Only Gujarat

FEATURED National

ગાડીમાં નહીં પણ બાઈક પર વરરાજાએ કાઢી જાન, દુલ્હનને બેસાડીને આવ્યો ઘરે

શ્રીગંગાનગરઃ કોરોના વાયરસના કારણે કેટલાક લોકોએ 2020માં પોતોના લગ્નને મુલતવી રાખ્યા, તો કેટલાક લોકોએ ખૂબ જ સાદગીથી લગ્ન સંપન્ન કર્યા, આવા જ એક અનોખા લગ્ન રાજસ્થાનના શ્રીગંગાનગરમાં થયા. આ અનોખા લગ્ન લોકોમાં ચર્ચાનો વિષય બની ગયા છે. લગ્નના મંડપમાં સાત ફેરા લીધા બાદ દુલ્હાએ તેમની દુલ્હનને બાઇકમાં જ ઘરે લઇ ગયો. લગ્નના લાલ ડ્રેસમાં સજેલી દુલ્હન અને સફેદ કુર્તા પાયજામમાં સાથે દુલ્હનના ડ્રેસ સાથે મેચિંગ પાઘડી પહેરેલી આ નવદંપતીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ કપલ જે રસ્તા પરથી પસાર થયું, લોકો તેને જોતા રહ્યાં અને કેટલાક લોકોએ તો તેમનો ફોટા ખેંચ્યો. તો કેટલાક લોકોએ તેમની સાથે સેલ્ફી લીધી. સોશિયલ મીડિયા પર તેમની આ સ્ટોરી વાયરલ થઇ છે.


રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં કાલિયા ગામમાં રહેતા ગુરશરણ સિંહની સગાઇ બે મહિના પહેલા અમનદીપ કૌર સાથે થઇ હતી. બુઘવાર, 26 ઓગસ્ટના રોજ સંપૂર્ણ રીત રિવાજ સાથે તેમના લગ્ન થયા. દીકરીના પિતા બલકાર સિંહને ડર હતો કે, કોરોનાકાળમાં જો જાનમાં વધુ લોકો આવશે તો પોલીસ કાર્યવાહી કરશે. જો કે એવું કંઇ જ ન થયું. દીકરાના પિતાએ સમજદારી દાખવી અને માત્ર 11 લોકોને જ જાન લઇ ગયા.

દીકરાએ પણ ઘરે જણાવી દીધું હતું કે, તે બાઇક પર જ તેમની દુલ્હનને લઇને આવશે. પરિવારે પણ દીકરાની વાતને સ્વીકારી લીધી. ગામમાં જ્યારે વરરાજો બાઇક પર તેમની દુલ્હનને લઇને પહોંચ્યો તો લોકો આ સીન જોતા જ રહી ગયા. જો કે દીકરીના માતા-પિતા ખૂબ જ ખુશ થયા. તેમણે જણાવ્યું કે ઓછા લોકોને જાનમાં લઇને આવવાનો જમાઇનો આઇડિયા ખૂબ જ સારો હતો.

દુલ્હા દુલ્હન આખા રસ્તે તેમના અલગ અલગ અંદાજમાં ફોટો પાડતા રહ્યા. દુલ્હને જણાવ્યું કે ક્યારેય નહોતું વિચાર્યું કે, ગુરશરણ સિંહ અમારા લગ્નને આટલા યાદગાર બનાવી દેશે. બાઇક પર દુલ્હન બનીને ઘરે આવવું ખૂબ જ સારો અહેસાસ હતો. એવું મહેસૂસ થતું હતું કે જાણે અમે પ્લેનથી આવી રહ્યાં છીએ. રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાના કાલિયા ગામમાં થયેલા આ અનોખા લગ્ન ખૂબ જ ચર્ચામાં છે. લોકો આ રીતે સાદાઇથી લગ્ન સંપન્ન કરવા બદલ દુલ્હા દુલ્હનની પ્રશંસા કરી રહ્યાં છે તેમજ તેમને લગ્નની શુભકામના પાઠવી રહ્યાં છે.

પહેલી તસવીરમાં દુલ્હનની વિદાય બાદ બાઇક પર બેસાડીને લઇ જતા દુલ્હારાજા જોવા મળે છે તો બીજી તસવીરમાં તેમના ઘરની સામે બાઇક પરથી ઉતરતી દુલ્હન જોવા મળે છે. દુલ્હા દુલ્હન જે રસ્તા પરથી બાઇક પર પસાર થયા તો લોકોએ તેનો વીડિયો બનાવ્યો. તો કેટલાક લોકો તો આ સીન જોવા માટે ઘરની બહાર નીકળીને રોડ પર આવી ગયા.

You cannot copy content of this page