Only Gujarat

Bollywood

સેલિબ્રિટીના ઘરમાં જન્મ થયો ન હોવા જતા મહેનતથી આ એભિનેત્રીઓએ ગજવ્યું છે બોલિવૂડ

મુંબઈ: બોલીવુડમાં હાલ નેપોટિઝમને લઈને ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. તેની શરૂઆત થઈ છે સુશાંત સિંહ રાજપૂતની અચાનક આત્મહત્યાથી. સુશાંતના મોત બાદ તેના ચાહકો પણ સેલ્ફ મેડ અભિનેતાઓ અને અભિનેત્રીઓના સમર્થનમાં આવ્યા છે. બોલીવુડમાં માત્ર અભિનેતાઓ જ નહીં પરંતુ અનેક એવી અભિનેત્રીઓ પણ છે જેણે ઈન્ડસ્ટ્રીમાં કોઈ બેકગ્રાઉન્ડ વગર નામ કમાયું છે અને પોતાનું એક સ્થાન બનાવ્યું છે. આજે અમે તમને જણાવીશું એવી જ અભિનેત્રીઓ વિશે…

કંગના રનૌત
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પોતાના કરિયરની શરૂઆતના દિવસોમાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. કંગના કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી નથી આવતી. પરંતુ તો પણ તેમના અદ્વિતીય અભિનયથી લોકોને પોતાના દીવાના બનાવ્યા છે. કંગના પોતાની બેબાકી માટે જાણીતી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત અનુરાગ બાસૂની રોમાન્ટિક થ્રિલર ફિલ્મ ગેંગસ્ટરથી કરી હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ફીમેલ ડેબ્યૂ અવૉર્ડ પણ મળ્યો હતો. જે બાદ તે કારકીર્દિમાં સતત આગળ જ વધતી રહી.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાના માતા-પિતા આર્મીમાં ડૉક્ટર હતા. પરંતુ પ્રિયંકાને બાળપણથી જ ફેશન જગતમાં રુચિ હતી. પ્રિયંકાએ સૌથી પહેલા મિસ વર્લ્ડ બનીને દેશનું નામ રોશન કર્યું હતું. જે બાદ તેણે ફિલ્મ દુનિયામાં પગ મુક્યો. આજે પ્રિયંકા ન માત્ર બોલીવુડ પરંતુ ઈન્ટરનેશનલ સ્ટાર બની ગઈ છે.

ભૂમિ પેડનેકર
બોલીવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે પણ પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત પોતાના દમ પર કરી છે. ભૂમિએ દમ લગા કે હૈશા સાથે બોલીવુડમાં પગ મુક્યો હતો. જે બાદ ભૂમિએ ક્યારેય પાછળ ફરીને નથી જોયું.

અનુષ્કા શર્મા
ફિલ્મ રબ ને બના દી જોડીથી બોલીવુડની ઈનિંગની શરૂઆત કરનાર અનુષ્કા શર્માએ પોતે જ નામ બનાવ્યું છે. આજે અનુષ્કા ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે. અનુષ્કાએ પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું છે.

કૃતિ સેનન
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની નજીકની મિત્ર અને અભિનેત્રી કૃતિ સેનને પોતાની કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી. જે બાદ તેણે ટાઈગર શ્રૉફ સાથેની ફિલ્મ હીરોપંતીથી ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેણે પોતાના કરિયરમં સતત પ્રગતિ કરી છે. જો કે હજુ પણ કૃતિ ફિલ્મોમાં નામ બનાવવા મહેનત કરી રહી છે.

You cannot copy content of this page