Only Gujarat

FEATURED National

આ છે રાજસ્થાનના CM અશોક ગહલોતની પુત્રવધૂ, પતિ-સસરાની જેમ રાજકારણમાં નથી રસ

જયપુરઃ રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલનો હજુ અંત આવ્યો નથી. છેલ્લા 3 અઠવાડિયાથી અશોક ગહલોત અને ડેપ્યુટી સીએમ રહી ચૂકેલા સચિન પાયલટ વચ્ચે રાજકીય લડાઈ ચાલી રહી છે. પરંતુ આ દરમિયાન અમે તમારી સમક્ષ મુખ્યમંત્રી અશોક ગહલોતના પરિવાર વિશે જણાવી રહ્યાં છીએ, જેમની વિશે ઘણાં ઓછા લોકો જાણતા હશે. ખાસ કરીને તેમની પુત્રવધૂ હિમાંશી ગહલોત વિશે.

મુખ્યમંત્રી અશોક ગહલોતના પરિવારમાં 6 સભ્યો છે. તેમની પત્ની સુનીતા દીકરો વૈભવ, પુત્રવધૂ હિમાંશી, એક પૌત્રી. આ ઉપરાંત તેમની એક દીકરી સોનિયા છે, જેના લગ્ન મુંબઈના એક બિઝનેસમેનના પરિવારમાં થયા છે. ગહલોત સીએમ છે જ્યારે તેમનો દીકરો પણ રાજકરણમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને હાલ તે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનનો પ્રમુખ છે. આટલા મોટા પરિવારમાંથી આવવા છતા તેમની પુત્રવધૂ હિમાંશી એકદમ સામાન્ય જીવન જીવે છે અને રાજકરણથી દૂર જ રહે છે. પરંતુ પતિ અને સસરા સાથે ચૂંટણીના પ્રચાર-પ્રસાર સમયે તે તેમની સાથે જ રહે છે. હિમાંશી પોતાના સોશિયલ વર્કને કારણે સારી નામના મેળવી છે.

હિમાંશી ગહલોત એક એનજીઓ ચલાવે છે, તે એનજીઓની ડિરેક્ટર પણ છે, તેના એનજીઓનું નામ ‘ઈન્વેન્ટિવ હેલ્પિંગ હેન્ડ સોસાયટી’ છે. જે કેન્સર પીડિત બાળકોની મદદ કરે છે. આ ઉપરાંત ગરીબ બાળકોના અભ્યાસ માટે મદદ કરે છે. તે ગરીબ બાળકોને રોજગાર સંબંધિત ટ્રેનિંગ પણ આપે છે. હિમાંશીએ આ એનજીઓનો પ્રારંભ 2019માં જ કર્યો હતો. ગત વર્ષે હિમાંશી કેન્સર ટ્રિટમેન્ટને કારણે પોતાના વાળ ગુમાવનાર બાળકીઓ માટે હેર ડોનેશન કેમ્પ લગાવી ચર્ચામાં આવી હતી.

વૈભવ ગહલોત અને હિમાંશીના લગ્ન 15 વર્ષ અગાઉ 2005માં થયા હતા. તે સમયે વૈભવ સનલાઈટ કાર રેન્ટલ સર્વિસિઝ નામની કંપનીનો માલિક હતો. હિમાંશ રાજસ્થાનની પોદ્દાર મેનેજમેન્ટ કોલેજથી એમબીએનો અભ્યાસ કરી ચૂકી છે. હિમાંશીએ ગ્રેજ્યુએશન જોધપુરની કેએન ગર્લ્સ કોલેજથી કર્યું હતું. જ્યારે સ્કૂલ શિક્ષણ જોધપુરમાં જ મેળવ્યું હતું.

વૈભવની સાળી એટલે કે હિમાંશીની બહેન ગરિમા પંવાર આઈએએસ અધિકારી છે. ગરિમા પંવારે યુપીએસસી 2017માં પરિક્ષા આપી હતી અને 212મો રેન્ક મેળવ્યો હતો. હિમાંશી ગહલોત પેન્ટિંગમાં પણ સારી એવી સમજ ધરાવે છે. તે પોતાના આ શોખને સમયાંતરે પૂર્ણ કરવાનો પ્રયાસ પણ કરે છે.

 

આ તસવીર તે સમયની છે જ્યારે ગહલોત ત્રીજીવાર સીએમ બન્યા હતા, તે સમયે પુત્રવધૂ હિમાંશીએ આરતી કરી શુભકામના પાઠવી હતી.

આ તસવીર તે સમયની છે જ્યારે વૈભવ ગહલોત રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષની ચૂંટણી જીત્યા હતા. દીકરીએ પિતાને મિઠાઈ ખવડાવી શુભકામના પાઠવી હતી.

પોતાના એનજીઓ થકી વૃક્ષારોપણ કરાવતી હિમાંશી ગહલોત.

આ તસવીર 2019ની છે, જ્યારે સીએમ ગહલોત પોતાના પરિવાર સાથે દુર્ગા અષ્ટમીના પૂજનમાં સામેલ થયા હતા.

આ તસવીર તે સમયની છે જ્યારે અશોક ગહલોત ત્રીજીવાર સીએમ પદના શપથ લેવા પહોંચ્યા હતા, આ સમયે વૈભવ અને હિમાંશી સાથે તેમની દીકરી પણ પહોંચી હતી.

You cannot copy content of this page