Only Gujarat

FEATURED National

પતિ ગર્લફ્રેન્ડને લઈ ફરવા નીકળ્યો ને અચાનક આવી ગઈ પત્ની પછી પતિના થયા આવા હાલ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇના પેદ્દર રોડ પર એક મહિલાએ હોબાળો મચાવ્યો હતો. મહિલાએ પોતાના પતિને તેની ગર્લફ્રેન્ડ સાથે પકડી લીધી. રસ્તા વચ્ચે જાહેરમાં હોબાળો થવાને કારણે ટ્રાફિકજામ થઇ ગયો હતો. મહિલાએ કારની સામે ઉભા રહીને પોતાના પતિને બહાર નીકળવા મજબૂર કરી દીધો. રસ્તા પર નીકળી મહિલા પોતાના પતિને માર મારતી કેમેરામાં કેદ થઇ ગઇ.

સામે આવેલા વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે મહિલા પોતાની કામને રસ્તા વચ્ચે ઉભી રાખે છે. બીજી ગાડીમાં મહિલાનો પતિ પોતાની ગર્લફ્રેન્ડ સાથે બેઠેલો હતો. મહિલા એ કારની સામે ઉભી રહી ગઇ અને જોર જોરથી બૂમો પાડવા લાગી.

આ બધુ જોઇ તેનો પતિ હતપ્રત રહી ગયો અને તેણે કારનો ગેટ જ ખોલ્યો નહીં. ગુસ્સામાં મહિલાએ કારની વિંડો સ્ક્રિન પર હુમલો કરી દીધો. મહિલાએ અનેક વખત વિંડ સ્ક્રીન પર વાર કરી રહી હતી.

એક વખત તો તે કારના બોનેટ પર પણ ચઢી ગઇ અને પોતાના ચપ્પલથી કાચ પર મારવા લાગી હતી. અંતે મજબૂર થઇને મહિલાનો પતિ કારથી બહાર આવી ગયો. મહિલાએ તેના પતિનો રસ્તા વચ્ચે જાહેરમાં કોલર પકડી ઢીકા-પાટુનો માર મારવા લાગી.

બાદમાં મહિલા પોતાના પતિની સાથે કારમાં બેઠી. થોડે દૂર જઇને ફરીથી મહિલા ઉતરી ગઇ. તે ફરી બીજી કાર પાસે ગઇ અને ગેટ ખોલી હુમલો કરી દીધો. આ દરમિયાન ત્યાં પોલીસ ટીમ પણ હાજર હતી.

મારપીટની નોબત આવી તો પોલીસે હસ્તક્ષેપ કર્યો. ઘણા સમય સુધી હોબાળો ચાલતો રહ્યો અને પેદ્દર રોડ પર ટ્રાફિકજામ થઇ ગયો.

આ મામલે કોઇ ઓફિશિયલ ફરિયાદ દાખલ થઇ નથી પરંતુ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page