Only Gujarat

FEATURED National

કર્મચારી રસ્તા પર થૂંક્યો, SDMએ માત્ર દંડ જ ના વસૂલ્યો પરંતુ કરાવ્યું આ કામ

લખનઉઃ લોકડાઉન-4ની નવી ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરાવવું અધિકારીઓએ સુનિશ્વિત કર્યુ છે. લોકડાઉન નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મહારાજગંજ જીલ્લાના નોતનવા વિસ્તારમાં રોડવેઝ કર્મચારીને પાન ખાઈને થૂંકવું ભારે પડી ગયુ હતુ. નારાજ એસડીએમએ ઠપકો આપીને 500 રૂપિયાનો દંડ તો ફટકાર્યો, સાથે જ તેની પાસે રસ્તા પર પાનની પીચકારી ધોવડાવી હતી. એસડીએમની આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની હતી.

શું છે આખો મામલો? નોતનવા વિસ્તારમાં વ્યવસ્થાઓને જોવા માટે રસ્તા પર એસડીએમ ફરેંદા જસધીર સિંહ નીકળ્યા હતા. તે દરમ્યાન બાઈક પર એક રોડવેઝ કર્મચારી જઈ રહ્યો હતો, તેણે રસ્તા પર જ પાન ખાઈને થૂંક્યુ હતુ. જેની ઉપર એસડીએમની નજર પડી ગઈ. ત્યારબાદ તેને એસડીએમે રોક્યો. પાન ખાઈને રસ્તા પર થૂંકનારા રોડવેઝનાં કર્મચારીને ઠપકો આપ્યો હતો.

આ રીતે ભર્યા પગલાઃ ફરેંદા એસડીએમએ રોડવેઝ કર્મચારીને ફક્ત ઠપકો જ નથી આપ્યો, પરતું રસ્તા પરની તે જગ્યા પણ ધોવડાવી, જ્યાં તે થૂંક્યો હતો. એટલું જ નહીં રોડવેઝ કર્મચારી પર 500 રૂપિયાનો દંડ પર લગાવ્યો હતો.

એસડીએમએ કહી આ વાતઃ એસડીએમએ કહ્યુકે, આ સબક તે બધા જ લોકો માટે છે, જેઓ પાન ખાઈને રસ્તા પર થૂંકે છે. તેઓ આ પ્રકારે સમાજને ગંદો કરવાનું કામ કરે છે. તો એસડીએમની આ કાર્યવાહીની ચારેયતરફ ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. રસ્તા તેમજ અન્ય સાર્વજનિક સ્થાનોને ગંદા કરનારાઓ ઉપર કાર્યવાહીની વાતને સાચી બતાવવામાં આવી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page