ક્ષત્રિય યુવાને મુસ્લિમ યુવાનને બચાવવામાં જીવ આપી દીધો, ક્ષત્રિય ધર્મને સો સો સલામ

કચ્છના ભચાઉ નજીક નર્મદા કેનાલમાં મુસ્લિમ સમાજના ડૂબતા યુવાનને બચાવવા ક્ષત્રિય યુવાન કેનાલમાં ઝંપલાવી દીધું હતું. બંનેના મોત થયા હતા. જેમના તદેહોને ભચાઉ ની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ક્ષત્રિય યુવાને આપેલા ભોગ અંગે મુસ્લિમ અગ્રણીઓએ કહ્યું કે શહીદી વહોરી એક ક્ષત્રિય ધર્મને છાજે એવુ કાર્ય કર્યું છે જેને મુસલીમ સમાજ કયારેય નહી ભુલે.

ભચાઉ એસ.આર.પી.કેમ્પ નજીક કાલે મુસ્લિમ યુવાન અક્રમ યુસુફભાઈ અબડા અકસ્માતે માતાની નજર સામે પાણીમાં ડૂબી રહ્યા હતા તેને બચાવવા કેનાલમાં ઝંપલાવનાર ચોપડવા ગામના 24 વર્ષીય ક્ષત્રિય યુવાન જીતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા પણ ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા. આ ઘટના બાદ મુસ્લિમ યુવાન અક્રમનો મૃતદેહ મળી આવ્યો હતો.તેને બચાવવા જનાર જીતેન્દ્રસિંહ જાડેજાનો મૃતદેહ આજે 20 કલાક બાદ અને જે જગ્યાએ બનાવ બન્યો હતો તેનાથી 10 કિલોમીટર દૂર એનઆરઈ કોક કંપની પાછળના નર્મદા કેનાલમાંથી મળ્યો હતો.

તો બીજી તરફ ગઈકાલે લુણવા ગામ નજીકની નર્મદા કેનાલમાં મૂળ રાજસ્થાન નાગોર જીલ્લા ના નરસિંહપુર ગામના 18 વર્ષીય ચંદન લોટીયાનો મૃતદેહ પણ ગરકાવ થયા બાદ મુદ્દે પણ આજે સવારે મળી શક્યો હતો. બન્ને યુવાનોના મૃતદેહ ને ભચાઉની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા ત્યાં એકઠા થયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો અને પરપ્રાંતિય સમાજના લોકોના ચહેરા ઉપર ગમગીની છવાઇ હતી.

રજાના દિવસે પરિવાર પાસે આવેલા ક્ષત્રિય યુવાને બીજાને બચાવવામાં જીવ આપ્યો
ચોપડવા ગામના યુવાન જીતેન્દ્રસિંહ જાડેજા પણ ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સની ઓફિસમાં નોકરી કરતા હતા અને રવિવારની રજા હોતા પોતાના ઘરે આવ્યા હતા દરમિયાન ભચાઉ થોડો સામાન લેવા આવી રહ્યા હતા અને પાણી માં ડૂબતા અજાણ્યા યુવાનનો જીવ બચાવવા જતા આ પરોપકારી યુવાને પોતાનો જીવ આપી દીધો હતો.

વિદ્યાર્થી વેકેશનમાં ગાંધીધામ પિતા પાસે આવ્યો હતો
રાજસ્થાન નાગોર જીલ્લા ના નરસીપુર ગામના યુવાન ચંદન કુમાર લોહિયા તો બારમા ધોરણની પરીક્ષા આપ્યા બાદ વેકેશન હોતા પોતાના પિતા પાસે ફરવા માટે આવેલો , શાળાઓ ચાલુ થતાં બે દિવસ બાદ પરત એ રાજસ્થાન જવા નીકળવાનો હતો અને પોતાના માદરે વતન જઇ પોતાનો અભ્યાસ શરૂ કરે તે પહેલા જ તેને કાળ આંબી ગયો હતો.

મુસ્લિમ અગ્રણીઓએ કહ્યું કે ક્ષત્રિય યુવાનની આ શહિદી ક્યારે નહીં ભુલાય
​​​​​​​ભચાઉ પાસે મુસ્લિમ યુવક માટે જીવ આપનાર જીતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજાના ઘરે પહોંચેલા દીલ્હીના માજી સાંસદ મૌલાના ઉબેદૂલાખાન આઝમી, હાજી જુમાભાઈ રાયમા, વાઘુભા જાડેજા, શૈલેન્દસિહ જાડેજાએ શ્રધાંજલી પાઠવી હતી.

મૌલાના ઉબદૂલ્લાખાને જણાવ્યું હતું કે, સ્વ.જીતેન્દસિહ જાડેજાએ મુસ્લિમ યુવાનને બચાવવા શહીદિ વહોરી એક ક્ષત્રિય ધર્મને છાજે એવુ કાર્ય કર્યું છે જેને મુસલીમ સમાજ કયારેય નહી ભુલે. તો ગાંધીધામ હુસેની એકતા કમિટીના પ્રમુખ લતિફભાઇ ખલિફાએ જણાવ્યું હતું કે ભુતકાળના આ બનાવોને યાદ કરાવે તેવી ઘટના જાડેજા વંશના વીર સપૂત જીતેન્દ્રસિંહ જાડેજાએ મુસ્લિમ સમાજના દિકરાને બચાવવા પોતાના પ્રાણની આહુતિ આપી છે.