Only Gujarat

Bollywood FEATURED

તમે પણ કીટો ડાયટ કરો છો? તો થઈ જાવ સાવધ, 27 વર્ષની ઉંમરમાં આ જાણીતી એક્ટ્રેસનું થયું અવસાન

મુંબઈઃ હિન્દી અને બાંગ્લા ફિલ્મ્સમાં કામ કરનાર એક્ટ્રેસ મિષ્ટી મુખર્જીનું કિડની ફેલ થવાના કારણે શુક્રવારે મોડી રાતે બેંગલુરુમાં નિધન થયું હતું. તે માત્ર 27 વર્ષની હતી અને કિડનીની સમસ્યાઓનો સામનો કરી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કીટો ડાયેટના કારણે તેની તબિયત લથડી હતી.

આ અંગે તેમના પરિવાર તરફથી નિવેદન જાહેર કરવામા આવ્યું કે,‘એક્ટ્રેસ મિષ્ટી મુખર્જીએ ઘણી ફિલ્મ્સ અને મ્યૂઝિક વીડિયોમાં પોતાનું ટેલેન્ટ દેખાડ્યું હતું. જે હવે આપણી વચ્ચે રહી નથી. કીટો ડાયેટના કારણે બેંગલુરુમાં તેની કિડની ફેલ થઈ અને શુક્રવારે મોડી રાતે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. એક્ટ્રેસે ઘણી પીડાનો સામનો કરવો પડ્યો હતો.’ પરિવારના પ્રતિનિધિએ કહ્યું કે, ‘આ પ્રકારનું નુકસાન ક્યારેય ભરપાઈ કરી શકાતું નથી. ઈશ્વર તેની આત્માને શાંતિ આપે. તે પોતાની પાછળ માતા-પિતા અને ભાઈને એકલા મુકી ગઈ છે.’ નિધન બાદ એક્ટ્રેસના અંતિમ સંસ્કાર શનિવારે જ કરી દેવામા આવ્યા હતા.

જૂહી ચાવલાની ફિલ્મમાં જોવા મળી હતી મિષ્ટી
એક અહેવાલ અનુસાર, મિષ્ટીએ વર્ષ 2012માં ફિલ્મ ‘લાઈફ કી તો લગ ગઈ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જે પછી વર્ષ 2013માં આવેલી ફિલ્મ ‘મે કૃષ્ણા હું’ના એક ગીતમાં રજનીશ દુગ્ગલ સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં જૂહી ચાવલા લીડ રોલમાં હતી. જ્યારે રિત્વિક રોશન અને કેટરીના કૈફનો કેમિયો હતો. આ ઉપરાંત અમુક આઈટમ નંબર્સમાં પણ મિષ્ટી જોવા મળી ચૂકી છે. તેણે હિન્દી, બંગાળી ઉપરાંત તેલુગુ ફિલ્મ્સમાં પણ કામ કર્યું હતું.

સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લાગ્યો હતો
વર્ષ 2014માં મિષ્ટી પર હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લાગ્યો હતો. રેડ દરમિયાન તેના ઘરેથી ઘણી સાડીઓ અને ટેપ્સ મળી આવી હતી.

કાશ્મીરા શાહે આપી શ્રદ્ધાંજલિ
મિષ્ટીના નિધન પર એક્ટ્રેસ કાશ્મીરા શાહે એક ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો હતો. કાશ્મીરાએ લખ્યું કે,‘ઘણી જ વહેલા જતી રહી, ઘણી યુવા હતી તે. મિષ્ટી મુખર્જી. RIP’

શું હોય છે કીટો ડાયટ?
કેટોજેનિક ડાયટ (કીટો ડાયટ) વજન ઓછું કરવા માટે અપનાવવામાં આવે છે. તે હાઈ ક્વોલિટીવાળું મધ્યમ પ્રોટીન, ઓછું કાર્બોહાઈડ્રેડવાળું ભોજન છે. જે કીટોનને મેળવી વજન ઓછું કરવા માટે તૈયાર કરવામા આવે છે. એક આદર્શ કીટો ડાયેટમાં 75 ટકા ફેટ, 20 ટકા પ્રોટીન અને 5 ટકા કાર્બોહાઈડ્રેડ હોય છે. આ ડાયેટ પાછળનો મુખ્ય હેતુ કાર્બોહાઈડ્રેટ (જે આપણ શરીરના ઈંધણ સમાન હોય છે) ના તમામ સોર્સનો અંત કરવો અને તેના સ્થાને ફેટ ઊર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરવાનું રહે છે.

You cannot copy content of this page