Only Gujarat

National

ભોળો દેખાતો યુવાન યુવતીઓ સાથે આ રીત બાંધતો સંબંધ, છોકરીઓ હસીખુસીથી રાજી થઈ જતી

લિવ-ઈવ રિલેશનશિપ રહેતી પ્રેમિકાની હત્યા કરનાર વિક્રમ ઉર્ફે મિન્ટુની પૂછપરછમાં અનેક શોકિંગ ખુલાસા થાય છે. યુવતીઓ સાથે સેક્સ માટે દોસ્તી કરી તેનું મર્ડર કરવાનો તેનો શોખ બની ગયો હતો. અત્યાર સુધી તેણે પાંચ રાજ્યોમાં 50થી વધુ યુવતીઓ સાથે શારીરિક સંબંધો બાંધ્યા છે. સતત લોકેશન ચેન્જ કરવાના કારણે તે પોલીસની પકડમાં આવતો નહોતો. આ સાઈકો કિલરની પૂછપરછમાં અનેક મર્ડર મિસ્ટ્રીના ભેદ ખૂલી શકે છે.

બનાવ શું હતો?
અંદાજે બે મહિના પહેલા ચંદીગઢથી રાજસ્થાનના જયપુરમાં વિક્રમ ઉર્ફે મિન્ટુ (26) તેની પ્રેમિકા રોશની (28) સાથે લિવ-ઈનમાં રહેવા આવ્યો હતો. કરધની વિસ્તારમાં રૂમ રાખીને બંને લિવ-ઈવમાં રહેતા હતા. કપલ લિવ-ઈનમાં રહ્યાને હજી 15 દિવસ પણ નહોતા થયાને વિક્રમે તેની ગર્લફ્રેન્ડની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. પછી લાશને મૂકીને ફરાર થઈ ગયો હતો. દરમિયાન પોલીસે હત્યારા વિક્રમને અલવરથી શુક્રવાર બપોરે ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં એવા ખુલાસા થયા કે પોલીસની આંખ પણ પહોળી થઈ ગઈ હતી.

ગામમાં છોકરીઓનો શોખ પૂરો નહોતો થતો જગ્યા બદલી
પોલીસ અધિકારી બનવારીલાલ મીણાએ જણાવ્યું હતું કે આરોપી વિક્રમ ઉર્ફે મિન્ટુ બૈરવા મૂળ રાજસ્થાનના દૌસા જિલ્લાના ધર્મપુરાનો રહેવાશી છે. તેણે અંદાજે 7 વર્ષ પહેલા ઘર છોડ્યું હતું. છોકરીઓનો શોખ ગામમાં પૂરો નહોતો થઈ શકતો. તેણે મુંબઈ, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અલગ-અલગ જગ્યાએ રહીને પ્રાઈમ કામ કર્યું. મુંબઈમાં તેણે જહાજ પર નોકરી પણ કરી હતી. તે હોટેલમાં યુતવીઓને બોલાવીને ઐયાસી પણ કરો હતો.

આર્મી ઓફિસર બની યુવતીઓને ફસાવતો
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયા કે ડેટિંગ એપ્સ દ્વારા યુવતીઓને મળતો હતો. વાતો વાતોમાં ફસાવીને દોસ્તી કરી લેતો હતો. મોટા ભાગે તે સેક્સ રેકેટમાં કામ કરનારી યુવતીઓને આર્મી ઓફિસરની ઓળખ આપી ફસાવતો હતો ત્યાર બાદ ડાયરેક્ટ કોન્ટેક્ટ નંબર લઈને તેની સાથે વાત કરી સંબંધ બનાવતો હતો. શંકા જતી તો રાજ્ય બદલી નાખતો હતો. દોસ્તી કર્યા બાદ સેક્સ માટે તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. પછી જગ્યા છોડીને બીજી જગ્યાએ ભાગી જતો હતો. આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે અંદાજે 50થી વધુ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધી ચૂક્યો છે. જેની સાથે મન ભરાઈ આવતું તેને છોડીનો ભાગી જતો હતો. જ્યારે અમુક યુવતીઓ સાથે ઝગઘો થતો તો તેનું મર્ડર કરીને ફરાર થઈ જતો હોતો.

‘જય હિન્દ’ બોલીને પોલીસની સામેથી નીકળી જતો
પોલીસે જણાવ્યું હતું કે આરોપી વિક્રમ ઉર્ફે મિન્ટુ કોઈને મળવા પર પોતાની આર્મી કે ઈન્કમ ટેક્સ અધિકારી તરીકેની ઓળખ આપતો હતો. આર્મીની વર્દીમાં ફોટો પણ મોબાઈલમાં ઉતારીને રાખ્યા હતા. કોઈની સાથે વાત કરવા પર ‘જય હિન્દ’ બોલતો હતો અને આર્મીની હેરસ્ટાઈલ રાખતો હતો. જેથી કોઈને શંકા નહોતી જતી. એટલું જ નહીં તે અનેક વખત તેનો પોલીસનો સામનો થયો હતો, પણ તે પોલીસને જોઈને ‘જય હિન્દ’ બોલીને નીકળી જતો હતો. આથી તેનો ડર ભાગી ગયો હતો. વચ્ચે વચ્ચે પોતાના ગામમાં આવતો રહેતો હતો. દરમિયાન વર્ષ 2019માં તેણે એક સગીરાને કીડનેપ કરી હતી. જેને મહુઆ બાલાજી લઈ જઈને પોતાના બે દોસ્ત સાથે મળીને ગેંગરેપ કર્યો હતો. જેની ફરિયાદ નોંધાતા તે છેલ્લાં ત્રણ વર્ષથી અલગ અલગ રાજ્યોમાં જગ્યાઓ બદલીને રહેતો હતો.

રેપ બાદ દોસ્તની ગર્લફ્રેન્ડનું કર્યું મર્ડર
ગુજરાતમાં રહેતી પૂજા શર્માની ગ્વાલિયરમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ગ્વાલિયરમાં પૂજા પોતાની બહેન-બનેવી સાથે રહેતી હતી. અહીં કે સ્પાર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરી હતી. તેનું ગ્વાલિયરમાં રહેતા સંજય નામના યુવાન સાથે અફેર હતું. સંજયની વિક્રમ ઉર્ફે મોન્ટુ સાથે દોસ્તી હતી. પૂજા સંજય પર લગ્નનું દબાણ કરતી હતી. આથી સંજયે તેના મિત્ર વિક્રમ ઉર્ફે મોન્ટુ સાથે મળી પૂજા પર ગેંગરેપ આચર્યો હતો. બાદમાં બંનેએ ગળ દબાવીને તેની હત્યા કરી નાખી હતી અને લાશને ટ્રેનના પાટા પર ફેંકી દીધ હતી.

જયપુરમાં લિવ-ઈન પાર્ટનરનું ગળું દબાવી દીધું
અંદાજે બે મહિના પહેલા તેણે જયપુરમાં રોશની નામની ગર્લફ્રેન્ડની હત્યા કરી નાખી હતી. રોશની સાથે તેની મુલાકાત એક હોટલમાં રોકાવવા દરમિયાન થઈ હતી. વિક્રમે એક ઓટો ડ્રાઈવર પાસે છોકરીને માંગ કરી હતી. રોશની અને વિક્રમ આખી રાત સાથે રહ્યા અને પછી બંને વચ્ચે મુલાકાત થઈ ગઈ. બંનએ સાથે રહેવાની કસમ ખાધા પછી બંને ઉત્તર પ્રદેશના હરદોઈ ચાલ્યા ગયા. ત્યાં થોડાક દિવસ રહ્યા બાદ બાદ ફરી જયપુરમાં રૂમ ભાડે રાખી રહેવા લાગ્યા. રોશની સેક્સ રેકેટ સાથે જોડાયેલી હતી. વિક્રમ રોશનીને ઘણી વખત સેક્સ રેકેટનું કામ છોડવાનું કહ્યું. પણ રોશની ન માની તો તકિયાથી તેનું મોઢું દબાવીને હત્યા કરી નાખી હતી.

ટ્રેનમાં જ મોબાઈલ યુઝ કરતો
જયપુરમાં પ્રેમિકા રોશની હત્યા બાદ આરોપી વિક્રમને ખબર પડી ગઈ હતી કે પોલીસ તેને શોધી રહી છે. તેને પકડાઈ જવાનો ડર લાગ્યો હતો. પોલીસથી બચવા માટે તેણે પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરીને રાખ્યો હતો. ટ્રેનમાં સફર દરમિયાન જ તે પોતાનો મોબાઈલ ઓન કરતો હતો. એક જગ્યાનું લોકેશન ન આવવાના કારણે તે બચીને ભાગી જતો હતો. ટ્રેનમાંથી ઉતર્યા પછી ફરી મોબાઈલ બંધ કરી દેતો હતો.

એક ભૂલ ભારે પડી
થોડાક દિવસ ઉત્તર પ્રદેશમાં રહ્યા બાદ તે ફરી રાજસ્થાન આવી ગયો હતો. તેને વિશ્વાસ હતો કે પોલીસ તેને પકડી નહીં શકે. તે અલવરમાં ભંડારમાં સેવા કરવા લાગ્યો હતો. ખાવા-પીવાનું અહીં મળતું હોનાથી ત્યાં જ રહેવા લાગ્યો હતો.જ્યાં વાતોવાતમાં એક દંપતીને આર્મી ઓફિસરના નામે ફસાવી તેના ઘરમાં રહેવા લાગ્યો હતો. દંપતીના ઘરે ખેતી કામ કરતી વખતે ભૂલથી મોબાઈલ ઓન થઈ ગયો હતો. આ એક ભૂલના આધારે પોલીસે તેનું લોકેશન મેળવી શાતિર આરોપીને દબોચી લીધો હતો.

You cannot copy content of this page