Only Gujarat

FEATURED Sports

સાક્ષી પતિ ધોનીની ફરિયાદ કરે છે આ ક્રિકેટરને, જાણો કોણ છે જે સાંભળે છે બધાની ગોસિપ!

આઈપીએલના મેચ દરમિયાન ચેન્નઈ સુપરકિંગ્સના ખેલાડીઓની પત્ની ટીમના ફાસ્ટ બોલર દીપક ચાહર પાસે પોતાના પતિઓની બુરાઈ કરે છે. આ વાત ખુદ દીપક ચાહરે કૉમેડિયન કપિલ શર્માના શો ધ કપિલ શર્મા શો સીઝન 2માં કહી હતી. દીપક શોમાં ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. વાતચીત દરિયાન તેણે એ પણ જણાવ્યું કે, ટીમના મોટાભાગના ખેલાડીઓ મેરિડ હોવાના કારણે તેને મજબૂરીમાં એકલા સમય પસાર કરવો પડે છે.

દીપક ચાહર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નઈ સુપરકિંગ્સનો ભાગ છે. દીપકે હજી સુધી લગ્ન નથી કર્યા. ટીમના મોટા ભાગના ખેલાડીઓના લગ્ન થઈ ગયા છે અને મોટા છે. આઈપીએલ દરમિયાન મેચ ન હોય તો લગ્ન થઈ ગયા હોય તેવા ખેલાડીઓ પરિવાર સાથે સમય વિતાવે છે. એવામાં દીપક ચાહરને કંપની નથી મળતી. કપિલે શોમાં જણાવ્યું કે,દીપક ચેન્નઈ માટે રમે છે. તેમની ટીમનો એક નિયમ છે, તમામ ખેલાડીઓ એક જ ફ્લોર પર રોકાઈ છે. આ સૌથી સારી વાત છે. દીપક આ તમારો પ્રેમ છે કે કેપ્ટનને શક છે તારા પર.

એના પર દીપકે કહ્યું કે, ‘એવું નથી આ માત્ર ચેન્નઈ સાથે છે. આવું તમામ ટીમો સાથે છે. સૌને એક જ ફ્લોર પર રહેવું છે. જો તમારો કોઈ ગેસ્ટ આવે છે તો તમારે કહેવું પડશે કે ભાઈ કોણ આવે છે, કોની સાથે આવે છે, પરંતુ અમારે ત્યાં એવું નથી. કારણ કે અમારી ટીમમાં બધા સીનિયર પ્લેયર છે. સૌના લગ્ન થઈ ગયા છે અને બાળકો છે.’

આ વચ્ચે કપિલે તેને ટોકતા કહ્યું કે, ‘તમે કેવી રીતે અડજસ્ટ કરો છો તેમની વચ્ચે?’ તો ચાહરે કહ્યું કે, ‘અરે મને ઘણો વાંધો પડે છે. સૌના પરિવાર આવ્યા હોય છે. મને જમવા જવું હોય કે ક્યાંક બહાર જવું હોય તો એકલો જાઉં છું. હું એકલો રેસ્ટોરન્ટમાં બેઠો છું. શું કરું. એવું પોસ્ટ કરી દીધું કે હેવિંગ લંચ અલોન.

લોકો પૂછે છે કે ભાઈ એકલો કેમ જમી રહ્યો છે? હું તેને કહી દઉં છું કે મારું મન છે, મને એકલું રહેવું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે મારી મજબૂરી હોય છે, કારણ કે મારી સાથે કોઈ જવા માટે છે જ નહીં’.

દીપકે કહ્યું કે, ટત્યાં ઘણી ભાભીઓ પણ છે. મારે બધા સાથે સારું બને છે. કારણ કે હું તેમની સાથે વધુ રહું છું. હું તેમની પાસે બેસું તો મને પતિઓની બુરાઈ સાંભળવા મળે છે. પછી જ્યારે હું હસબંડ લોકો સાથે રહું તો પત્નીઓની બુરાઈ. તેઓ કહે કે, અરે આ લગ્ન કરીને આવું થયું. તેવું થયું. આ બધું જોઈને મારો જે થોડો ઘણો ગર્લફ્રેન્ડ બનાવવાનો વિચાર મનમાં આવે છે તે પણ ખતમ થઈ જાય છે. ભાઈ બંને તરફ ફસાઈશ. અહીંથી પણ અને ત્યાંથી પણ.

You cannot copy content of this page