Only Gujarat

Bollywood

બોલિવૂડના આ સ્ટાર્સ પાસે છે કરોડોની પ્રોપર્ટી, ચાહકો તો વિચારતા જ રહી જશે…!

મુંબઈઃ સામાન્ય વ્યક્તિ ઘણીવાર મોંઘીદાટ વસ્તુઓ ખરીદવા અંગે 10 વાર વિચારતો હોય છે કે તે તેના કામની છે કે નહીં. પરંતુ બોલિવૂડ સેલેબ્સ સાથે આવુ નથી. એક્ટર્સ પોતાની આવકનો મોટો હિસ્સો લક્ઝરી પ્રોપર્ટી અને એ પણ વિદેશમાં ખરીદવા પાછળ વધુ વાપરતા હોય છે. અહીં અમે તમારી સમક્ષ આવા જ બોલિવૂડ સેલેબ્સ અંગે માહિતી રજૂ કરી રહ્યાં છીએ.

અમિતાભ બચ્ચનઃ અમિતાભ માટે ઘર એક અલગ જ મહત્ત્વ ધરાવે છે. તેમની પાસે ભારતમાં ઘણા મોંઘા ઘર છે, એક્ટરે ઓવરસીઝમાં પણ વૈભવી પ્રોપર્ટી ખરીદી છે. રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ પાસે પેરિસમાં મોટી સંપત્તિ છે. અહીં તેમની 8 પ્રોપર્ટીઝ છે અને તેમના શાનદાર ઘરની કિંમત 3 કરોડ રૂપિયા જેટલી છે.

સલમાન ખાનઃ બોલિવૂડ સેલિબ્રિટીઝના દુબઈમાં પણ ઘરછે અને તેમાં સલમાન ખાન પણ સામેલ છે. બુર્ઝ ખલીફા પાસે પ્રોપર્ટી માટે સલમાને ઘણા પૈસા ખર્ચ્યા હતા. એડ્રેસ ડાઉનટાઉનમાં તેનો અપાર્ટમેન્ટ છે અને તે ઘણીવાર દુબઈ જાય છે.

જ્હોન અબ્રાહમઃ જ્હોન શાનદાર એક્ટર હોવાની સાથે એક સારો બિઝનેસમેન છે. તેણે અમુક સ્ટાર્ટઅપમાં પણ રોકાણ કરેલું છે. મૉડલથી એક્ટર બનેલા જ્હોનની મુંબઈમાં 60 હજાર સ્કે. ફૂટમાં પ્રોપર્ટી છે. આ ઉપરાંત તેના બેલ એર, લૉસ એન્જિલિસ, યુએસએમાં પૉશ એરિયામાં મકાન છે. આ એરિયામાં જેનિફર એનિસ્ટન, એન્જેલિના જોલી જેવા સેલેબ્સ રહે છે.

શાહરુખ ખાનઃ બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની વિદેશમાં પણ સારી એવી ફેન ફોલોઈંગ છે. આ સાથે જ તેની વિદેશમાં પણ સારી એવી પ્રોપર્ટી છે. દુબઈમાં લક્ઝરી પ્રોપર્ટી ઉપરાંત સેન્ટ્રલ લંડનના પાર્ક લેન એરિયામાં એપાર્ટમેન્ટ પણ તેનું છે. આ માટે તેણે ઘણો ખર્ચ કર્યો છે. તેની પ્રોપર્ટીની કિંમત 187 કરોડ જેટલી હોવાનું સામે આવ્યું છે. આ તેની કિંમતી પ્રોપર્ટીમાંથી એક છે. શાહરુખની ગલ્ફ સ્ટેટમાં ઘણી પ્રોપર્ટી છે.

અક્ષય કુમારઃ બોલિવૂડના ખેલાડી કુમાર એવા અક્ષય કુમાર પાસે ભારત ઉપરાંત વિદેશમાં પણ સારી એવી સંપત્તિ છે. તેમને એક એપાર્ટમેન્ટ પૂરતુ ના હોવાથી તેમણે ટોરન્ટો(કેનેડા)માં સંપૂર્ણ હિલ જ ખરીદી લીધું જેમા બીજા એપાર્ટમેન્ટ્સ અને બંગલા સામેલ છે. આ ઉપરાંત બીચ પર એન્જોય કરતા સમયે આરામ માટે અક્ષયે મોરેશિયસમાં પણ એક શાનદાર બીચ બંગલો ખરીદી લીધો.

શિલ્પા શેટ્ટી કુંદ્રાઃ બોલિવૂડ એક્ટ્રેસ અને બિઝનેસવુમન શિલ્પા શેટ્ટી કુંદ્રા ઓવરસીઝમાં 3 શાનદાર ઘર છે. શિલ્પાને સૌથી મોંઘી વેડિંગ ગિફ્ટ તેના પતિએ 19મા માળ પર એપાર્ટમેન્ટ લઈને આપ્યો હતો જે દુબઈના બુર્ઝ ખલીફામાં છે. જોકે પછી કપલે આ પ્રોપર્ટી વેચી દીધી હતી. આ ઉપરાંત સરેના વેબ્રીજમાં પણ તેમનું 7 બેડરુમવાળુ એક એક્ઝોટિક ઘર છે જેનું નામ રાજમહલ છે. આ ઉપરાંત તેમની લંડનના મેફેયર અને ઑક્સફોર્ડ સ્ટ્રીટ પર પણ પ્રોપર્ટીઝ છે.

You cannot copy content of this page