Only Gujarat

National

”જ્યાં સુધી દેશ કોરોના વાયરસથી મુક્ત નહીં થાય ત્યાં સુધી હું જૂતા-ચપ્પલ નહીં પહેરૂં”

બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે ત્યારે હાલ બિહારના રાજકારણમાં આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.તો બીજી તરફ કોરોના સંક્રમણથી લડવા વિભન્ન પ્રકારના સંકલ્પ પણ લેવામાં આવી રહ્યાં. આ બધાની વચ્ચે એક વિચિત્ર ઘટના સામે આવી છે. બિહારના 65 વર્ષિય ધારાસભ્ય જવાહર પ્રસાદ છેલ્લા 6 મહિનાથી જૂતા ચપ્પલ નથી પહેરતા, આ સાથે તેમણે સંકલ્પ લીધો છે કે, જ્યાં સુધી ભારત કોરોના વાયરસથી મુક્ત નહીં થાય ત્યાં સુધી તેઓ જૂતા ચપ્પલ નહીં પહેરે. તો બીજી તરફ ચૂંટણી સમયે વિરોઘ પક્ષ આ સંકલ્પને માત્ર ચૂંટણી સ્ટંટ માની રહ્યાં છે.

ભૂતપૂર્વ ધારાસભ્યે જવાહર પ્રસાદે માર્ચ મહિનાથી જ પગમાં જૂતા ચપ્પલ પહેવાનું છોડી દીધું હતું. તેઓ જાહેર કાર્યક્રમોમાં પણ ખૂલ્લા પગે જ જતાં હતા.પાંચ વખત સાસારામની સીટ પરથી ચૂંટાયેલા ભૂતપૂર્વ ધારાસભ્ય જવાહર પ્રસાદે જણાવ્યું કે, ‘જુદા-જુદા રાજનૈતિક કાર્યક્રમમાં જવાનું હોય કે પછી ગામમાં જ શેરીઓ કે મહોલ્લાના કાર્યક્રમમાં જવાનું હોય, હું ખુલ્લા પગે જ ભ્રમણ કરૂં છું’. દરેક પરિસ્થિતિમાં તે ખૂલ્લા પગે જ લોકોની વચ્ચે જાય છે.

ભૂતપૂર્વ ધારાસભ્ય જવાહર પ્રસાદે જણાવ્યું કે, ‘ભલે આ વાયરસથી મુક્તિ મળતા લાંબો સમય લાગે પરંતુ જ્યાં સુધી દેશ કોરોના વાયરસથી મુક્ત નહીં થાય હું જૂતા ચપ્પલ નહીં પહેરૂં’ તેમનો આ અનોખો આજે ખૂબ જ ચર્ચામાં છે.

પૂર્વ ધારાસભ્ય જવાહર પ્રસાદ ભાજપ નેતા છે. તેઓ ગત વિધાનસભાની ચૂંટણીમાં માત્ર થોડા જ અંતરથી હાર્યા હતા. આ સ્થિતિમાં વિરોધી પક્ષનું માનવું છે કે, બિહારની ચૂંટણી સમયનો આ એક માત્ર ઇલેક્શન સ્ટંટ છે.

વિપક્ષીદળનું કહેવું છે કે, લોકોની સહાનુભૂતિ મેળવવા માટે તેઓ આ પ્રકારનો સંકલ્પ લઇ રહ્યાં છે. જો કે તેનાથી કંઇ જ ફરક નથી પડવાનો. તેઓ ધાર્મિક પ્રકૃતિના હોવાથી સામાન્ય રીતે પણ આ દિવસોમાં જૂતા ચપ્પલનો ઉપયોગ ઓછો જ કરતા હતા.

 

You cannot copy content of this page