Only Gujarat

Bollywood FEATURED

જિમમાં જુડવા બહેનની સાથે પરસેવો પાડે છે આકાશ અંબાણી, સામે આવી તસવીર

મુંબઈ: દેશના સૌથી અમિર બિઝનેસમેન અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. અંબાણી પરિવારના કોઈ પણ સદસ્યની તસવીરો કે વીડિયો હોય જે બહુ જ ટૂંક સમયમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે. આનાથી એ ખબર પડે છે કે, અંબાણી પરિવારના ચાહકો તેમના વિશે જાણવા માટે બહુ જ ઉત્સાહી છે અને તેમના વિશે વધારે જાણવાની કોશિશ કરે છે. તો હાલમાં જ એક એવી તસવીર સામે આવી છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જેમાં અંબાણી પરિવારના મોટા પુત્ર આકાશ અને તેમની બહેન ઈશા અંબાણી જિમમાં પોતાના એક મિત્રની સાથે ફોટો પડાવતાં જોવા મળ્યાં હતાં.

આ તસવીર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. જેમાં આકાશ અંબાણી ટી-શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળ્યાં હતા અને તેમની બહેન ઈશા અંબાણી ગ્રે કલરના જિમ પેન્ટમાં જોવા મળી હતી.

Image Source

આના થોડા દિવસ પહેલા બે ભાઈ આકાશ-અનંત અને બહેન ઈશા અંબાણીની એક તસવીર સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી જેમાં ત્રણેય બહુ જ ખુશ જોવા મળ્યાં હતાં. જોકે આ તસવીર જ્યારે ક્લિક કરવામાં આવી ત્યારે ત્રણે ભાઈ-બહેન મજાકના મુડમાં જોવા મળ્યાં હતાં.

Image Source

તમને જણાવી દઈએ કે, ઈશા અને આકાશ જુડવા ભાઈ-બહેન છે. તેમનો જન્મ મુકેશ અને નીતા અંબાણીના લગ્નના 7 વર્ષ પછી થયો હતો. Vouge મેગેઝીનની સાથેની વાતચીતમાં ઈશાએ ખુલાસો કર્યો હતો કે, તે આઈવીએફ (IVF)ના માધ્યમથી જન્મ થયો હતો. પોતાના ભાઈ અંગે વાત કરતા ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, આકાશ અંબાણીએ તેના લગ્ન માટે પોતાના લગ્નની તારીખમાં ફેરફાર કર્યો હતો.

ઈશા અંબાણીએ 12 ડિસેમ્બર 2018માં પિરામલ ગ્રુપના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર આનંદ પિરામલ સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતાં. આ લગ્નના થોડા જ મહિના બાદ આકાશ અંબાણી પોતાની નાનપણની મિત્ર શ્લોકા મહેતાની સાથે લગ્ન કર્યાં હતાં.

તમને જણાવી દઈએ કે, અંબાણી પરિવારના પુત્ર અનંત અંબાણીની રાધિકા મર્ચેન્ટ સાથે થવાની છે તેવી ચર્ચાઓ જોરશોરથી ચાલે છે. રાધિકા મર્ચેન્ટ અંગે કહેવામાં આવે છે કે, મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની ગર્લફ્રેન્ડ છે અને અંબામી પરિવારની ‘નાની વહુ’ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page