Only Gujarat

Bollywood FEATURED

ઐશ્વર્યાના આ હીરોનો દરિયામાં થયો હતો ભયંકર અકસ્માત, 52ની ઉંમરમાં ઘરડો દેખાવા લાગ્યો

મુંબઈઃ કોરોનાના કેસ દેશમાં સતત ઘટી રહ્યા છે. દેશમાં કોરોના વેક્સિનેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જેને લીધે જનજીવન પણ ધીમે-ધીમે પહેલાં જેવું સામાન્ય થઈ રહ્યું છે. સેલેબ્સ પોતાના શૂટિંગ સહિતના કામ માટે ઘરની બહાર નીકળી રહ્યાં છે. ત્યારે તેમની સાથે જોડાયેલાં કેટલાક રસપ્રદ કિસ્સા સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે. એવામાં ઐશ્વર્યા રાયની ફિલ્મ ‘ખાખી’ના રિલીઝ થયાના 17 વર્ષ પુરા થઈ ગયા છે. 23 જાન્યુઆરી, 2004માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગન અને તુષાર કપૂર લીડ રોલમાં હતાં. છતાં રાજકુમાર સંતોષીની આ ફિલ્મ બોક્સ ઑફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી. આ દરમિયાન તમને ફિલ્મ ‘જોશ’માં ઐશ્વર્યા રાયના હીરો ચંદ્રચૂડ સિંહ અંગે કેટલીક વાત જણાવીએ.

ચંદ્રચૂડ સિંહે જે રીતે પોતાના કરિયરની ધમાકેદાર શરૂઆત કરી હતી, ખરેખર તેવું કરિયર તેમનું રહ્યું નહીં. કેટલીક ફિલ્મોમાં કામ કર્યા પછી તે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીથી ગાયબ થઈ ગચાં હતાં. તેમણે અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડની ફિલ્મ ‘તેરે મેરે સપને’થી કરિયરની શરૂઆત કરી હતી.

ગુલઝારની ફિલ્મ ‘માચિસ’માં કામ કરી ચંદ્રચૂડ સિંહ રાતોરાત સ્ટાર બની ગયા હતાં. આ પછી તેમણે ‘દાગ’, ‘ક્યા કહેના’, ‘જોશ’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. સંજય દત્ત, પ્રિટી ઝિન્ટા, શાહરૂખ ખાન,ઐશ્વર્યા રાય સાથે સ્ક્રીન શેર કરવા છતાં પણ ચંદ્રચૂડનું કરિયર ખાસ રહ્યું નહીં.

ફિલ્મ ‘જોશ’માં ઐશ્વર્યા રાય સાથે કામ કરી તે ખૂબ જ ફૅમશ થયાં હતાં. જોકે, તે રોલ પહેલાં આમિર ખાનને ઑફર થયો હતો, પણ તેમણે કામ કરવાની ના પાડી દીધી હતી.

લગભગ ડઝન ફિલ્મો કર્યા પછી ચંદ્રચૂડ સિંહ અચાનક ફિલ્મોમાંથી ગાયબ થઈ ગયાં હતાં. તેમણે એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મોથી દૂર જવાનું કારણ જણાવ્યું હતું. ‘તેમણે કહ્યું હતું કે, ‘હું સારો રોલ કરવા માગુ છું. મારી પાસે ઘણી ઑફર આવી પણ કંઇક અલગ રોલની રાહ જોતો હતો. તે ન મળ્યા એટલે ફિલ્મોથી દૂર થઈ ગયો.’

વર્ષ 2000માં ચંદ્રચૂડનો એક ભયાનક એક્સિડન્ટ થયો હતો. તે ગોવાામાં બૉટ રાઇડિંગ કરી રહ્યાં હતાં. ત્યારે દુર્ઘટનામાં તેમને ખભામાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે દુર્ઘટના થઈ ત્યારે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. ફિઝિયોથેરાપી પછી ચંદ્રચૂડ ફિલ્મોના શૂટિંગ પર પાછા આવ્યાં પણ, તેમનો હાથ સરખી રીતે સારો થયો નહોતો. આ પછી તે ચંદ્રચૂડનું કરિયર ધીમુ પડી ગયું હતું. આ દુર્ઘટનાથી સાજા થવામાં તેમને લગભગ 10 વર્ષ લાગી ગયાં હતાં.

ચંદ્રચૂડના ઘરની આર્થિક સ્થિતિ પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. વર્ષ 2012માં તેમને ફિલ્મ ‘ચાર દિન કી ચાંદની’થી વાપસી કરી, પણ ફિલ્મ ફ્લૉપ રહી હતી. નાના કરિયરને લીધે લોકો ચંદ્રચૂડને ભૂલી ગયાં હતાં.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મોમાં આવ્યાં પહેલાં ચંદ્રચૂડ દૂન યુનિવર્સિટીમાં મ્યૂઝિક ટીચર હતાં. જોકે, વેબ સિરીઝ ‘આર્યા’થી તેમણે ફરી વાપસી કરી છે. જેમાં તે સુષ્મિતા સેનના પતિના રોલમાં જોવા મળ્યાં હતાં.

You cannot copy content of this page