Only Gujarat

Gujarat

રસગોલા ખાવાનો ચસ્કો હોય તો ચેતી જજો, દુકાનમાંથી મળી આવી વસ્તુ

ઉનાળામાં તમને રસગોલા ખાવાનો ચસ્કો છે તો ચેતી જજો. ફેસસ ગોલાવાળાને ત્યાં તપાસમાં એવી એવી વસ્તુઓ મળી આવી હતી કે તમને જાણીને ચોંકી જશો. વધુ એક વખત સૌથી વધુ ભીડવાળા ગોલાના ધંધાર્થીઓને ત્યાં કરાયેલી ચકાસણીમાં વધુ વાસી માવા અને રબડીનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો છે.

રાજકોટમાં મ્યુનિ.ના ફૂડ વિભાગ દ્વારા પટેલવાડી પાસે પેડક રોડ પર આઝાદ હિન્દ ગોલાવાલાની તપાસ હાથ ધરી હતી. ફૂડ વિભાગની આ તપાસમાં બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં સંગ્રહ કરેલો 8 કિલો વાસી માવો મળી આવ્યો હતો.

આ ઉપરાંત ફૂડ વિભાગની તપાસમાં 10 કિલો કસ્ટર્ડ પાઉડર મિશ્રિત રબડી મળી આવી હતી, આમ કુલ 18 કિલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં મ્યુનિ.ના ફૂડ વિભાગે યોગ્ય સ્ટોરેજ કરવા અને હાઇજેનિક કન્ડિશન જાળવવા સુચના આપવામાં આવી હતી. સ્વાદિષ્ટ ગોલામાં વપરાતી સામગ્રી ફેંકી દેવી પડે તેવી હાલતમાં નજરે પડી હતી.

બે ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધના નમૂના લેવામાં આવ્યા
શહેરના રેલનગર અને પોપટપરા વિસ્તારમાં પણ આરોગ્ય વિભાગે ચકાસણી કરી હતી. જેમાં 14 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન વેચાણ થતાં ઠંડાપીણાં, દૂધ, મસાલા તથા પ્રીપેર્ડ ફૂડના 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ભોમેશ્વર મંદિર સામે શ્રીરામ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ અને રેલવેનગર પેટ્રોલ પંપની બાજુમાં જય સોમનાથ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધનો નમૂનો લેવામાં આવ્યો હતો.

You cannot copy content of this page