Only Gujarat

National

7 વર્ષ ડેટિંગ કર્યા બાદ પોલાર્ડે કર્યા હતા લગ્ન, તસવીરોમાં જુઓ પોલાર્ડની પત્નીને કાતિલ અદાઓ

દુબઈઃ આઈપીએલની ગઈ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન પાંચમી વખત ચેમ્પિયન બન્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સની સફળતામાં અનેક ખેલાડીઓનો મોટો ફાળો છે. તેમાનું એક મોટું નામ એટલે કેરેન પોલાર્ડ. આ ઓલરાઉન્ડર મુંબઈ ઈન્ડિયન ટીમનો મહત્વનો હિસ્સો છે. તેની ધુંઆધાર બેટિંગથી હરીફ ટીમના બોલરો પણ ધ્રુજી ઉઠે છે.

કેરેબિયન પ્લેયર હોવા છતાં પોલાર્ડ ભારતમાં ઘણો લોકપ્રિય છે. તેની રમત ઉપરાંત પર્સનલ લાઈફ પણ ફેન્સ જાણવા માગતા હોય છે, જેથી અમે અહીં પોલાર્ડ અને તેની પત્ની જેના અલી વિશે જણાવી રહ્યાં છીએ.

પોલાર્ડ પોતાની રમત ઉપરાંત પર્સનલ લાઈફના કારણે પણ જાણીતો છે. તેની પત્ની જેના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ કપલ ક્રિકેટ જગતના લોકપ્રિય કપલ્સમાંથી એક છે. તેમની તસવીર ઘણીવાર વાઈરલ થતી રહે છે.

કેરોન અને જેના પ્રથમવાર એકબીજાને 2005માં મળ્યા હતા. 7 વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 25 ઓગસ્ટ 2012ના લગ્ન કરી લીધા હતા. 2012 બાદ જેના લગભગ દરેક ટૂર પર પોલાર્ડ સાથે જ રહે છે.

આઈપીએલ માટે પણ જેના ઘણીવાર ભારત આવી ચૂકી છે. પોલાર્ડ અને જેનાને 3 બાળકો છે, 2 દીકરા કૈદન તથા કૈલન પોલાર્ડ તથા એક દીકરી જાનિયા પોલાર્ડ.

કેરોન પોલાર્ડની પત્ની જેના અલી પતિની જેમ ક્રિકેટમાં ઘણો રસ ધરાવે છે, તે સ્પોર્ટ્સ સાથે જોડાયેલા બિઝનેસ વર્લ્ડમાં એક જાણીતું નામ છે. તે એક સફળ બિઝનેસવિમેન છે.

જેના પોલાર્ડ પોતાના હોમટાઉનમાં સ્પોર્ટ્સ એસેસરીઝની બ્રાન્ડ ચલાવે છે. તેની બ્રાન્ડનું નામ કેજે સ્પોર્ટ્સ એન્ડ એસેસરીઝ છે. જેમાં તે ક્રિકેટની રમતનો સામાન ઓનલાઈન વેચે છે.

You cannot copy content of this page