Only Gujarat

National

હજી ઓછામાં ઓછાં આટલાં સમય સુધી લોકડાઉન ન રાખ્યું તો ભારત ગંભીર પરિણામ માટે તૈયાર રહેઃ ચેતવણી

નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ભારતમાં હાલ બે ચરણમાં 40 દિવસનું લોકડાઉન લાગુ છે. પરંતુ લોકોને ઝડપથી આ લોકડાઉન પૂર્ણ થાય અને 3 મે આવે તેની જ રાહ જોઇ રહ્યાં છે. પરંતુ દુનિયાની ટોચના મેગેઝિન મેડિકલ જર્નલ લાંસેટના એડિટર ઇન ચીફ રિચર્ડ હોર્ટનનું કહેવું છે કે ભારતે લોકડાઉન હટાવવામાં ઉતાવળ કરવી ન જોઇએ. હજુ પણ ઓછામાં ઓછા 10 સપ્તાહ સુધી લોકડાઉન વધારવું જોઇએ.

ભારતમાં હાલ લોકડાઉનનું બીજી ચરણ ચાલી રહ્યું છે જે 3 મેએ ખતમ થશે. લોકોને આશા છે કે 3 મે બાદથી લોકડાઉનથી છૂટકારો મળી જશે. જો કે ઇન્ડિયા ટૂડે ટીવીની સાથે ખાસ વાતચીતમાં રિચર્ડ હોર્ટને સલાહ આપી કે ભારતે લોકડાઉન હટાવવાની ઉતાવળ કરી ન જોઇએ એટલું જ નહીં હજુ પણ 10 સપ્તાહ લોકડાઉન વધારવા પર વિચાર કરવો જોઇએ.

રિચર્ડ હોર્ટને કહ્યું કે કોઇપણ દેશમાં આ મહામારી હંમેશા માટે નથી. પોતાની રીતે જ ખતમ થઇ જશે. અમારા દેશમાં વાયરસના નિયંત્રણ પર કામ કરવામાં આવી રહ્યું છે. જો ભારતમાં લોકડાઉન સફળ થાય છે તો તમે જોઇ શકશો કે 10 સપ્તાહમાં આ મહામારી અવશ્ય ખતમ થઇ જશે. વાયરસ ફેલાવાથી બંધ થઇ જશે તો બધુ સામાન્ય થઇ જશે. હાલ સ્થિતિ યોગ્ય નથી. સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે, માસ્ક પહેરવું જોઇએ.

ભારતમાં લોકડાઉન અંગે રિચર્ડે જણાવ્યું કે હું સમજું છું કે તમારે આર્થિક ગતિવિધિ ફરીથી શરૂ કરવી પડશે પરંતુ ઉતાવળ ન કરવી. જો ઉતાવળ કરવામાં આવી તો બીમારીનું બીજું ચરણ શરૂ થશે જે ખુબ જ ભયાનક હશે. અત્યારે દરેક વ્યક્તિ કામ પર જવા ઇચ્છે છે પરંતુ હું અપીલ કરું છું કે ઉતાવળ ન કરવી.

રિચર્ડે જણાવ્યું કે આ પ્રકારના મામલામાં તમારે લોકડાઉનના શરૂઆતના સમયમાં જઇને વિચારવું જોઇએ કે તમે લોકડાઉનમાં ઘણો સમય બરબાદ કર્યો છે. તેને હજુ બરબાદ ન કરો. જેટલું સંભવ હોય એટલું લોકડાઉન ચાલુ રાખવું જોઇએ. ચીનનું ઉદાહરણ આપતા રિચર્ડે જણાવ્યું કે કેવી રીતે માત્ર 10 સપ્તાહના આક્રમક લોકડાઉનની મદદથી ચીનના વુહાનમાં બીમારીના સંક્રમણને રોકી શકાયું.

તેઓએ જણાવ્યું કે વુહાનના લોકડાઉનને લઇને ખુબ જ આક્રમક રીત અપનાવી અને 23 જાન્યુઆરીથી લઇને એપ્રિલના પ્રથમ સપ્તાહ સુધી ત્યાં પોતાને બંધ કરી લીધું. આવું કરવાથી વાયરસ ફેલાવાની સંભાવના ખતમ કરી. હકિકતમાં તમામ એપીડિમિઓસોજિકલ મોડલ દેખાડે છે કે તેઓને આવું કરવાની જરૂર છે કારણ કે વાયરસનો નેચર જ એવો છે કે વસ્તીગીચતામાં ઝડપથી ફેલાય છે.

You cannot copy content of this page