Only Gujarat

Gujarat

પરિણીત પ્રેમિકા ઘરે જઈને ‘મોજ’ કરવી પડી ભારે, પત્નીએ પતિને પરાણે દુકાને મોકલ્યો અને…

દાહોદ: દાહોદ ભાજપ યુવા મોરચાના મહામંત્રીને પરિણીત પ્રેમિકાના ધરે જઈને રંગરેલિયા મનાવવી ભારે પડી હતી. યુવા નેતા પરિણીતા ઘરે એકલી હોઈને મળવા ગયા હતા. બાદમાં પરિણીતાનો પતિ અચાનક ઘરે આવી ગયો હતો. પતિએ ચોકીદાર પાસે ઘરનો દરવાજો બંધ કરાવીને બુમાબુમ કરી હતી. આ આખો મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે ઘટના સ્થળે આવીને ભાજપ યુવા મોરચાના મહામંત્રી સામે ફરિયાદ નોંધીને અટકાયત કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ દાહોદ ભાજપ યુવા મોરચાના મહામંત્રી બાદલ પંચાલ તેની પરિણીત પ્રેમિકા ઘરે એકલી હોઈ મળવા પહોંચ્યો હતો. મહિલાના પતિએ ચોદીકાર પાસે ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. બાદલ પંચાલે ઘરનો દરવાજો ખોલવા ભારે ધમાલ કરી હતી. તેમજ દરવાજો નહીં ખોલે તો મહિલાના પતિને જીવથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી.

મહિલાના પતિએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેને તેની પત્નીના અન્ય કોઈ પુરુષ સાથે આડસંબંધ હોવાની શંકા હતી. મહિલાએ ગુરૂવારે પતિને પરાણે પોતાની દુકાને મોકલ્યો હતા. પત્નીએ દુકાન જવાનો ખૂબ આગ્રહ કરતા પતિને શંકા ગઈ હતી. પતિએ એપાર્ટમેન્ટના ચોદીકારને સૂચના આપી હતી કે કોઈ અજાણી વ્યક્તિ નજર પડે તો જાણ કરવી. જેવો પતિ દુકાને પહોંચ્યો કે ચોકીદારનો ફોન આવ્યો હતો કે કોઈ અજાણી વ્યક્તિ કાર લઈને ઘરે આવી છે. આથી મહિલાના પતિએ ચોકીદારને ઘરની બહારથી તાળું મારી દેવાનું જણાવ્યું હતું.

પ્રેમિકાનો પતિ આવી ગયાની જાણ થતાં બાદલ પંચાલે ઘરનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. દરવાજો ન ખૂલતા તેણે ધમાલ કરી હતી. તેણે પ્રેમિકાના પતિને દરવાજો નહીં ખોલે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.


યુવા નેતાની ધમકીથી ડર્યા વગર પ્રેમિકાના પતિએ સ્થાનિક આગેવાનો અને સંબંધીઓને બોલાવી લીધા હતા. આ મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસ ઘરે આવી હતી. બાદમાં પોલીસની હાજરીમાં ઘરનું તાળું ખોલવામાં આવ્યું હતું. લીસે બાદલની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બાદલ પંચાલની અટકાયતના સમાચાર વાયુવેગે ફેલાતા સ્થાનિક રાજકરણમાં સનસનાટી મચી ગઈ હતી. ભાજપના સ્થાનિક અગ્રણીઓએ પોલીસ મથક પહોંચી જઈને બાદલ પંચાલને છોડાવવા ધમપછાડા કર્યા હતા.

You cannot copy content of this page