Only Gujarat

National

સગાઈમાં સસરાએ આપ્યું અધધ દહેજ, જોનારા આંખો પહોળી કરીને જોવા જ લાગ્યા..!

લાખો રૂપિયાનું દહેજ અને રૂપિયાથી ભરેલું બેગ લઈને કોઈ પણ વ્યક્તિ લગ્ન કરી લે છે. પણ એવા ઓછા લોકો છે જે દહેજથી વધુ છોકરીને મહત્ત્વ આપે છે. જેમના માટે લગ્નનો અર્થ બસ છોકરી પક્ષને લૂંટવાનો નહીં પણ એક નવો સંબંધ સુંદરતાથી શરૂ કરવાનો છે.

આવું જ એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે મહોબાના સૃજને. જે ખુદ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં સહાયક મેનેજર તરીકે કાર્યરત છે. તેમના પિતા વિદ્યુત વિભાગમાં કાર્યપાલ અધિક્ષક તરીકે સેવાનિવૃત્ત થઈ ચૂક્યા છે.

સૃજન દ્વિવેદીના લગ્ન છતરપુરમાં રહેતા વિપિન બિહારી ચૌબેની દીકરી અંશિકા ચૌબે સાથે નક્કી થયા છે. અંશિકાના પિતા ચરખારીના જયેન્દ્રનગરના રહેવાસી મહોબાના કાનૂનગોના પદ પર તહેનાત છે. દરેક છોકરી પક્ષ તરફથી અંશિકાના પિતા પણ લગ્ન નક્કી થયા પહેલાં દહેજ આપવાની વાત કરી હતી. પણ સૃજનના પિતાએ તેમની વાત ટાળી દીધી અને લગ્ન માટે તૈયારી શરૂ કરવાની વાત કરવા લાગ્યા હતાં.

સગાઈવાળા દિવસે અંશિકાના પિતાએ સૃજનને થાળીમાં 6 લાખ રૂપિયા અને કેટલાક ચાંદીના સિક્કા આપ્યા હતાં. પણ સૃજને થાળીમાંથી એક ચાંદીનો સિક્કો લીધો અને બધા રૂપિયા અંશિકાના પિતાને પાછા આપી દીધા હતાં. આ જોઈને સગાઈમાં આવેલાં લોકો સૃજનની આ પહેલની સરાહના કરવા લાગ્યા હતાં. અંશિકાના પિતા પણ તેમના જમાઈને ભેટી પડ્યા હતાં.

અંશિકાના પિતા વિપિન રૂપિયાની થાળી સૃજનના પિતા અરવિંદને આપી તો તેમણે કહ્યું કે, અમે લોકો રૂપિયા માટે નહીં પણ એક વહુ માટે લગ્ન કરી રહ્યા છીએ. તમે પોતાની છોકરી આપી રહ્યા છો શું આ નાની વાત છે. મારો દીકરો એટલું કમાઈ લે છે કે, તે પોતાની છોકરીને ખૂબ જ ખુશ રાખી શકશે. અમારે આ રૂપિયા દહેજમાં જોતા નથી. આ સાંભળીને અંશિકાના પિતા પણ પોતાની દીકરી અને જમાઇને આશીર્વાદ આપ્યા હતાં.

તેમણે પોતાની દીકરીને કહ્યું કે, ખૂબ જ સારો પરિવાર મળ્યો છે. હંમેશા દરેકનું સન્માન કરજે. પ્રસંગમાં હાજર દરેક લોકોએ સૃજનને શુભેચ્છા આપી. ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસ પહેલાં સૃજન અને અંશિકાની સગાઈ થઈ હતી અને 12 ઓક્ટોબરે બંનેના લગ્ન પણ થઈ ગયા હતાં. લગ્નમાં પણ સૃજનના પિતાએ દહેજ લીધું નથી.

You cannot copy content of this page