Only Gujarat

Bollywood

કરીનાના ‘વન નાઇટ સ્ટેન્ડ’ના સવાલમાં જાણો સારાએ શું જવાબ આપ્યો

મુંબઈ: કરીના કપૂર જાણીતી રેડિયો શો ‘વોટ વીમેન વોન્ટ’ માં અવાર નવાર બોલીવૂડ સેલિબ્રિટીને આમંત્રણ આપે છે. આ વખતે તેઓએ પોતાની જ સોતેલી પુત્રી સારા અલી ખાનને બોલાવી, જો કે શો દરમિયાન કરીનાએ સારાને એક એવો સવાલ કર્યો કે તે શરમાઇ ગઇ. કરીનાએ સારાને મોર્ડન રિલેશનશિપ્સ અંગે વાત કરી, આ દરમિયાન તેઓએ સારાને પૂછ્યું કે શું તેઓએ ક્યારે નોટી મેસેજ મોકલ્યા છે ? સાથે જ કરીનાએ એવું પણ કહ્યું કે આ વખતે હું આ અંગે જાણવા નથી માગતી અને આશા રાખું કે તારા પિતા આ એપિસોડ ન જોતા હોય. કરીનાના પ્રશ્નના જવાબમાં સારાએ શરમાઇને ‘હા’માં જવાબ આપ્યો હતો.

સાથે જ કરીનાએ સારાને એવું પણ પુછી લીધું કે શું તે ક્યારેય વન નાઇટ સ્ટેન્ડમાં સામેલ થઇ ચૂકી છે ? જો કે તેનો જવાબ આપતા સારાએ કહ્યું કે એવું ક્યારેય નથી થયું. સારાનો આ જવાબ કરીના સાંભળી રાહતનો શ્વાસ લીધો હતો.

સારાએ કરીનાને એવું પણ કહ્યું કે રિલેશનશિપમાં ક્યારેય દગો નથી આપ્યો, એટલું જ નહીં સારાએ એવું પણ કહ્યું કે તે ક્યારેય પોતાના પાર્ટનરનો ફોન ચેક નથી કરતી.

સારાએ પોતાના કો-સ્ટાર્સને લઇને પણ કેટલીક રોચક વાત કરી, તેણીએ જણાવ્યું કે ક્યારેય પોતાના કો-સ્ટારને રિજેક્ટ કરવાની જરૂર નથી પડી, સારાએ કહ્યું કે મારા તમામ સાથી કલાકારોની સાથે પ્રોફેશનલ અને સારા સંબંધો છે.

ઉલ્લેખનીય છે કે સારા કેદારનાથમાં સુશાંત સિંહ રાજપુત, સિંબામાં રણવીર સિંહ, લવ આજ કલમાં કાર્તિક આર્યન અને કુલી નંબર વનમાં વરુણ ધવન સાથે કામ કરી ચૂકી છે.

ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જ્યારે સારાને પૂછવામાં આવ્યું કે તું પોતાની સોતેલી માતા કરીના કપૂર ખાન માટે શું કહેવા માગે છે તો તેના જવાબમાં તેણીએ કહ્યું કે હું હંમેશાથી કરીના કપૂરની ફેન રહી છું. આ મારા માટે સરપ્રાઇઝ હતું કે કભી ખુશી કભી ગમની પૂ મારી સોતેલી માતા બનશે.

સારાનું કહેવું છે કે પર્સનલ રિલેશનની વાત આવે તો હું હંમેશા ઇચ્છતી હતી કે જે મારા પિતાને ખુશ રાખશે હું તેમાં જ ખુશ રહીશ, પછી ભલે તે કોઇપણ હોય. હું અને કરીના મિત્ર છીએ અને અમારી બંને વચ્ચે બોન્ડિંગ સારું છે. મારી માતાએ જ મને પિતાની કરીના સાથે બીજા લગ્ન માટે તૈયાર કરી હતી.

ઉલ્લેખનીય છે કે સારા અલી ખાન અમૃતા સિંહ અને સેફ અલી ખાનની પુત્રી છે, બંનેએ 2004માં છુટાછેડા લીધા હતા, ત્યારબાદ 2012માં સેફે કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા, અમૃતા અને સેફ અલી ખાનનો એક પુત્ર પણ છે, જેનું નામ ઇબ્રાહિમ છે.

 

 

You cannot copy content of this page