Only Gujarat

Bollywood FEATURED

હવે, બોલિવૂડના આ જાણીતા એક્ટરના પિતાને થયો કોરોના પોઝિટિવ, અત્યારે છે આવી હાલત

મુંબઈઃ બોલીવૂડ એક્ટર ફ્રેડી દારૂવાલાના પિતા કોરોનાવાઈરસ પોઝિટિવ થયા છે. ફ્રેડીએ આ સમાચારને કન્ફર્મ કર્યા છે. ફ્રેડીએ જણાવ્યું કે તેમના પિતા ઘરે આઇસોલેશનમાં છે અને રિકવરી થઈ રહ્યાં છે. ઇન્ડિયા ટૂડે સાથે વાતચીતમાં ફ્રેડીએ કહ્યું કે હા મારા પિતા કોવિડ-19 સંક્રમિત છે. તેમના લક્ષણ એટલા સ્ટ્રોંગ ના હોવાથી બીએમસીએ અમને ઓપ્શન આપ્યું કે તેઓ ઇચ્છે તો ઘરે જ આઇસોલેશનમાં રાખી શકે છે. અમારી પાસે સુવિધા હતી એટલે અમે તેમને ઘરે જ રાખવાનું યોગ્ય સમજ્યું. તેઓ હાલ ઠીક છે અને સારી રીતે રિકવર કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે ફ્રેડીએ પોતાના બોલીવૂડ કરિયરની શરૂઆત અક્ષય કુમારની ફિલ્મ ‘હોલીડે’માં વિલેનની ભૂમિકાથી કરી હતી. તેઓ ત્યારબાદ ફ્રેડી અનેક મોટી બોલીવૂડ ફિલ્મોમાં પણ નજર આવી ચૂક્યા છે. તેઓ સલમાન ખાનની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘રેસ 3’માં નજર આવી ચૂક્યા છે.

આ સિવાય ફ્રેડીએ જોન અબ્રાહમની ફિલ્મ ‘ફોર્સ-2’ અને વિદ્યુત જામવાલની ફિલ્મ ‘કમાન્ડો 2’માં પણ કામ કર્યું છે. આ સિવાય તે જી-5ની વેબસીરિઝ ‘પોઇઝન’માં ડીએસપી વિક્રમનો રોલ કરી ચૂક્યા છે.

આ પહેલા 60 વર્ષના ફિલ્મ પ્રોડ્યુસર કરીમ મોરાની કોરોના પોઝિટિવ આવ્યા હતા. કરીમની સાથે સાથે તેમની બંને દિકરી જોઆ અને શઝા મોરાની પણ કોરોના વાયરસ પોઝિટિવ થઇ હતી. જોકે ત્રણેયે કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.

બોલીવૂડમાં કોરોનાની એન્ટ્રીની શરૂઆત જાણીતી સિંગર કનિકા કપૂરથી થઇ હતી. કનિકા કોરોનાવાઈરસ પોઝિટિવ આવી હતી. બાદમાં સારવાર અને અનેક ટેસ્ટ બાદ તે પણ કોરોના સામેની જંગ જીતી ગઇ અને ઘરે પરત ફરી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page