Only Gujarat

National

પેટ્રોલ પંપ પર ઉઘાડી લૂંટ, ધ્યાન રાખો નહીંતર તમારી સાથે પણ થઈ શકે છે આવું

ભિલાઈઃ અહીંના સેક્ટર-6 પોલીસ વેલફેર પેટ્રોલપંપના કર્મચારીઓએ પેટ્રોલ ભરવાના નામે એક મહિલા ગ્રાહક સાથે છેતરપિંડી કરી હતી. મહિલા પાસે 400 રૂપિયા લીધા બાદ 50 રૂપિયા જેટલું પેટ્રોલ ભરવામા આવ્યું હતું. મહિલાને સ્કૂટીમાં પેટ્રોલનો કાંટો આગળ વધેલો ના દેખાતા તે પેટ્રોલ પંપ પર પરત ફરી હતી. જે પછી પેટ્રોલપંપના કર્મચારીઓએ મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો હતો. મહિલાએ આ ઘટનાની ફરિયાદ સિટી એએસપીને કરી છે.

લક્ષ્મી નામની મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, સિટી એએસપી સંજય ધ્રૂવને જણાવ્યું કે, તે રિસાલી આઝાદ માર્કેટમાં રહે છે અને પોતાની સ્કૂટીમાં પેટ્રોલ નંખાવવા માટે પોલીસ વેલફેર પેટ્રોલ પંપ પર ગઈ હતી.

છેતરપિંડી કરવા પેટ્રોલપંપના કર્મચારીએ તેમનો મોબાઈલ વાગી રહ્યો હોવાનું કહ્યું હતું. જે પછી મહિલા પોતાનો મોબાઈલ ચેક કરવા લાગી તો પેટ્રોલ પંપના કર્મચારીએ માંડ અડધો લીટર પેટ્રોલ નાંખી પેટ્રોલ ભરાઈ ગયું તેમ કહ્યું હતું. લક્ષ્મી અમુક અંતરે નીકળી ત્યારે ફ્યૂટ મીટર ઓછું દેખાતા તે ફરી પેટ્રોલ પંપ પર પહોંચી અને ત્યાંના કર્મચારીઓને ફરિયાદ કરી હતી.

લક્ષ્મીએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે, ત્યાંના કર્મચારીઓને બધુ પેટ્રોલ કાઢી માપવાની વાત કહી તો તેઓ તેની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. પેટ્રોલ પંપના અધિકારીઓને આ વાતની જાણ થઈ તો તેમણે સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યું હતું. સીસીટીવી ફૂટેજમાં દેખાયું કે મહિલાએ કર્મચારી દિલેશ્વર ઠાકુરને 200-200ની 2 નોટ આપી હતી. આ દરમિયાન તેણે 1 નોટ ખિસ્સામાં રાખી અને બીજી નોટ હાથમાં પકડી રાખી હતી. આ સમયે તે સાથી કર્મચારીને જોઈ હસ્યો પણ હતો.

આ મામલે એડિશનલ એસપી સિટી સંજય ધ્રૂવે કહ્યું કે, તેમની પાસે ફરિયાદ આવી છે. તેઓ આ મામલે તપાસ કરાવી રહ્યાં છે. તપાસમાં પેટ્રોલ પંપ કર્મચારીએ છેતરપિંડી કરી હોવાનું સામે આવશે તો કાર્યવાહી કરવામા આવશે.

You cannot copy content of this page