Only Gujarat

National

પુત્ર ગે હોવાથી પૂર્વ DGPએ પુત્રવધુને કહ્યું, મારી સાથે સંબંધ બનાવી લે સંબંધ…

રાજ્યના પૂર્વ ડીજીપી ડીકે પાંડેયની પુત્રવધુએ તેમના પર ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. પાંડેયની પુત્રવધુએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે કે તેનો પતિ ગે છે આથી સસરા ખુદ ફિઝિકલ રિલેશન બનાવવાનું દબાણ કરે છે. ઉલ્લેખનીય છે કે પાંડેય ઝારખંડના ડીજીપી હતા ત્યારે તેઓએ મહિલાઓની સુરક્ષાને લઇને ઘણુ કામ કર્યું હતું. તેઓએ મહિલાઓનું શોષણ રોકવા માટે ‘મહિલા શક્તિ’ એપ્લિકેશન પણ બનાવી હતી. પરંતુ પુત્રવધુના ચોંકાવનારા આરોપથી ચારે બાજુ ચર્ચા થઇ રહી છે. તેની પુત્રવધુ રેખા મિશ્રાએ શનિવાર 27 જુને મહિલા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે તેના સસરા બીજા પુરુષો સાથે સંબંધ બનાવવાનું કહેતા હતા. પોલીસે ડીકે પાંડેય, તેમની પત્ની પુનમ પાંડે અને પતિ શુભાંકર વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. રેખા અને શુભાંકરના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા.

રેખાએ સાસરિયાવાળા પર દહેજ માગવાનો પણ આરોપ લગાવ્યો છે. રેખાએ કહ્યું કે તને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો. જ્યારે આ વાતનો તે વિરોધ કરતી તો તેણીને ધમકાવવામાં આવી. જ્યારે આ ત્રાસ અસહનીય થઇ ગયો તો તે પોતાના પિયર જતી રહી. રેખા ભાજપના નેતા ગણેશ મિશ્રાની પુત્રી છે તે એક NGO ચલાવે છે. ગણેશ મિશ્રા ખુદ પોતાની પુત્રીને લઇને ડીએસપીને મળ્યા હતા. ત્યારબાદ શનિવારે 27 જુને ફરિયાદ દાખલ કરવામાં આવી. આ તસવીર ફેબ્રુઆરી 2016ની છે. મહાશિવરાત્રી પર ડી કે પાંડેય પરિવારની સાથે શક્તિપીઠ રજરપ્પા પહોંચ્યા હતા. તેઓએ સાંપને ગળામાં લપેટ્યો હતો. આ તસવીરને લઇને વન સંરક્ષક વન્ય જીવ રત્નાકર સિંહે તેઓને નોટિસ પણ પાઠવી હતી.

રેખા અને શુભાંકરના લગ્ન 15 ફેબ્રુઆરી 2016માં રાચીમાં ધૂમધામથી થયા હતા. લગ્ન બાદ તે પતિ અને સાસુ-સસરા સાથે જમશેદપુર સર્કિટ હાઉસ નજીક સમીપ કેડી એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 118 અને 121માં રહેવા લાગી હતી. રેખાએ ફરિયાદમાં જણાવ્યું કે લગ્નના બીજા જ દિવસે તેનો પતિ ગે હોવાની જાણ થઇ હતી. આ અંગે જ્યારે સાસુ-સસરાને જણાવ્યું તો તેમનું વર્તન સામાન્ય હતું. તેઓને આ વાત અંગે જાણ હતી. તે શુભાંકરની સારવાર કરાવશે તેવી વાત કરી હતી. (તસવીર પૂર્વ ડીજીપી ડીકે પાંડેય)

રેખાએ કહ્યું કે તેઓને ત્રણ વર્ષ સુધી રાહ જોય કે શુભાંકરમાં કોઇ બદલાવ આવી જશે. રેખાએ કહ્યું કે પતિ, સસરા અને સાસુ અન્ય પુરુષ સાથે સંબંધ બનાવવા માટે મજબૂર કરવા લાગ્યા તો તે ઘર છોડી પિયર જતી રહી હતી. એક વખત ઘરમાં એકલી હોવા પર સસરાએ તેની સાથે સંબંધ બનાવવાનું કહ્યું હતું. (તસવીર પૂર્વ ડીજીપી ડીકે પાંડેય)

રેખાએ કહ્યું કે અનેક વખત તેના મનમાં આપઘાત કરવાનો વિચાર આવ્યો. સાસુ સમગ્ર બાબત જાણતી હોવા છતા એકજ વાત કરતી કે તે પોતાનું ધ્યાન NGO પર આપે. ઉલ્લેખનીય છે કે પાંડેય પર પત્નીના નામે ખોટી રીતે જમીન ખરીદવા અને તેના પર મકાન બનાવવાનો પણ આરોપ લાગ્યો હતો.

ઝારખંડના ડીજીપી હતા ત્યારે ડી કે પાંડેય મહિલાઓના મુદ્દાઓ પર ખુબ જ કામ કરતા હોવાની ચર્ચા થતી હતી. પરંતુ પોતાની જ પુત્રવધુના આરોપ બાદ તેમના વ્યક્તિગત જીવન પર આંકળી ઉઠી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page