Only Gujarat

National

અનેક પડકારો છતા અથાગ મહેનતથી IAS બનેલા આદિવાસી વિસ્તારના યુવકની સફળગાથા

રાયપુર: ભારત એક ગ્રામીણ દેશ છે, દેશમાં આજે પણ અનેક ભાગ અતી પછાત છે. આ કારણે ગામડામાં લોકો સુવિધાઓની અછત વચ્ચે જીવન નિર્વાહ કરવા મજબૂર છે. ખાસ કરીને આદિવાસી અને અતિ પછાત વિસ્તારોમાં યુવાનોને શિક્ષણ અને સુવિધાઓને લઇને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીં સ્કૂલો અને મૂળભુત સુવિધાઓની ભારે અછત છે. તેમ છતા આવા વિસ્તારોમાંથી યુવકો IAS ઓફિસર બનીને આગળ આવી રહ્યાં છે. આવા જ એક આદિવાસી યુવકના સંઘર્ષની કહાની વાંચવા જેવી છે, જેણે પરિવારનું ભરણ પોષણ કરવા માટે ફૂલ ટાઇમ નોકરી કરતાં કરતાં અને કોચિંગ વગર UPSCની પરીક્ષા પાસ કરી અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ કામ કર્યું છે.

વાત છે છત્તીસગઢના અતિ પછાત વિસ્તારમાં રહેતા સુરેશ જગતની, નક્સલ સમસ્યાથી ગ્રસ્ત રાજ્યમાં સુરેશે એક જનતા સ્કૂલમાં અભ્યાસ કરીને પણ 90 ટકા મેળવ્યા. તેનો એવો થયો કે શરૂઆતથી જ અભ્યાસમાં સુરેશ હોશિયાર હતા. સુરેશ જગત રાજ્યની સ્થાપનાના 18 વર્ષ બાદ પ્રથમ આદિવાસી છે, જેઓ IPS બન્યા છે.

સુરેશનો જન્મ કોરબા જિલ્લાના પરસદા ગામમાં થયો છે. આ એક અતિ પછા આદિવાસી ગામ છે. મીડિયા સાથે વાતચીતમાં સુરેશે જણાવ્યું કે શરૂઆતથી જ તેમની રુચી અભ્યાસમાં હતી. ઓફિસર બનવા માટે તેઓને જિલ્લા બહાર નીકળવું પડ્યું. બાકી શરૂઆતનું શિક્ષણ તો ગામમાં જ મેળવ્યું હતું.

સુરેશનું કહેવું છે કે હાઇ સ્કૂલ સુધી મારો અભ્યાસ ખુબ મુશ્કેલીભર્યો રહ્યો. કેટલીક પરીક્ષાઓમાં તો એકપણ શિક્ષક ન હતા. મારું શિક્ષણ ગામડાની જનભાગીદારીવાળી સ્કૂલમાં થયું. આ સ્કૂલ ગામની જનતા ચલાવે છે. જેમાં ક્યારેક ટીચર હોય, ક્યારેક ન પણ હોય કોઇ સિસ્ટમ ન હતી. આ વિસ્તારમાં કોઇ હાઇ-ફાઇ પ્રાઇવેટ સ્કૂલ પણ નથી. એવામાં અંગ્રેજી ભણાવનારા શિક્ષકોની ભારે ઘટ હતી.

સુરેશે ગમે તેમ કરી હાઇ સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યું. 10માં સુરેશને 90 ટકા પ્રાપ્ત થયા. જેનાથી આગળ ભણવાની પ્રેરણા મળી, આગળના શિક્ષણ માટે તેના ભાઇઓએ ઘણી મદદ કરી અને બિલાસપુરના ભારત માતા હિંદી માધ્યમ સ્કૂલમાં એડમિશન કરાવ્યું હતું. અહીં પણ સુરેશને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

સુરેશનું કહેવું છે કે 12માં ધોરણમાં તેઓનું રાજ્યમાં ટોપ કરનારા વિદ્યાર્થીઓમાં તેમનું સ્થાન 5મું હતું. ત્યારબાદ તેઓને જીવનમાં કંઇક કરવાનો આત્મવિશ્વાસ મળ્યો. ગામના બાળકોમાં આત્મવિશ્વાસ ખુબ ઓછો જોવા મળે છે. અંગ્રેજી અને ગણિતના વિષયમાં નબળા હોવાનું પણ એક સમસ્યા છે. આથી સુરેશે આ બે વિષય પર વિશેષ ધ્યાન આપ્યું. ત્યારબાદ મનમાં IAS બનવાનું નક્કી કર્યું.

સુરેશનું કહેવું છે કે AIEE પાસ કર્યા બાદ NIT રાયપુરમાં એડમિશન મળ્યું અને અહીં પણ પોતાની મહેનતથી 81 ટકા સાથે મેકેનિકલની ડિગ્રી મેળવી. સુરેશ ગરીબ ખેડૂત પરિવારમાંથી આવતો હોવાથી પરિવારના ભરણ પોષણ માટે નોકરી પણ કરવી પડી. પરિવાર તેના કોચિંગ અને શિક્ષણનો ખર્ચ ઉપાડવા અસર્મથ હતો. આથી સુરેશે ONGCમાં કેન્પસ સિલેક્શન મળતા નોકરી શરૂ કરી. GATE પરીક્ષામાં સુરેશનું NTPCમાં સિલેક્શન થઇ ગયું. આમ ફૂટ ટાઇમ નોકરી કરતાં કરતાં સુરેશે સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરવાનું શરૂ કરી દીધું.

NTPCમાં 3 વર્ષ સુધી કામ કરી સુરેશે વિચાર્યું કે હવે સિવિલ સેવાની પરીક્ષા આપવી જોઇએ, બાદમાં સુરેશે ભારતીય એન્જિનિયર સેવાની પરીક્ષા પાસ કરી તો કેન્દ્રીય જલ આયોગ ભુવનેશ્વરમાં પોસ્ટિંગ મળ્યું. જો કે સુરેશ દિલ્હી જઇ તૈયારી કરવાનું સપનું અધુરું રહી ગયું.

નોકરી કરતાં કરતાં સુરેશે બે પ્રયાસમાં હિન્દી માધ્યમથી પરીક્ષા આપી, ત્યારબાદ તેઓને લાગ્યું કે હવે અંગ્રેજી માધ્યમથી પરીક્ષા આપવી જોઇએ, અંગ્રેજીમાં શિક્ષણ મેળવવું એ સુરેશે એક પડકાર તરીકે સ્વીકાર કર્યો.

જો કે સુરેશે ફરી UPSC ક્લિયર કરી લીધી હતી, પરંકુ તેઓ IAS બનવા ઇચ્છતા હતી. સુરેશનું કહેવું છે કે 2016ની પરીક્ષામાં સફળતા મળી હતી અને તેઓને IRTS મળ્યું, પરંતુ IAS બનવાનું સપનું હોવાથી ચોથા પ્રયાસે IASની પદવી મળી. આ તમામ પ્રયાસ મેં ફૂટ ટાઇમ નોકરી કરતાં કરતાં કર્યા એટલું જ નહીં એકપણ વખત કોચિંગનો સહારો લીધો નહીં.

ગામડાનો એક ગરીબ છોકરો હોવાને કારણે સુરેશ ગામડાની સમસ્યાઓ સારી રીતે જાણે છે. તેમનું કહેવું છે કે IAS ઓફિસર જે અમારા ગામમાં આવતા હતા, તેઓને જોઇને મારા મનમાં સવાલ ઉઠતો હતો, ઘરની આર્થિક અને સામાજિક સ્થિતિ સારી ન હોવાનું પણ એક કારણ છે, દાદાજી મારી પ્રેરણા સ્ત્રોત છે. તેમની મહેનત અને કોર્ટ કચેરીના ધક્કાએ મને આ દિશામાં પ્રયાસ કરવા મજબૂર કર્યો.

સુરેશે પોતાની સફળતાની કહાની અને સંઘર્ષમાં ભૂલો વિશે પણ વાત કરી, તેઓએ જણાવ્યું કે કેવી રીતે મને હિંદી માધ્યમમાંથી તૈયારીની સંપૂર્ણ પ્રયાસ ન કર્યો, જો હિન્દી સાહિત્ય વિષયમાંથી પરીક્ષા આપી હોત તો સફળતા પ્રથમ પ્રયાસમાં જ મળી ગઇ હોત, નોટ્સ નહીં બનાવવી બીજી ભૂલ હતી. છત્તીસગઢના આદિવાસી વિસ્તારમાંથી આવતા સુરેશની ચાર પ્રયાસે IAS ઓફિસર બનવાના સંઘર્ષની કહાની તમામ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા છે. આજે સુરેશ પશ્ચિમ બંગાળમાં ક્લેક્ટરની ફરજ બજાવે છે. કંઇક કરવાની હિમ્મત હોય તો સફળતા જરૂર મળે છે, મુશ્કેલીઓ ભલે ગમે તેટલી આવે પરંતુ ડરવું ન જોઇએ.

You cannot copy content of this page