર આદિત્ય સોની પોતાના ઘરની બાલકનીમાંથી 70 વર્ષીય માતા અરૂણબાલા સોનીને બચાવવા માટે બૂમો પાડતો હતો. રાહુલે સૌ પહેલાં આદિત્યને જોયો હતો.

જબલપુરના ગોરાબજાર પિંક સિટીના ગેટ નંબર 3-4ની સુરક્ષા રાહુલ કરે છે. રાહુલે કહ્યું હતું કે રાતમાં તે અનેકવાર રાઉન્ડ મારે છે. રેલવેમાં પ્રોટોકોલ ઇન્સ્પેક્ટર આદિત્ય સોનીના ઘરથી ત્રીજા મકાનમાં રહેતા સીઓડી કર્મી પીયુષ દૂબે રાત્રે દોઢ વાગે ઘરે આવ્યા હતા. તેમના સાસુ હોસ્પિટલમાં એડમિટ છે. પત્ની મોનિકા દુબને ઘરે મૂકવા માટે કેટલાક મિત્રો આવ્યા હતા. પત્નીના મિત્રો સાથે પીયુષ દૂબે ગયા હતા. સવા બે વાગ તેની નજર બાલકનીમાં ઊભા રહેલા આદિત્ય પર પડી હતી. તે બૂમો પાડીને કહેતો હતો કે ભાઈ મારી મા નીચે ફસાયેલી છે, તેને કોઈ બચાવી લો. રાહુલે કહ્યું હતું કે તેણે બીઆઇએસની ટ્રેનિંગ લીધી છે અને તેને ખ્યાલ છે કે આવી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો. તે બૂમ સાંભળીને ગેટ કૂદીને અંદર ગયો હતો. દરવાજાને ત્રણ-ચાર લાતો મારી હતી, પંરંતુ દરવાજો ખુલ્યો નહોતો. બારીમાંથી આગની જ્વાળાઓ દેખાતી હતી. અંદર બેડરૂમમાં ફસાયેલા અરૂણબાલા બચાવોની બૂમો પાડતા હતા.

વધુમાં રાહુલે કહ્યું હતું કે તેણે આસપાસના લોકોને બોલાવ્યા હતા અને બેવાર ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થયો નહીં. ત્યાં સુધીમાં મોનિકા દુબેએ પોતાના પતિ પીયુષને પરત બોલાવી લીધા હતા. અન્ય લોકો આદિત્યના ઘરની સામે બનતા મકાનની પાઇપ લઈને રૂમમાં લાગેલી આગ બુજાવવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. બેવાર પ્રયાસ કરવા છતાંય દરવાજો તૂટ્યો નહોતો. ત્રીજીવાર તે મોનિકામેડમના ઘરમાંથી હથોડો લઈ આવ્યો હતો. જાળીવાળા દરવાજા સહિત અંદરનો દરવાજો તોડ્યો હતો. બાજુમાં રહેતા એક પડોશીએ ભીનો ધાબળો આપ્યો હતો. તે ઓઢીને પીયુષ દૂબે તથા તેમના બે મિત્રો અંદર ગયા હતા અને અરૂણબાલા સોનીને બચાવ્યા હતા.

અંતિમ શબ્દો હતા, અરે કોઈ તો બચાવો…: આ બધામાં 15 મિનિટ પસાર થઈ ગઈ હતી. ત્યારે ફર્સ્ટ ફ્લોરની સીડીની બાજુમાં આવેલી ગેલેરીમાંથી આદિત્યની બહેન રિતુ સોનીની બૂમો સાંભળવા મળી હતી. તેના અંતિમ શબ્દો હતા, ‘કોઈ તો બચાવી લો…’ પછી ત્યાં મૌન છવાઈ ગયું હતું. માત્ર આગની જ્વાળાના અવાજો હતા. અંદર એ હદે ધુમાડો હતો કે શ્વાસ લઈ શકાતો નહોતો. આગની જ્વાળાઓને કારણે મદદ કરવી શક્ય નહોતી. ફાયર બ્રિગેડની ગાડી આવી ગઈ હતી. તેની સીડીમાંથી આદિત્ય નીચે આવ્યો હતો.

પરિવાર વેરવિખેરઃ આગને ઓલવવામાં આવી ત્યારે ગેલેરીમાં બનેલા પૂજાસ્થળની બાજુમાં પર ઉર્ફે ધનવિસ્ટા તથા અંતિમ સમય સુધી દીકરીને બચાવવાનો પ્રયાસ કરતી માતા રિતુ (37)ની લાશ હતી. રિતુએ દીકરીને છાતી સરસી ચાંપી હતી અને બંનેની લાશ એકબીજાને ચીપકેલી જોવા મળી હતી. રિતુની પીઠ પર સીલિંગમાંથી ઓગળીને આવેલું પ્લાસ્ટિક ઓફ પેરિસ પડ્યું હતું. મા-દીકરી બંને એકબીજાને ચીપકેલા હતા. આ દૃશ્ય જોઈને કઠણ કાળજાના એવા પોલીસની આંખો પણ ભીની થઈ ગઈ હતી. બાથરૂમમાં આદિત્ય સોનીની પત્ની નેહા સોની (32)ની લાશ પડી હતી. તેના હાથ તથા શરીરમાં ફોલ્લા પડી ગયા હતા. તેનું મોત શ્વાસ રૂંધાવવાને કારણે થયું હતું.

સીલિંગને કારણે આગ ઝડપથી ફેલાઈઃ આદિત્ય સોનીએ પ્લાસ્ટિક ઓફ પેરિસથી સીલિંગ ડેકોરેટ કર્યું હતું. આ જ કારણે આખું ઘર લાક્ષાગૃહ બની ગયું હતું. રિતુ પર આ સીલિંગ પીગળીને પડી હતી. રૂમમાં રાખેલો તમામ સામાન કોલસા જેવો થઈ ગયો હતો. રૂમમાં એટલી ગરમી હતી કે પ્લાસ્ટર પણ નીકળી ગયું હતું અને ઈંટ દેખાતી હતી. બારીઓના કાચ તૂટી ગયા હતા. ઘરમાંથી નીકળેલી આગના જ્વાળાઓને કારણે આસપાસના મકાનોની દીવાલ કાળી પડી ગઈ હતી.

બહેન 10 દિવસ પહેલાં જ આવીઃ રેલવેમાં પ્રોટોકોલ ઇન્સ્પેક્ટર આદિત્ય સોનીને બે બહેનો છે. મોટી બહેન રિતુના લગ્ન ભોપાલમાં લાલઘાટી એરપોર્ટ રોડ પર રહેતા પત્રકાર રત્નેશ સરાફ સાથે થયા છે. પરી તેમની એકની એક દીકરી હતી. 10 દિવસ પહેલાં જ મા-દીકરી અહીંયા આવ્યા હતા. રિતુ-આદિત્યની માતા અરૂણાબાલાને કેન્સર છે અને તે અવારનવાર બીમાર રહે છે. આથી જ માતાની ખબર કાઢવા દીકરી રિતુ આવી હતી. બીજી બહેન વર્ષા ઓસ્ટ્રેલિયામાં રહે છે. આદિત્યનું પૈતૃક ગામ કરેલા નરસિંહપુર છે. ત્રણ વર્ષ પહેલાં તે પિંક સિટીમાં ઘર બનાવીને રહેવા આવ્યો હતો.

આદિત્યના લગ્ન બૈતુલમાં રહેતી નેહા સાથે 12 વર્ષ પહેલા થયા હતા, પરંતુ તેમને કોઈ સંતાન નહોતું. શહેરમાં આદિત્યના ફૂઆ સુરેશ કુમાર રહે છે. આદિત્યે સૌ પહેલાં આ ઘટનાની જાણ ફુઆને કરી હતી. હોસ્પિટલના શબઘરમાં રહેલી ત્રણ લાશોનું પોસ્ટમોર્ટમ કરાવવા માટે સુરેશ જ દીકરાઓ સાથે હોસ્પિટલ આવ્યા હતા. ભત્રીજી તથા દોહિત્રીની લાશો જોઈને તેમને ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો.

 

You cannot copy content of this page