Only Gujarat

National

ડોક્ટર પતિએ જબરદસ્તી દારૂ પીવડાવ્યો, પછી મારી બોડી પર જુદા-જુદા પ્રકારનાં વાઇબ્રેટર ચલાવ્યાં

દિલ્હી હાઈકોર્ટમાં મેરિટલ રેપ સંબંધિત અરજી પર સુનાવણી ચાલી રહી છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આ વિષય પર જવાબ આપવા માટે તેમને વધુ સમયની જરૂર છે. મેરિટલ રેપ એક એવો વિષય છે, જે લગ્નની વ્યવસ્થા અને પરિવારોના સંબંધો પર સીધી અસર કરી શકે છે. એક તરફ પીડિત મહિલાઓ છે, જેઓ ન્યાયની માગ કરી રહી છે અને બીજી બાજુ ભારતનો કાયદો અને વ્યવસ્થા છે, જેથી આ નાજુક વિષયના દરેક પાસાને ગંભીરતાથી સમજીને પોતાનો ચુકાદો આપવો પડશે. આજે અમે એક વિક્ટિમ ઓફ મેરિટલ રેપની કહાની સામે લાવી રહ્યા છીએ. આ કહાની કેટલાક લોકોને વિચલિત કરી શકે છે. પીડિતા લખનઉમાં રહેતી યુવતી છે. તેમની કહાની તેમના જ શબ્દોમાં વાંચો.

હું સુખી પરિવારની એકમાત્ર દીકરી છું. મેં સારું શિક્ષણ મેળવ્યું છે અને સામાજિક કાર્યો સાથે જોડાયેલી છું. મારા પિતા સરકારી અધિકારી હતા. ડિસેમ્બર 2018માં મારા લગ્ન થયા. એ એરેન્જ્ડ મેરેજ હતા. અમારા બંનેના પરિવારો એકબીજાને ઘણી વાર મળ્યા અને સંપૂર્ણ સંમતિ પછી સંબંધ નિશ્ચિત થયો. હું એઈમ્સમાં ભણેલા ડૉક્ટર સાથે લગ્ન કરી રહી હતી. મારા પિતાએ આખા જીવનની કમાણી આમાં લગાવી દીધી. એક છોકરી આખી જિંદગી લગ્નનું સપનું જુએ છે. સારા જીવનની કલ્પના કરે છે. હું પણ એના વિશે ઉત્સાહિત હતી.

પરંતુ મારા લગ્ન મારા જીવનનો સૌથી ખરાબ અનુભવ સાબિત થયો. હું માત્ર નવ દિવસ સાસરીમાં રહી. મને શારીરિક અને માનસિક રીતે એટલો ત્રાસ આપવામાં આવ્યો કે હું સંપૂર્ણપણે હતાશ થઈ ગઈ. હું ઘાયલ હતી અને મને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. મને લાગે છે કે જો હું એ નવ દિવસ કરતાં વધુ સમય સાસરે રહી હોત તો હું જીવતી પાછી ન આવી શકેત.મારી સાથે બનેલી આ ઘટના મારા લગ્નના ત્રીજા દિવસે બની હતી, જ્યાં મારા પતિએ પહેલા મને દારૂ પીવડાવવા માટે દબાણ કર્યું હતું અને પછી જ્યારે હું નશાની હાલતમાં હતી ત્યારે મારા શરીર પર વિવિધ પ્રકારના વાઇબ્રેટર અને ડીલ્ડોનો ઉપયોગ કર્યો હતો.

એટલું જ નહીં, તેણે મારા શરીરમાં ડિઓડરન્ટની બોટલ નાખી દીધી. મને બીજા દિવસે આ સ્પ્રેયર મળ્યું, જ્યારે મને પુષ્કળ રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. આ એક એવી ઘટના હતી, જેની કોઈ છોકરી કલ્પના પણ ન કરી શકે કે લગ્ન પછી તેને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. તેનો પોતાનો પતિ તેની સાથે આટલો ક્રૂર હોઈ શકે છે. આપણે ફક્ત એટલું જ વિચારી શકીએ કે જો આવું વધુ થશે તો તે તમારી સાથે બળજબરીથી સેક્સ કરવા માગશે અને જો તે તમારો પતિ છે તો તમે તેને સ્વીકારશો, કારણ કે તે તેનો અધિકાર છે.

આ ઘટના મારી સાથે માત્ર એક જ વાર નથી બની. એ નવ દિવસોમાં તે ઘણી વખત બન્યું. પહેલીવાર તેણે મારી સાથે સંભોગ કરવાનો પ્રયાસ કર્યો, તે કરી શક્યો નહીં, મને લાગ્યું કે કદાચ તેનો ઈગો હર્ટ થયો હશે અને તેણે આવું કર્યું હશે. પરંતુ જ્યારે મેં જોયું કે તેમની પાસે વિવિધ પ્રકારના વાઇબ્રેટર્સ અને ડિલ્ડો છે, ત્યારે મને લાગ્યું કે આ અચાનક નથી બન્યું. આ વસ્તુઓ આસાનીથી મળતી નથી, કોઈ તેને પોતાના ઘરમાં પણ રાખતું નથી. તેણે એનો ઉપયોગ કરવાની યોજના બનાવી હશે. આ જાણીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ.

જો તમારા પતિએ તમારી સાથે જબરદસ્તી સેક્સ્યૂઅલ ઈન્ટરકોર્સ કરી પણ લીધો તો એ તેનો અધિકાર છે. આપણા સમાજમાં મેરિટલ રેપને રેપ ગણવામાં આવતો નથી. મેરિટલ રેપ એવો વિષય છે, જેને આપણો સમાજ સ્વીકારતો નથી. જો તમે કોઈને કહો કે તમે મેરિટલ રેપનો શિકાર છો, તો પ્રથમ પ્રતિભાવ એ છે કે જો તમે પરિણીત છો અને જો તમારા પતિએ તમારી સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હોય તો એ તેનો અધિકાર છે.

આમાં રેપ જેવું કંઈ નથી. જ્યારે મારી સાથે આવું પહેલીવાર થયું અને મેં મારી માતાને કહ્યું, ત્યારે તેમની પ્રતિક્રિયા બધાની જેમ જ હતી કે તે તમારા પતિ છે. તમે પરણેલાં છો. તે જે પણ કરી રહ્યો છે એ તેનો કાનૂની અધિકાર છે, એમાં રેપ જેવું કંઈ નથી. કદાચ મારી ભૂલ હતી કે મેં મારી માતાને ખુલ્લેઆમ કહ્યું ન હતું કે મારી સાથે શું થયું. મેં એટલું જ કહ્યું કે મારા પર રેપ થયો છે. તે કદાચ સમજી શકશે નહીં, કારણ કે એક પેઢી પહેલાંની વાત કરીએ તો તેમણે કદાચ ડીલ્ડો કે વાઈબ્રેટર જોયા પણ નહીં હોય. પ્રથમ બનાવમાં તેણે મને બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો. પણ એ પછી બનેલી ઘટનાઓ વખતે કદાચ હું બહુ સભાન નહોતી. જ્યારે હું ઘરે પાછી આવી અને યાદ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મને સ્પષ્ટપણે કંઈ યાદ ન આવ્યું.

મારા શરીરની ઈજા અને મારાં ફાટેલાં કપડાંથી મને લાગ્યું કે મારી સાથે….
મને યાદ છે કે મારી સાથે કંઈક ખૂબ જ ખરાબ થયું હતું અને હું ખૂબ પીડામાં હતી, પરંતુ ચિત્ર સ્પષ્ટ નહોતું. જે વસ્તુઓ ત્યાંથી મળી આવી હતી, જેના પર મારા બ્લડના સ્પોટ હતા. મારા શરીર પરના ઘા અને મારાં ફાટેલાં કપડાં પરથી મને ખબર પડી કે મારી સાથે શું થયું છે. હું તેની પત્ની હતી. મેં તેમને સંપૂર્ણ રીતે નકાર્યા નહોતા. આમ છતાં હું દરરોજ રાત્રે જે કપડાં પહેરતી હતી એ બીજા દિવસે મને ફાટેલા મળતા હતા.

આ ઘટનાઓ મારી સાથે 9 દિવસ સુધી સતત ચાલતી રહી. મારા પરિવારના સભ્યોએ મને સમજાવ્યું કે મારે કોમ્પ્રોમાઈઝ કરવું જોઈએ, કારણ કે તે મારા પતિનો કાનૂની અધિકાર છે. તેણે મારી સાથે લગ્ન કર્યા છે, પરંતુ 9 દિવસમાં હું એ તબક્કે પહોંચી ગઈ હતી કે જો હું ત્યાં વધુ રોકાઈ હોત તો હું બચી ન શકત.

મને સતત લોહી વહેતું હતું. હું એટલી નબળી હતી કે હું બેભાન થઈ ગઈ. જ્યારે મને હોશ આવ્યો ત્યારે મને ખબર પડી કે હું બે દિવસથી હોસ્પિટલમાં છું. મને ટાંકા આવ્યા હતા. એટલું લોહી વહી ગયું હતું કે મને લોહીના બાટલા ચઢાવવામાં આવી રહ્યા હતા. ડૉક્ટરોએ મને કહ્યું કે જો હું હોસ્પિટલ ન પહોંચી હોત તો કદાચ હું જીવતી ન હોત.

જ્યારે તમે આવી સ્થિતિમાં હોવ ત્યારે તમને લાગે છે કે બીજું કોઈ નહીં તો તમારો પોતાનો પરિવાર તમારી સાથે હશે. દીકરીઓ પિતાની ખૂબ જ નજીક હોય છે. મેં વિચાર્યું કે મારા પિતા મને ટેકો આપશે, પરંતુ મારા પરિવાર તરફથી મને પ્રથમ પ્રતિક્રિયા મળી, મેં વિચાર્યું કે હું હોસ્પિટલમાંથી ઘરે ન આવી હોત તો સારું થાત. હું ત્યાં જ મરી ગઈ હોત તો સારું થાત, કમસે કમ મારે એ જોવાની જરૂર ન પડી હોત કે મારા પિતા જે મને તેમના જીવથી પણ વધુ ચાહતા હતા તેઓ પણ મારી સાથે નથી. જે વ્યક્તિએ મારી સાથે આવી હાલત કરી હતી તેની સાથે મારા પરિવારના સભ્યો પણ ઊભા હતા.

તેઓ કોઈ સાઈકોલોજિકલ ડિસઓર્ડરથી પીડિત છે
મારા પતિ ડોક્ટર છે અને લખનઉની એક મોટી હોસ્પિટલમાં કામ કરે છે. જ્યારે આ બધું મારી સાથે થઈ રહ્યું હતું ત્યારે હું સંપૂર્ણ હોશમાં નહોતી. તે મને દવા આપી રહ્યો હતો. એ ક્ષણોમાં મને કદાચ ખબર ન હતી કે મારા શરીર સાથે શું કરવામાં આવી રહ્યું છે. હું વિચારી રહી હતી કે એઈમ્સમાંથી ભણેલો કોઈ ડૉક્ટર જો આટલું સારું ભણીને આવું કરી શકે તો ચોક્કસ તે કોઈ માનસિક વિકારથી પીડિત છે. આ સિવાયના વર્તનનું બીજું કોઈ કારણ મને સમજાતું નથી.

સેક્સ્યૂઅલ બિહેવિયર સિવાય મારા પતિ સ્વભાવે પણ ખૂબ જ આક્રમક છે. તેઓ દબાણ કરે છે. જોકે આ વાત સમજવા માટે હું મારા સાસરિયાંના ઘરે બહુ લાંબો સમય રોકાઈ ન હતી, પરંતુ મારા મામાના ઘરે પહોંચ્યા પછી તેણે જે વર્તન કર્યું એના પરથી આ સ્પષ્ટ થાય છે.mતેમણે મારા સંબંધીઓની સામે મારા પર હાથ ઉપાડ્યો, મને મારા વાળથી ખેંચીને માર માર્યો. મારા પિતા સાથે ખરાબ વર્તન કર્યું. મારી માતા પર હાથ ઉપાડવાનો પ્રયાસ કર્યો. તેમનો સ્વભાવ અને ઉછેર આ વર્તન પરથી સમજી શકાય છે.

આ આખી ઘટના પછી મારે એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં જવું પડ્યું. મારું શરીર સારું થતું ન હતું. માનસિક રીતે પણ હું ખૂબ ભાંગી પડી હતી. શું કરવું એ હું સમજી શકતી ન હતી. થોડીક સ્વસ્થતા પછી મેં પહેલું પગલું મહિલા આયોગમાં મારી ફરિયાદ નોંધાવવાનું કર્યું. જે બાદ મહિલા આયોગ દ્વારા મારા કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. કેસ હાલમાં કોર્ટમાં છે, પરંતુ કોવિડને કારણે કોર્ટ બંધ છે અને એને કારણે મારો કેસ ક્યાંય પહોંચ્યો નથી.

ભારતના કાયદામાં મેરિટલ રેપ ગુનો નથી. માત્ર પંદર વર્ષથી ઓછી ઉંમરની પત્ની સાથે જબરદસ્તી સેક્સને રેપ ગણવામાં આવે છે, પરંતુ મારી સાથે જે બન્યું એ રેપ કરતા પણ વધારે છે. મારા મનમાં પ્રશ્ન થાય છે કે શું વર્તમાન પરિસ્થિતિમાં ભારતનો કાયદો મારી સાથે ન્યાય કરી શકશે?

હું જાણું છું કે કાનૂની લડાઈ લાંબા સમય સુધી ચાલશે…
હું જાણું છું કે કાનૂની લડાઈ લાંબા સમય સુધી ચાલશે. લડાઈ ત્યારે લાંબી થઈ જાય છે, જ્યારે તમે એવાં માધ્યમો જોશો કે જેનાથી તમે નબળા પડી શકો. દાખલા તરીકે, જ્યારે મારી સાથે આ ઘટના બની ત્યારે ડોક્ટરોએ ફોરેન્સિક ટેસ્ટ માટે મારા શરીરમાંથી ઘણાં સેમ્પલ લીધાં હતાં.જેમાં તે વાઇબ્રેટર અને ડિઓડરન્ટ બોટલનો સ્પ્રેયર પણ હતું. એ સેમ્પલ તબીબોની ટીમે પોલીસને આપ્યા હતા. તેની રસીદ પણ લેવામાં આવી હતી, પરંતુ પોલીસ તપાસ બાદ મારા કેસની ચાર્જશીટ કોર્ટમાં પહોંચી ત્યાં સુધીમાં ઘણું બદલાઈ ગયું હતું.

ડોકટરોએ પોલીસને સેમ્પલના 11 એન્વલપ આપ્યા હતા, પરંતુ ફોરેન્સિક ટીમે ચાર્જશીટમાં માત્ર 9નો ઉલ્લેખ કર્યો છે. એ સ્પષ્ટ છે કે પોલીસે ગોટાળો કર્યો છે. એના આધારે મારા કેસની મુખ્ય કલમો કાઢી નાખવામાં આવી છે અને ચાર્જશીટમાંના કેસને નબળો કરી દેવામાં આવ્યો છે. ભલે સંજોગો અને સિસ્ટમ મારી વિરુદ્ધ હોય, પણ હું લડીશ.

મારી પાસે આ લડાઈ માટે ઘણો સમય અને ધીરજ છે. અહીં મારો ઉદ્દેશ ફક્ત મારા જીવન વિશે વિચારવાનો અને ખરાબ વ્યક્તિથી છુટકારો મેળવવાનો નથી. મારો આશય એ છે કે આવું કોઈ બીજી છોકરી સાથે ન થવું જોઈએ. ઓછામાં ઓછી આ વ્યક્તિને કારણે અન્ય કોઈની સાથે નહીં. આ લડાઈ મારી પોતાની જિંદગીથી વધુ તે છોકરીઓ માટે છે, જેઓ આ પ્રકારની હિંસાનો શિકાર બને છે અથવા ભવિષ્યમાં થઈ શકે છે.

You cannot copy content of this page