Only Gujarat

FEATURED National

રોજ 18-20 રોટલી ઝાપટી છે તો પણ નથી થયું ટોઈલેટ, પરિવારને કોરી ખાય છે આ ચિંતા

એક 16 વર્ષના છોકરાને અજીબ બિમારી લાગી ગઈ છે. તે છેલ્લા 18 મહિનાથી શૌચ કરવા જ નથી ગયો. અને તે રોટલી પણ રોજની 18 થી 20 ખાઈ જાય છે. અત્યારે તો તેને કોઈ પરેશાની નથી થઈ રહી પરંતુ તેના પરિવારજનો એ વાતથી ચિંતિત છે કે તેમનો દીકરો કોઈ મોટી બીમારીનો શિકાર ન બની જાય. આ આશ્ચર્યજનક મામલો મધ્ય પ્રદેશા મુરૈના જિલ્લાનો છે.

મુરૈનામાં એક ગરીબ પરિવારના દીકરાને અનોખી બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ડૉક્ટર પણ તપાસની વાત કહીને દૂર હટી રહ્યા છે. મુરૈનાના સબજીતના પુરા નિવાસી મનોજ ચાંદિલનો 16 વર્ષનો દીકરો આશીષ ચાંદિલ છેલ્લા 18 મહિનાથી શૌચ કરવા માટે નથી ગયો.

આ બીમારીની જાણકારી મળતા જ પરિવારજનોએ મુરૈના-ભિણ્ડ ગ્વાલિયરના અનેક ડૉક્ટર્સને બતાવ્યું. બીમારીની જાણકારી મેળવવા માટે અનેક તપાસ પણ કરાવી, પરંતુ અત્યાર સુધી તેને કોઈ પતો નથી મળ્યો.

આશીષ રોજ 18 થી 20 રોટલી ભોજનમાં ખાઈ જાય છે, આ કારણ પણ તેને પેટ અને શરીરમાં કોઈ પરેશાની નથી થઈ. સામાન્ય સ્થિતિમાં આ છોકરો પોતાનું જીવન પસાર કરી રહ્યો છે.

પરિવારજનોને આ વાતની ચિંતા સતાવી રહી છે તેનો દીકરો કોઈ મોટી બીમારીથી પીડિત ન થઈ જાય.

આ સંબંધમાં બાળરોગ વિશેષજ્ઞ બીમારીની જાણકારી માટે વિસ્તૃત તપાસ કરાવવાની વાત કરી રહ્યા છે. ડૉક્ટર કોઈ તપાસની સંભાવના વ્યક્ત કરવાનું પણ ઉચિત નથી માની રહ્યા.

You cannot copy content of this page