Only Gujarat

National TOP STORIES

સુહાગરાત પહેલાં પતિને પ્રેમથી જમાડી ને પીવડાવ્યું દૂધ પણ પછી સેજ પર કર્યું એવું…

પાનીપતઃ હરિયાણાની એક નવી નવેલી દુલ્હને લગ્નના બીજા જ દિવસે ખૌફનાક કામ કર્યું અને તેને કારણે ઘરના અને આસપાસના લોકો આઘાતમાં છે.

દુલ્હને માત્ર પતિ જ નહીં પરંતુ તેના પૂરા પરિવારને ઝેરવાળું દૂધ પીવડાવી દીધું હતું. જોકે, સમયસર જાણ થઈ જવાને કારણે પરિવારના તમામ સભ્યો આઉટ ઓફ ડેન્જર છે. જોકે, જો સમય પર આની જાણ ના થઈ હોત તો આખો પરિવાર મોતના મુખમાં ધકેલાઈ જાત એ નક્કી હતું.

પાનીપત જિલ્લાના નૌલથા ગામમાં રહેતા વરરાજા દિનેશે પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે 2 ડિસેમ્બરના રોજ તેના લગ્ન સુનીતા નામની યુવતી સાથે થયા હતા. તે ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના પાવા ગામમાં રહેતી હતી. નૌલ્થામાં રહેતા એક માણસે સુનીત તથા તેની માતા સાથે દિનેશની મુલાકાત કરાવી હતી. ત્યારબાદ બંને પરિવાર લગ્ન માટે મંજૂર થયા હતા.

દુલ્હનની કાળી કરતૂતઃ ફરિયાદમાં વધુ કહેવામાં આવ્યું છે કે સુહાગરાત પહેલા સુનીતાએ ઘરના તમામ પરિવારને પ્રેમથી ભોજન આપ્યું હતું. ત્યારબાદ બધા માટે દૂધ લઈને આવી હતી. દૂધ પીધા બાદ તેના માતા-પિતા બેભાન થઈ ગયા હતા. જોકે, પછી શું થયું તે વરરાજાને યાદ નથી. આ ઘટના બન્યા બાદ સુનીત ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.

રોકડ રકમ તથા દાગીના સાથે ફરારઃ સાસરે પતિ સહિત સાસુ-સસરા તથા પરિવારના અન્ય સભ્યોને ઝેરવાળું દૂધ પીવડાવનાર સુનીતાએ ઘરમાં રોકડ રકમ તથા ઘરેણાંની ચોરી કરી છે. પાડોશીએ બૂમો પાડી હતી પરંતુ કોઈએ જવાબ ના આપ્યો. ત્યારબાદ તે ઘરની અંદર ગયા હતા. તો ઘરના તમામ સભ્યો બેભાન અવસ્થામાં હતા અને તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ઘરમાંથી દુલ્હન તથા રોકડ રકમ-ઘરેણાં ગાયબ હતા.

You cannot copy content of this page