Only Gujarat

FEATURED National

ક્યારેય ના બની હોય તેવી બની ઘટના, રસ્તા પર થઈ સાપ-કોબ્રાનો ખરાખરીનો ખેલ

નૈનીતાલમાં કોબ્રા દ્વારા એક સાપને ગળવાનો મામલો સામે આવ્યો છે. ચારખેત ગામમાં મંગળવારની બપોરે લગભગ ત્રણ વાગ્યે રસ્તાની સાઈડમાં બે સાપ લડતા દેખાયા હતા.

આ દરમ્યાન સાપોની લડાઈ જોવા માટે રાહદારીઓની ભીડ જમા થઈ ગઈ હતી. જ્યારે લોકોએ પાસે જઈને જોયુ તો એક સાંપ બીજા સાંપને ગળી રહ્યો હતો. લોકોએ તેની જાણ વન વિભાગને કરી હતી.

તો કોઈ લોકોએ તો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ નાંખી દીધો હતો. જે થોડા જ સમયમાં વાયરલ થઈ ગયો હતો. જ્યા સુધીમાં વન વિભાગની ટીમ ત્યાં પહોંચે ત્યાં સુધીમાં સાંપને કોબ્રા ગળી ચૂક્યો હતો અને ત્યાંથી જતો રહ્યો હતો.

વન વિભાગનાં વન બીટ અધિકારી અરવિંદ કુમારે જણાવ્યું કે, લગભગ 10 ફૂટ લાંબા કિંગ કોબ્રાએ લગભગ સાત ફૂટ લાંબા રેટ સ્નેકને ગળી લીધો હતો અને બાદમાં જંગલ તરફ જતો રહ્યો હતો.

ઘટના સ્થળે પહોંચેલા વન વિભાગનાં કર્મચારી નિમેષે જણાવ્યું કે, કિંગ કોબ્રાની શોધખોળ ચાલું છે. આ વખતે તેમની સાથે ફોરેસ્ટ કોન્સ્ટેબલ સંતોષ ગિરી અને ગૌરવ કુમાર પણ હતા.

You cannot copy content of this page