Only Gujarat

National TOP STORIES

ટ્રકમાં બેસીને આવ્યો પોતાના વતન અને ઘરે પહોંચતા જ દાદીનાં ખોળામાં પૌત્રનો ગયો જીવ

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે તેને રોકવા હાલ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના કહેરનો અંત આવી રહ્યો નથી, દેશમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 50 હજાર સુધી પહોંચવાની છે. તો, મૃત્યુઆંક 1695 પર પહોંચી ગયો છે. હરિયાણાથી એક 24 વર્ષના છોકરાના મોતનો મામલો સામે આવ્યો છે.

મરતાં પહેલાં મહિલાને ભર્યા બચકા
વાસ્તવમાં, પાણીપતનો આ યુવાન સોમવારે રાત્રે મૃત્યુ પામ્યો હતો. જોકે, બુધવારે સવારે રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની પુષ્ટિ કરવામાં આવી હતી. મોત પહેલાં તેના મોઢામાંથી લાળ નીકળી હતી. તેથી ડોકટરોએ પ્રથમ વિચાર્યું કે તેનું મૃત્યુ હડકવાને કારણે થયું છે. મળતી માહિતી મુજબ મરતા પહેલા યુવકે પડોશમાં રહેતી મહિલાના હાથમાં બચકું ભર્યુ હતુ. પીડિતાને ડોકટરો દ્વારા ક્વોરેન્ટાઈન કરવામાં આવી હતી.

દાદીએ કહ્યું – તે ખૂબ ડરી ગયો હતો
મૃતકની દાદીએ જણાવ્યું કે તેનો પૌત્ર સોમવારે સાંજે દિલ્હીથી પાનીપત તેને મળવા આવ્યો હતો. તે ખૂબ ઘબરાયેલો હતો, તેણે કહ્યું કે તેને પાણીનો ડર લાગે છે. પછી તેણે કહ્યું કે દાદીમા મને પપૈયું ખાવાનું મન છે, તમે મારા માટે લાવી દો. જ્યારે હું તેના માટે પપૈયું લેવા ગઈ ત્યારે તે એટલીવારમાં જ પાડોશી મહિલાને બચકાં ભરી આવ્યો હતો. પછી તે અચાનક નીચે પડી ગયો અને મૃત્યુ પામ્યો.

અંતિમ સંસ્કાર કરવા કોઈ આવ્યું નહીં
મૃતકની દાદી આખી રાત મૃતદેહની પાસે બેઠેલી હતી, કોરોનાના ડરને કારણે કોઈ તેના ઘરે આવ્યું નહીં. એટલે સુધી કે સવારે યુવકનાં પરિવારનાં લોકોએ તેની અર્થીને કાંધ પણ આપી ન હતી. શહેરની એક સેવા સમિતિએ પીપીઈ કીટ પહેરીને તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. પડોશીઓ તેમની છત પર ઉભા ઉભા બધુ જોતા રહ્યા હતા તે યુવાનના પિતા બહાર હોવાથી તે પણ હાજર રહી શક્યા ન હતા.

એક ટ્રકમાં બેસીને પાનીપત આવ્યો હતો
જાણકારી મુજબ, મૃતક દિલ્હીથી એક ટ્રકમાં પાણીપત ટોલ પ્લાઝા પહોંચ્યો હતો. ત્યાંથી તેની દાદી તેને ઘરે લઈને આવ્યા હતા. તેના પિતા ટ્રક ચલાવે છે, જેના કારણે તે અન્ય રાજ્યમાં ફસાઇ ગયા છે.

568 પહોંચ્યો પ્રદેશમાં કોરોના દર્દીઓનો આંકડો
હરિયાણામાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 568 પર પહોંચી ગયો છે. તેનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે. રાજ્યમાં સૌથી વધુ દર્દીઓ ગુડગાંવમાં 87, સોનીપતમાં, 78, ફરીદાબાદમાં, 77, ઝજ્જરમાં, 65, નુહમાં 59 મામલા સામે આવ્યા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page