Only Gujarat

FEATURED National

અચાનક જ ધ્રૂજી જમીન અને થયો મોટો બ્લાસ્ટ, પડી ગયો 20 ફૂટો ઊંડો ખાડો

કોરબા છતીસગઢ: દુનિયામાં એવી અનેક ઘટના અચાનક બને છે. જે રહસ્યમય લાગે છે જો કે દરેક ઘટના પાછળ ભૌગોલિક કે વૈજ્ઞાનિક કારણો જ જવાબદાર હોય છે. છતીસગઢના કોરબાના સિંઘાલી વિસ્તારમાં પણ કંઇક આવું જ થયું. અહીં અચાનક જમીન હલવા લાગી જાણે કે ભૂકંપ આવ્યો હોય. ત્યારબાદ એ જ જગ્યા પર 20 ફૂટ ઉંડો ખાડો પડી ગયો. આ વિસ્તારમાં અનેક કોલસાની ખાણો છે. જોકે તેમાંથી કેટલીક ખાણો બંધ થઇ ગઇ છે. આ કારણે આ સ્થાનની જમીન અંદરથી ખોખલી અને પોલાણવાળી બની ગઇ છે.

આ કારણથી આ જગ્યાએ અચાનક જમીનમાં 20 ફૂટ ઊંડો ખાડો પડી ગયો. અહીં ખાણમાં ખોખલી થયેલી જમીન આસપાસમાં ખાણમાં થયેલા બ્લાસ્ટના કારણે અંદરની તરફ ધસી જાય છે અને તેના કારણે આવી ઘટનાઓ સર્જાય છે. જો કે આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, ગામના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા. જો કે સદભાગ્યે આ સ્થાને કોઇ રહેતું ન હોવાથી જાનહાનિ ટળી. હવે સાઉથ ઈસ્ટર્ન કોલ ફીલ્ડ લિમિટેડ આ ઘટનાની તપાસ કરી રહ્યાં છે.

ભૂમિગત ખાણોમાં કોલસો કાઢવા માટે બ્લાસ્ટ કરવામાં આવે છે, જે ખાણ બંધ થઇ ગઇ છે. તે બ્લાસ્ટના કારણે ખોખલી થઇ ગઇ હોય છે. આ કારણથી આ સ્થાન વધુ કંપન અનુભવાય છે. જોકે જે ખાણ બંધ થઇ ગઇ છે ત્યાં માટીની ભરતી કરીને જમીન પુરી દેવી જોઇએ પરંતુ અહીં એવું નથી થતું તેથી બંધ ખાણની જમીન ખસી જતાં આ પ્રકારની ઘટના ઘટે છે

કૂવાની જેમ અચાનક વીસ ફૂટ ઊંડો ખાડો બની ગયો. અહીં જમીન ભૂમિગત કોલસા ખાણના કારણે ખોખલી થઇ ગઇ છે. આ કારણે આવી ઘટના બને છે.

ઘટનાની જાણ થયા બાદ SECના અધિકારી અને પોલીસકર્મી ઘટનાસ્થળે પહોંચ્યાં. જો કે આ સમયે કોવિડ-19ના કારણે તેમને સામાજિક અંતર જાળવવાનું કહેવામાં આવ્યું. જો કે તે મુદ્દે તેઓ રોષે ભરાયા.

આ સમયે ગુસ્સામાં આવીને એક મહિલા તેમનો કોલર પકડી લીધો. જોકે પોલીસ તેમને ભીડથી દૂર લઇ ગઇ અને મામલો થાળે પાડ્યો.

You cannot copy content of this page