Only Gujarat

Bollywood FEATURED

હાર્દિક પંડ્યાની ભાવિ પત્નીએ પૂછ્યો એવો સવાલ કે જવાબ સાંભળીને ગાલ પર પડ્યાં શરમના શેરડા!

મુંબઈઃ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને બોલિવૂડ અભિનેત્રી નાતાશા સ્ટેનકોવિકીની જ્યારથી સગાઈ થઈ ત્યારથી બંને ચર્ચામાં છે. બંને હંમેશા તેમના ફેન્સને નવાં કપલ ગોલ્સ આપતાં રહે છે. બંને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમના નવાં ફોટો શેર કરી ફેન્સ સાથે વાતચીત કરે છે. અત્યારે લૉકડાઉન દરમિયાન હાર્દિક અને નતાશા એકબીજા સાથે સમય પસાર કરી રહ્યાં છે.

નતાશા હાર્દિક સાથે તેના ઘરે રહે છે. બંને અત્યારે ક્વોરન્ટીન સમયને એન્જોય કરે છે. આ વાતની જાણ સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. અત્યારે નતાશાએ એક ફોટો બાબતે ફેન્સને એક સવાલ કર્યો છે કે, જેનો હાર્દિક પંડ્યાએ એવો જવાબ આપતાં તે શરમાઈ ગઈ હતી.

નતાશાએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેના કેપ્શનમાં નતાશાએ ફેન્સને પૂછ્યું કે, ‘કેવું ચાલી રહ્યું છે ક્વોરન્ટીન?’ આ સવાલનો જવાબ હાર્દિક પંડ્યાએ આપ્યો છે. હાર્દિકે નતાશાના ફોટો પર કોમેન્ટમાં લખ્યું કે, ‘તમારી સાથે, સૌથી શાનદાર’.

હાર્દિકનો આ જવાબ વાંચી નતાશા શરમાઈ ગઈ. નતાશાએ તે કોમેન્ટ પર એક ઇમોજી પોસ્ટ કર્યું હતું. હાર્દિકની આ કોમેન્ટને સોશિયલ મીડિયા યૂઝર્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જોકે, બંનેની પોસ્ટ પણ ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. સગાઈ પછી હાર્દિક અને નતાશા સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયા છે.

ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસો પહેલાં નતાશાએ હાર્દિક પંડ્યા સાથેનો ફોટો શેર કર્યો હતો. જેમાં તે રોમેન્ટિક અંદાજમાં જોવાં મળ્યાં હતાં. આ ફોટો બંનેના ફેન્સે સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાર્દિક અને નતાશા નવાં વર્ષે તેમની રિલેશનશિપ પર ખુલાશો કર્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page