Only Gujarat

FEATURED International

પ્રેગ્નન્ટ કૂતરાંનો પેટનો એક્સરે જોઈ માલિક ને ડોક્ટરને ના થયો વિશ્વાસ

2020માં લોકોએ એટલું બધુ જોયુ છેકે, આ વર્ષે કોઈ પણ વસ્તુઓ લોકોને આશ્ચર્ય પમાડી શકે તેમ નથી. કદાચ આ જ શોકમાં એક વ્યક્તિને એવું લાગ્યુકે, તેનો કુતરો પ્રેગ્નેન્ટ છે. હા આ વ્યક્તિ પાસે મેલ ડોગ છે. અચાનક તેનું પેટ એવું ફૂલી ગયુ જાણે કે તે પ્રેગ્નેન્ટ હોય. કૂતરાની પ્રેગ્નેન્સીને વ્યક્તિએ ચમત્કાર માની લીધુ. કૂતરામાં પ્રેગ્નેન્સીનાં બધા જ લક્ષણો દેખાઈ રહ્યા હતા. તેને ઉલ્ટીઓ તઈ રહી હતી અને તે બહુજ સુસ્ત રહેવા લાગ્યો હતો. જ્યારે માલિક તેને લઈને ડોક્ટરની પસે પહોંચ્યો તો તેણ એક એવી વસ્તુ જોઈ જેને જોઈને તે ચોંકી ગયો હતો. કૂતરાનાં પેટમાં ડોક્ટરે 25 બોલ્સ સ્પોટ કર્યા હતા. આ બોલ તેના પેટમાં કેવી રીતે આવ્યા , તેને લઈને માલિકે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ. માલિકે તેનાં કૂતરાની આ અજીબોગરીબ પ્રગ્નેન્સી લોકો સાથે શેર કરી હતી.

આ મામલો યુકેમાંથી સામે આવ્યો છે. અહીંયા કાળા રંગનાં સચનાઉઝર (Schnauzer) જેનું નામ અલ્ફી હતુ, તેના પેટમાંથી ડોક્ટર્સે 25 ગોલ્ફ બોલ્સ બહાર કાઢ્યા હતા.

આ મામલો યુકેમાંથી સામે આવ્યો છે. અહીંયા કાળા રંગનાં સચનાઉઝર (Schnauzer) જેનું નામ અલ્ફી હતુ, તેના પેટમાંથી ડોક્ટર્સે 25 ગોલ્ફ બોલ્સ બહાર કાઢ્યા હતા.

અલ્ફીને ઉલ્ટીઓ થઈ રહી હતી અને તે બહુજ સુસ્ત દેખાઈ રહ્યો હતો. થોડા સમય બાદ નીલે નોટિસ કર્યુ કે, તેનું પેટ ફૂલી રહ્યુ છે. તેણે ચમત્કાર જ લાગ્યો કે, ક્યાંક તેનો કુતરો પ્રેગ્નેન્ટ તો નથીને?

નીલ અલ્ફીને લઈને ડોક્ટરની પાસે પહોચ્યો હતો. જ્યાં અલ્ફીનો એક્સ-રે કાઢવામા આવ્યો તો તેને જોઈને બધા ચોંકી ગયા હતા. ડોક્ટર્સે જોયુકે, તેના પેટમાં બહુ બધા બોલ્સ છે.

અલ્ફીની સર્જરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેને યુકેની જ Blythman Partners Veternary Practice ક્લિનિકમાં એડમિટ કરવામાં આવ્યો હતો. પહેલાં ડોક્ટર્સને લાગ્યુકે, તેનાં પેટમાં 15 બોલ ઠે, પરંતુ સર્જરીમાં 25 નીકળ્યા હતા.

આ સર્જરી માટે નીલે 2 લાખ 37 હજાર રૂપિયાનું બિલ ચૂકવવુ પડયુ હતુ. પરંતુ નીલ પોતાના કુતરાનો જીવ બચાવવાને લઈને ખુશ હતો.

ડોક્ટર્સે લોકોને પોતાના પાળતું પ્રાણીઓ ઉપર ધ્યાન રાખવાની અપીલ કરી છે. લોકો પણ ચોંકેલા છેકે, કોઈ કૂતરાનાં પેટમાં 25 બોલ્સ આવી ગયા અને માલિક તેનાંથી અજાણ છે.

You cannot copy content of this page