Only Gujarat

National

દીકરાના મોત બાદ વહુની ચાલ-ચલગત જોઈને ગઈ શંકા, બહાર આવ્યું વહુનું અફેર

દેશને હચમચાવી દેનાર ચાર વર્ષ જૂના કેસમાં કોર્ટે ચૂકાદો આપ્યો છે. જિમ ટ્રેનરના પ્રેમમાં પાગલ પત્નીએ તેના બિઝનેસમેન પતિનું કાસળ કાઢી નાખ્યું હતું. પ્રિયંકા બત્રા નામની મહિલાને જિમ ટ્રેનર અશોક તથા અન્ય બે કોન્ટ્રાક્ટ કિલરની સાથે મળીને કરોડપતિ પતિની હત્યા કરી હતી. તેણે પતિના મોતને સામાન્ય બતાવવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે તેને આજીવન કેદની સજા સંભળાવી છે.

હરિયાણાના યમુનાનગરના કરોડપતિ બિઝનેસમેન યોગેશ બત્રા હત્યાકાંડમાં યમુનાનગર જિલ્લા કોર્ટે તેની પત્ની પ્રિયંકા બત્રા, પ્રેમી રોહિત તથા બે કોન્ટ્રાક્ટ કિલર સતીશ તથા શ્યામ સુંદરને આજીવન કેદની સજા આપી છે. છેલ્લાં 4 વર્ષથી ચાલતા આ કેસમાં અનેક ચઢાવ-ઊતાર આવ્યા હતા.

અંતે 25 સાક્ષીઓના નિવેદન બાદ કોર્ટે ચારેય આરોપીઓને હત્યારા જાહેર કર્યા હતા અને સજા આપી હતી. કોર્ટે પ્રિયંકા સહિત અન્ય આરોપીઓને 60 હજારનો દંડ ફટકાર્યો છે.

મૃતકના પિતાએ પ્રાઇવેટ ડિટેક્ટિવ રોક્યાઃ યમુનાનગર પ્લાઇ વેપારી સુભાષ બાત્રાને 27 મે, 2016ના રોજ દીકરાનું મોત થયું ત્યારથી વહુ પર શંકા હતી. જ્યારે તે વહુને મળ્યા ત્યારે પ્રિયંકાએ કહ્યું હતું કે સાયલન્ટ અટેકથી મોત થયું છે.

પહેલાં તો તેમણે વિશ્વાસ કરી લીધો હતો, પરંતુ વહુની ચાલ-ચલગત જોઈને શંકા ગઈ હતી. તેમણે પ્રાઇવેટ ડિટેક્ટિવની મદદથી કાર્યવાહી કરી હતી. તેમને ખ્યાલ આવ્યો કે પ્રિયંકાના સંબંધો જિમ ટ્રેનર રોહિત કુમાર સાથે છે.

સુભાષ બત્રાએ દાવો કર્યો હતો કે તેના હાથમાં એવા પ્રૂફ તથા ફોટોગ્રાફ આવ્યા કે તેની શંકા વિશ્વાસમાં બદલાઈ ગઈ. તેમણે યમુનાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જોકે, પોલીસે ચારેયને ક્લીન ચિટ આપી દીધી હતી. ત્યારબાદ સુભાષ બત્રા હરિયાણાના ડીજીપીને મળ્યા હતા.

આ કેસની તપાસ એસઆઇટીને આપવામાં આવી હતી. કરનાલ એસઆઇટીએ આ કેસ પર મહેનત કરીને પુરાવા ભેગા કર્યા હતા. ચારેય આરોપીઓની પર 302, 506, 201, 120બી તથા 203 કલમ હેઠળ ધકપકડ કરવામાં આવી હતી.

You cannot copy content of this page