Only Gujarat

FEATURED International

કોરોનાવાઈરસ પર જલ્દી જ મોટો ખુલાસો કરવાનો હતો આ ચીની રિસર્ચર પણ…..

દુનિયાભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની શરૂઆત ચીનનાં વુહાન શહેરથી થઈ હતી. એવામાં મોટાભાગના દેશો ચીન તરફ આંગળી ચીંધી રહ્યા છે, પરંતુ ચીન વાયરસ ફેલાવવામાં તેની ભૂમિકાને નકારી રહ્યો છે. હવે કોરોના રોગ સાથે સંકળાયેલા એક સંશોધકની હત્યા પછી ફરીથી સવાલો ઉભા થયા છે.

દાવા મુજબ, પિટ્સબર્ગ મેડિકલ સેન્ટરમાં કાર્યરત સંશોધનકાર ડોક્ટર બિંગ લિઉએ કોરોના વાયરસને લગતી ઘણી મોટી શોધ કરી હતી. બિંગ લિઉ તેને જાહેર કરવા જઇ રહ્યા હતા કે તે પહેલાં તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, સવાલો ઉભા થઈ રહ્યા છે કે તેઓ એવું શું જણાવવાનાં હતા, જે ચીનમાં અમુક લોકો ઈચ્છતા ન હતા.

બિંગ લિઉ પર હુમલો કરનાર વ્યક્તિએ પછીથી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. 37 વર્ષીય બિંગ લિઉ એકલો રહેતો હતો અને રોસ વિસ્તારમાં તેના એપાર્ટમેન્ટમાં ઘુસીને એક વ્યક્તિએ તેને ગોળી મારી દીધી હતી.

સીએનએનના અહેવાલ મુજબ, લિઉના માથા, ગળા અને શરીરના અન્ય ભાગોમાં ગોળી વાગી હતી, જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અહેવાલ મુજબ, જે સમયે હુમલો કરનાર તેના ઘરે આવ્યો ત્યારે ડોક્ટરની પત્ની ઘરે નહોતી.

યૂનિવર્સિટી ઓફ પિટ્સબર્ગ મેડિકલ સેંટરે રિસર્ચર લિઉના મોત પર દુ: ખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે તે કોરોના વાયરસ વિશે મોટી શોધની નજીક પહોંચી ગયા હતા અને ટૂંક સમયમાં તેનો ઈલાજ શોધવાનાં હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page