Only Gujarat

FEATURED National

કોડવર્ડ સાથે કોલગર્લ સેવ કરતી નંબર, એક રાત માટે 45 હજાર સુધીની રકમ વસૂલતી

પટણાઃ બિહારના પાટનગર પટણામાં ઓનલાઈન સેક્સ રેકેટ ચલાવવાના આરોપ હેઠળ પોલીસે એન્જિનિયર સહિત 8 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટના પટણાના કિદવઈપુરી વિસ્તારની છે જ્યાં પોલીસે દેહવ્યાપારમાં સંકળાયેલા 2 લોકોની ધરપકડ કરી અને તેમની પૂછપરછના આધારે તેમના 6 સાથીઓની પણ ધરપકડ કરી હતી.


આ સેક્સ રેકેટનો માસ્ટરમાઈન્ડ એક એન્જિનિયર છે. જોકે આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે, જે મહિલા દલાલને પોલીસે ધરપકડ કરી તેના નંબર પર ઘણા ફોન આવવા લાગ્યા. મહિલાના ફોનમાં એક નામ હતું ‘ડૉક્ટર બી’ જેણે પોતાનું નામ ના લેવાની અપીલ કરી રહ્યો હતો. મહિલાના ફોનમાં એવા ઘણા નંબર હતા, જે કોડ વર્ડમાં સેવ હતા.પોલીસે આ કેસમાં કોલકાતા અને ફુલવારીશરીફના 3 સેક્સ વર્કર અને તેમની મહિલા દલાલ સહિત 4ની ધરપકડ કરી હતી. પટણાના બોરિંગ રોડ સહિતના વિસ્તારોમાં આ ગેંગ દેહવ્યાપારનો રેકેટ ચલાવતા હતા.

પોલીસે સેક્સ રેકેટ ચલાવનારા આરોપીઓની ગેંગને પકડવા માટે યોજના બનાવી હતી. એક પોલીસકર્મીએ ગ્રાહક બની મહિલા દલાલને ફોન કર્યો હતો. જ્યારે તેને વિશ્વાસ થઈ ગયો કે ફોન કરનાર ગ્રાહક છે તો તેને નિર્ધારીત સ્થળે યુવતીને મળવા બોલાવ્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલા દલાલ સહિતના અન્ય લોકોની ધરપકડ કરી. આ બધાનો માસ્ટરમાઈન્ડ વ્યક્તિ એક મિકેનિકલ એન્જિનિયર નીકળ્યો.

આ ગેંગના માસ્ટરમાં એન્જિનિયરે જણાવ્યું કે, તે નોકરી છોડી સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે પોતાનો નંબર એક એડલ્ટ વેબસાઈટ પર રજીસ્ટર કરાવ્યો જે પછી તેને ફોન આવવા લાગ્યા અને સંપર્ક વધતો ગયો. આરોપી એન્જિનિયર સાથે પોલીસે કોલકાતાથી આવેલી સેક્સ વર્કરની પણ ધરપકડ કરી હતી.

માસ્ટરમાઈન્ડ એન્જિનિયર કોઈ ગ્રાહક સાથે ડાયરેક્ટ વાન નહોતો કરતો. તેના સુધી વેબસાઈટથી આવતા ગ્રાહકો જ પહોંચી શકતા. જે પછી સંપૂર્ણ વાત વ્હોટ્સએપ પર થતી અને યુવતીની તસવીર દેખાડવામાં આવતી. ગૂગલ પે અથવા પેટીએમ થકી પહેલા 7 હજારથી 45 હજાર જેટલી મોટી રકમ વસૂલવામાં આવતી. તપાસમાં એક સેક્સ વર્કરે જણાવ્યું કે, તે સગીરા છે અને કામની શોધ માટે મહિલા દલાલના ચક્કરમાં આવી હતી. અમુક દિવસ મહિલાએ તેને ઘરે કામ પર રાખી અને પછી બળજબરીપૂર્વક દેહવ્યાપારના ધંધામાં ધકેલી દીધી.

You cannot copy content of this page